વડઝર આંગણવાડી કેન્દ્રના કાર્યકર - તેડાગરને ફટકારાઈ નોટીસ
આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની મુલાકાત દરમ્યાન કેન્દ્ર બંધ જોવા મળતા લેવાયા પગલાં
ભુજ : કચ્છ જિલ્લા માં હાલે ૨૧૧૬ આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે, જેનું મોનીટરીંગ અને સુપરવિઝન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ દ્વારા કરવામાં આવે છે ત્યારે ૪ ઓક્ટોબરના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા ભુજ ઘટક -૩ કેરા સેજાના આંગણવાડી કેન્દ્ર - વડઝરની મુલાકાત લેવામાં આવતા આ કેન્દ્ર બંધ જોવા મળ્યું હતુંં. ત્યારબાદ અન્ય કેન્દ્રની મુલાકાત લઇ પરત ફરેલ તે સમયે પણ આ કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યું હતું. આમ આંગણવાડીમાં કરવાની થતી કામગીરીમાં ૩ થી ૬ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પુરક પોષણથી વંચિત રાખવા આવેલ છે તે સબબ આંગણવાડી કાર્યકર - તેડાગરને કરવાની થતી કામગીરી નબળી અને અનિયમિત હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતા આ ક્ષતિઓ બાબતે સંબંધિત આંગણવાડી કાર્યકર - તેડાગરની માનદ સેવા સમાપ્ત કરવા નોટીસ પાઠવવામાં આવી છે.
-----

Comments