Trending News
સ્થાનિક સમાચાર

- તો ડિઝલ દાણચોર અમિત સાથે સંકળાયેલ ભ્રષ્ટ PI ના જમીનો-તેલ-મીઠ્ઠા-લાકડાના ભુંસા સહિતના બેનામી ધંધાઓ ખુલે

08 October

IB  કેમ સરકારમાં નથી કરતું રીપોર્ટ...? : SP શ્રી કરે વક્રદ્રષ્ટી..! 




ખાખીના પાવરથી ગુનાહિત નેટવર્ક વિકસાવી ચુકેલા આ પીઆઈ કેટલા સમયથી કચ્છમાં પડથાપાથર્યા છે? તેની પાછળનું રહસ્ય શું છે? સરહદ દેખાડાઈ, બદલી કરાઈ અને ગણતરીના દીવસોમાં ફરી ફરીને મોક્કાના ઠામ પર જ કોના જોરે આ પીઆઈ ગોઠવાઈ જાય છે?


અમુક મામલતદારોના નામે પણ આ ભ્રષ્ટ પીઆઈ ચરી ખાતો હોવાની છે ચર્ચા : હપ્તાના સેટીંગમાં જે આવી જાય તેનાથી ભાગબટાઈ અને જે હપ્તામાં આનાકાની કરે તેને મામલતદાર મારફતે રેઈડ કરાવતો હોવાની પણ છેચ ચર્ચા


ખાટલે મોટી ખોટ : ભચાઉના વોંધ વિસ્તારમાં એમએચઓની ડેનસીટી કરતા વધારે માત્રાની ડેનસીટી જે ડિઝલની ગણનામાં આવે છે તેવા લાખોના પદાર્થ પર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ તવાઈ બોલાવી અને પકડી પાડયો , તો પછી અંજાર-મુંદરા-ગાંધીધામના સબંધિત પોલીસ મથકો, 
તથા એલસીબી-એસઓજીની ટીમોને આ બની બેઠેલ ભ્રષ્ટ પીઆઈના ડિઝલના આડેધડ ધમધમતા પોઈન્ટ પર ત્રાટકવાની ફુરસદ કેમ નથી?


અરબોના ડિઝલ દાણચોર અમિતના એમએચઓના નામે ઉતરતા ડિજલને પૂર્વ્‌ કચ્છ સહિત ઠેર-ઠેર કટીંગ કરાવી વેંચાણ કરવાની બધી જ ગોઠવણીઓ આ ભ્રષ્ટ બની બેઠેલ પીઆઈ હસ્તક જ હોવાની છે ચર્ચા : ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષમાં આ ભષ્ટ પીઆઈ વાડી-ખેતરોમાં જ રપ હજાર લીટરના આ દાણચોરીયુકત ડિઝલના તગડા સંગ્રહો કરાવી રહ્યો છે, અને બબ્બે હજાર લીટરની ગાડીઓના વરસાણા, મેઘપર બોરીચી, પડાણા, અંતરજાળ, મુંદરા વિસ્તાર, અંજાર પટ્ટામાં ઠેર ઠેર કરી રહ્યો છે ગેરકાયદેસર વેપલા



ગાંધીધામ : સરકારની બાયોફયુઅલની નીતીનો ગેરઉપયોગ કરી અને અગાઉ બાયોડીઝલ-બેઝઓઈલદર્શાવી મિક્ષ ઓઈલ ઠલવાતુ હતુ, પરંતુ હવે માઈક્રો હાઈડ્રા કાર્બનના નામે પ્યોર ડિઝલનો મોટો જથ્થો ઉતરવા પામી રહ્યો છે અને તેના જહાજો અટાવી અને તપાસનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ બાબતે જાણકારોની વાત માનીએ તો  ડિઝલ દાણચોરીમાં બહુચર્ચીત અમિતના એમએચઓના નામે ડિઝલના મોટા મોટા કન્સાઈનમન્ટ ઠલવાઈ રહ્યા છે, લાંબા સમયથી અમિત કયોરક મુંદરા, કયારેક પીપાવાવ, કયારેક કંડલા બંદરો પર આવા કન્ટેઈનરો મગાવતો ફરતો રહે છે. અગાઉ કન્ટેઈનરો મંગાવતો અમિત હવે કેટલો ફાટીને ફુલેકે ગયો હશે કે તે જહાજો મંગાવી રહ્યો છે. પીપાવાવમાં એક ૭૦૦૦ ટનથી વધુનો જથ્થો તપાસના રડાર હેઠળ અટકી ગયો છે, તો વળી તે બાદ કંડલામાં પણ એક જહાજ અટકેલુ છે અને બીજા બે તપાસના સ્કેનર હેઠળ હોવાનુ મનાય છે. ખૈર આ બાબતે તો એજન્સીઓ ઉંડાણપૂૃવક તપાસ કરી જ રહી છે, પરંતુ બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, અમિત દાણચોરીયુકત ડીઝલનો જે જથ્થો તગડી માત્રમાં ઠાલવી રહ્યો છે જેની કિમંત અરબોમાં થવા પામી રહી છે તેનો આ બિનઅધિકૃત માલ કયાં સંગ્રહ કરવો, કોની સાથે કેટલા સેટીંગ કરવા, સ્થાનિકે કટીંગ કરીને વેપલો કરવા સહિતના મામલે બની બેઠલ ભ્રષ્ટ પીઆઈની મુખ્ય ભુમિકા હોવાનુ મનાય છે. 
પૂર્વ કચ્છ એસપીશ્રી જો આ ભ્રષ્ટ બની બેઠેલા અને અમિતના સાગરીત એવા પીઆઈ બાબતે ક્રોસ તપાસ કરાવશે તો તેના નેજા હેઠળ કંડલા સંકુલમાં લાગતા વળગતાઓના ખેતરો-વાડીઓમાં મોટા મોટા હજારો લીટરના આવા દાણચોરીયુકત ડિજલના સંગ્રહ કરેલા હોવાનુ ખુલવા પામી જાય તેમ તો છે જ પરંતુે એ સાથેસાથ જ ખાખીના જોરે આ બની બેઠલ પીઆઈ દ્વારા કેટકેટલા શિરજોરી 
કૃત્યોને અંજામ અપાઈ રહ્યા છે તેનો પણ મોટો પર્દાફાશ થાય તેવી વકી જાણકારો સેવી રહ્યા છે. કહેવાય છે કે, બૈજઓઈલ-બાયોડીઝલ-ડિજલની દાણચોરીઓમાં તો આ બની બેઠેલ પીઆઈનું નેટવર્ક મોટુ વકરેલુ છે પરતુ મીઠાની જમીનોમાં પણ કોઈ અન્ય માથાભારે શખ્સો સાથે ઝંપલાવેલું છે. લોચા-લાપસી વાળાી જમીનોમા આ ભ્રષ્ટ પીઆઈ પડે, બન્ને વચ્ચે સમાધાન કરાવવાના નામે સક્રીય બને, પછી ભાગીદારીમાં ગોઠવાઈ જાય અને આવી વિવાદીત કરોડોની જમીનો હડપવાના કારસાઓ રચી રહ્યો હોવાનુ મનાાય છે. જાણકારો કહે છે કે, અંજાર મથકમાં આવી મીઠાનીવિવાદીત જમીનની મને-કમને ફરીયાદ પણ લવેાઈ છે. ત્રણેક કરોડની જમીનમાં આ ભ્રષ્ટ પીઆઈ અને તેના આળતીયા મળતીયાઓએ છેતરપીંડી કરી છે પરંતુ તેની એકાદકરોડ સગલ્ન ફરીયાદ લેવાઈ છે જેની તપાસ આગળ ચાલી રહી હોવાનુ ચર્ચાય છે. તેલ અને મીઠ્ઠા ઉપરાંત કહેવાય છે કે, આ ભ્રષ્ટ બની બેઠલ પીઆઈ લાકડાના વેરા-ભુંસાના પણ બેનામી ધંધામાં ઝંપલાવી બેઠો છે. અને તેમાં પણ કેવા કેવા કાળા ધોળા આચરી રહ્યો છે તેનો પણ પર્દાફાશ થવાની વકી જાણકારો સેવી રહ્યા છે. 


...................


આ ભ્રષ્ટ પીઆઈ ગાંધીધામની કઈ હોટેલમાં ધરાવે છે ભાગીદારી? 

આટલા નાણા તેની પાસે આવ્યા કયાંથી.?ઃ એસીબી કેમ ન કરે વક્રદ્રષ્ટી? આ પીઆઈની મીલકતો સહિતની તપાસ કરે આટલી મોટી સંપત્તી આવી કયાથી?


ગાંધીધામ : ડીઝલ દાણચોરીના વેપલામાં એક ભ્રષ્ટ બની બેઠલા પીઆઈનું નામ ભારે ચર્ચામાં આવી રહ્યુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ બની બેઠેલ પીઆઈ ન માત્ર તેલ-મીઠ્ઠા કે લોચાવાળી જમીનો પર કબ્જા કરવાના કારનામાઓમાં બલ્કે આ બધાયથી થતી કાળી કમાણીના રોકાણો હેાટલોમાં પણ કરી રહ્યો હોવાનુ મનાય છે. ગાંધીધામની કઈ નવી બનેલી હોટેલમાં અમુક ટકાનો ભાગીદાર આ પીઆઈ પણ છે? તેવુ પણ ચર્ચાવવા પામી રહ્યું છે. 



.......................

આ ભ્રષ્ટ પીઆઈ ડીઝલકાંડમાં બે હાથમાં રાખે છે લાડું!

બેનામી ધંધાર્થી માનીતો થઈ જાય તો તેની સાથે પાંચ-આઠ ટકાનો ભાગીદાર બની જાય અને તેના હરીફ પાસે જઈ અને એ દાણચોરીયુકત ડિજલમાં માસિક હપ્તાના બાંધણા કરી લેતો હોવાની છે ચર્ચા


ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, દાણચોરીયુકત ડીઝલના કાંડમાં અમિતની સાથે રંગાયેલ ભ્રષ્ટ પીઆઈ ડિઝલ દાણચોરીના ધંધામાં બે હાથમાં લાડુ રાખતો ફરી રહ્યો હોવાનુ કહેવાય છે. એવી યુકિતથી પાછલા અમુક વરસોથી દાણચોરીયુકત ડીઝલના ધંધામાં તેણે ઝંપલાવેલુ છે કે તેને બરાબરના ઘી-કેળા થઈ પડયા છે. કહેવાય છે કે, ડીઝલ દાણચોરીયુકત માગવાયા છે, વેંચાય છે, તે ખ્યાલ આ ભ્રષ્ટ પીઆઈને આવી જાય એટલે તે ધંધાર્થીનુ નાક દબાવી અને તેની સાથે હપ્તા નહી ધંધામાં જ પાંચ-આઠ ટકા ભાગીદાર કરી લેતો હોય છે અને તે જ ધંધાર્થીના હરીફની માહીતીઓ તેનાથી મેળવી અને તે બેનામી ધંધાવાળાઓ પાસેથી માસિક હપ્તાના બાંધણાઓ કરી લે છે. એટલે ડિઝલકાંડની દાણચોરીમાં તો આ ભ્રષ્ટ પીઆઈને ઘી-કેળા જ થઈ જવા પામે છે બન્ને હાથમાં લાડુ રાખી બેઠો છે.


 

Comments

COMMENT / REPLY FROM