માંડવી APMC માં મુળ કોંગી વીચારધારાવાળાઓને બહુમત તો નથી અપાઈ ગયો ને?
ભાજપના રણનીતી કારો ચેતે : ઘરના છોરા ઘંટી ચાટે દામોદરને આટો
ભાજપ પાસે કોઈ મજબુત ચહેરા જ નથી, ૧૦માંથી પાંચથી છ ડાયરેકટરો મુળ કોંગ્રેસી વિચારધારાને જ વરેલા ચુંટાયા છે, જેનો અમને આનંદ છે :
વી.કે.હુંબલ(જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)
ગાંધીધામ : ગ્રામ પંચાયતથી માંડી અને સંસદ સુધી સત્તા ધરાવી રહેલ ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર તેમની જ સંગઠન સેવા વિકસી રહી હોવાના સચોટ દાવાઓ કરી રહી છે ત્યારે હવે માંડવીની એપીએમસીમાં પણ દસ ડાયરેકટરો બિનહરીફ થયાની વાત સામે આવી રહી છે. આવા સમયે બીજીતરફ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ કહી રહ્યા છે કે, માંડવી એપીએમસીમાં ૧૦ સભ્યો બિનહરીફ ચુંટાયા તેવો ભાજપ દાવો કરે છે પરંતુ હકીકતમાં તે દસમાથી બહુમત એટલે કે પાંચથી છ સભ્યો મુળ કોંગ્રેસી વિચારધારાને વરેલા સભ્યો છે. અને તેઓને ડાયરેકટર તરીકે પસંદ કરવામા આવ્યા છે તેનો અમને આનંદ છે. હુંબલે વધુમાં કહ્યુ કે, ભાજપની પાસે તેમના કોઈ કાર્યકર્તાઓ જ નથી જે સહકારી ક્ષેત્રમાં આગળ આવી શકે, મુળ કોંગ્રેસી વિચારધારાને વરેલા સભ્યોને મેન્ડેટ આપી અને પોતાના પક્ષના દેખાડીને અહી બિનહરીફ વરણીના દાવાઓ કરી રહી છે. હકીકતમાં તો સ્થાનિક ભાજપની પાસે મજબુત ચહેરા અને કાર્યકર્તાઓનો અભાવ છે તે આ વાત પરથી જ ફલિત થવા પામી રહ્યુ છે તેમ શ્રી વી કે હુંબલે જણાવ્યુ છે.

Comments