Trending News
સ્થાનિક સમાચાર

બારોઈ રોડ પર પૂરઝડપે આવેલી ઈકોએ ફુટબોલની જેમ મોપેડ ઉડાવી

07 October




ગઈકાલે રાત્રે બનેલી ઘટનામાં સીસીટીવી ફુટેજ વાયરલ થતા બનાવ સામે આવ્યો : બે લોકોને ઈજાઓ થઈ : અકસ્માત પછી રિવર્સમાં લઈ ચાલક ભાગવા ગયો પરંતુ ડિવાઈડરમાં ઈકો ભટકાતા ટાયર ફાટ્યું : લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો 


ભુજ : ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો તો યમદૂત બની રહ્યા છે પરંતુ શહેરમાં પણ રાત્રિના સમયે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ગઈકાલે રાત્રે બારોઈ રોડ પર બનેલી ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે.  આ બાબતે મળતી વિગતો મુજબ મુન્દ્રા નગરપાલિકા દ્વારા તાજેતરમાં બારોઈ રોડને ગૌરવપથ નામથી નવો બનાવવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે એક મોપેડ ચાલક યુટર્ન લેતા હતા ત્યારે પૂર ઝડપે આવેલી ઈકો કારના ચાલકે મોપેડને ઉડાવી ૩૦૦ મીટર ઢસળ્યા હતા. બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા અને એક્ટિવા ચાલકને સારવાર માટે ખસેડ્યો હતો. બારોઈ રોડ પર આવેલ દુકાનોના કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. અકસ્માત પછી ઈકો ચાલક પોતાની ગાડી રિવર્સ લઈ ભાગવાની કોશીશ કરે છે પરંતુ કાર ડિવાઈડર સાથે ભટકાતા ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટી ગયા બાદ ચાલકે પગપાળા ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવમાં મોપેડ ચાલક અને આગળ બેઠેલ બાળકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બનાવથી શહેરમાં ચકચાર ફેલાઈ 
ગઈ હતી.


............


બારોઈ રોડ પર સ્પીડબ્રેકરના 
અભાવે અકસ્માતો વધ્યા 


નવા બનાવેલા બારોઈ રોડ પર અકસ્માતો અટકાવવા માટે સ્પીડબ્રેકર લગાવવા લોકોએ માંગ કરી છતા નગરપાલિકા પ્રશાસન હજુ જાગ્યું નથી. જેના કારણે આવા બનાવો બની રહ્યા છે. અકસ્માતો અટકાવવા માટે સ્પીડબ્રેકર લગાડવામાં આવે તેવી માંગ ઉઠવા 
પામી છે.


 

Comments

COMMENT / REPLY FROM