Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં તરખાટ મચાવતી ચડ્ડી બનિયાનધારી  ગબી ગેંગના દાહોદના બે સાગરીત પકડાયા

07 October

પૂર્વ કચ્છ એલસીબીને મળી મોટી સફળતા 



દાહોદના શખ્સોની ટંકારામાંથી કરાઈ ધરપકડ : અન્ય બે શખ્સોના નામ ખુલ્યા : રપ ગ્રામની સોનાની લગડી કબજે કરાઈ : રાપર, ગાંધીધામ બી-ડિવિઝન, એ-ડિવિઝન, આદિપુર અને અંજારની ૧૦ ચોરીઓનો ઉકેલાયો ભેદ : ઝડપાયેલા આરોપીઓ સામે ૧૪ અને ફરાર આરોપી સામે ૧૬ ગુના છે નોંધાયેલા 


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં ચડ્ડી બનિયાનધારી ગેંગે આતંક મચાવ્યો હતો. જેમાં એલસીબીને મહત્ત્વની સફળતા મળી છે. ચડ્ડી બનિયાનધારી ગેંગના બે સાગરીતને પકડી ૧૦ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્ય છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા ચોરીના બનાવમાં આરોપીને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી  હતી. પૂર્વ કચ્છ જિલ્લામાં બનેલા ચોરીના બનાવમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ સંડોવાયેલી હોવાની માહિતી આધારે તપાસ કરતા આરોપીઓ દાહોદ જિલ્લાના હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમા, પીએસઆઈ ડી.જી.પટેલ તથા રાપર પીઆઈ જે.બી.બુબડીયાની ટીમો બનાવી તપાસ કરતા ટંકારા તાલુકાના હડમતિયા ગામમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મૂળ દાહોદના મુમદ નરિયાભાઈ વીરીયાભાઈ મોહનિયા અને દીપસંગ ઉર્ફે દીપો ગબલાભાઈ તંબોડિયાનો સમાવેશ થાય છે. જ્યારે પુછપરછમાં મુખ્ય આરોપી દાહોદના ઉંડાર ગામના ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ વીરીયાભાઈ ખીમલાભાઈ મોહનિયા અને દાહોદના લીમખેડાના બાબુ નારસીંગ વહુનિયાનું નામ ખુલવા પામ્યું છે. આરોપી પાસેથી રપ.૦૭ ગ્રામની સોનાની લગડી તેમજ ૧પ હજારના બે મોબાઈલ મળી ૧,૪૦,૩પ૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પુછપરછ દરમિયાન રાપરના બે, ગાંધીધામ બી-ડિવિઝનના ર, એ-ડિવિઝનના ૪ અને આદિપુર-અંજારના એક-એક મળી ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો છે. દીપસંગ સામે ૪, બાબુ સામે ૧૦ અને મુખ્ય આરોપી ગબી ઉર્ફે ગોપાલ સામે ૧૬ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ખુખાર આરોપીઓ પકડાઈ જતા પોલીસે પણ રાહતનો દમ લીધો છે.


.............

ચડ્ડી બનિયાનમાં ચોરી કરી કપડા બદલાવી આરોપી ભાગી જતા 


આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ગબી ગેંગના આ માણસો પોતાના ઘરે મોબાઈલ મુકી ખાનગી તથા સરકારી બસો મારફતે જે વિસ્તારમાં ચોરી કરવાની હોય ત્યાં આવતા અને દિવસ દરમિયાન રેકી કરી અવાવરૂં જગ્યામાં છુપાઈ જતા અને મોડી રાત્રે કપડા બદલી ચડ્ડી બનિયાનમાં મોઢું બાંધી ખાસ કરીને હાઈવે અને બાવળોની ઝાડી નજીક આવેલ સોસાયટીમાં બંધ મકાનમાં તાળા તોડી ચોરી કરી સવારે કપડા બદલાવી વતનમાં ભાગી જતા હતા.

Comments

COMMENT / REPLY FROM