ગાંધીધામ મનપાનું દબાણમુક્તિ અભિયાન : રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં ૭૦થી ૮૦ દબાણો દૂર
ગાંધીધામ : શહેરમાં માર્ગ વ્યવસ્થાને સુચારુ બનાવવાના હેતુસર આજે નેશનલ હાઈવે માર્ગ ઉપર, રેલવે સ્ટેશન સામેના વિસ્તારોમાં દબાણમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન આશરે ૭૦ થી ૮૦ જેટલા કાચા-પાકા દબાણો મનપા ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન મનપાના દબાણ ઇન્સ્પેક્ટર, ઈન્જિનિયરિંગ વિભાગ તેમજ પોલીસ તંત્રની ટીમો હાજર રહી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી. મહાનગરપાલિકા તરફથી અગાઉ દબાણધારકોને નોટિસ આપી માર્ગ ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી, છતાં સમયસર દબાણ ન હટાવાતા આજે બુલડોઝર ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપા અધિકારીઓએ જણાવ્યું કે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવા દબાણમુક્તિ અભિયાન ચાલુ રહેશે. સરદાર વલ્લભભાઈના પૂતળાથી સી જે શાહ પેટ્રોલ પમ્પ સુધીના દબાનો હટાવયા મેન પાવર, સંસાધન અને સમય બચાવી લોકોએ સ્વેછાએ દબાણ હટાવાયું એ માટે મનપા દ્વારા લોકો નો આભાર માનવામાં આવ્યો આગળ પણ લોકો આંવો જ સહયોગ આપે એવી અપીલ કરાઈ જેથી ગાંધીધામ દબાણ મુક્ત ઝડપથી થાય.
મનપા કમિશ્નર મનીષ ગુરવાણીની સૂચનાથી અને ડેપ્યુટી કમિશ્નર રામાનુજ સાહેબ ના માર્ગ દર્શન હેઠળ સાથે દબાણ ઇન્સ્પેકટર ગાયત્રી પ્રસાદ જોશી, મનપા ના લક્ષ્મણ ભાઈ મહેશ્વરી, જીડીએ ના મનોજભાઈ ટીક્યાંની એસ આર સી ના ભગવાનભાઇ ગિરિયાની જોડાયા હતાં.ગાંધીધામ મહાનગરપાલિકા - નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે જાહેર માર્ગો, ફુટપાથ અને જાહેર સંપત્તિ પર દબાણ ન કરે અને મનપાને સહકાર આપે.

Comments