Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની આંગણવાડીઓમાં પોષણ અને પર્યાવરણની સુરક્ષા માટે શપથ લેવાયા

06 October




ભુજ : પોષણ માહનાં અઢારમાં દિવસે શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગનાં સંકલનમાં રહી કચ્છ જિલ્લાની આંગણવાડીમાં પોષણ અને પર્યાવરણની સુરક્ષા માટે શપથ લેવામાં આવી હતી.
પોષણ માહ અંતર્ગત કન્ઝર્વેશન એક્શન એન્ડ ડિજિટાઈઝેશન થીમ મુજબ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આઇસીડીએસના લાભાર્થીને પોષણ અને પર્યાવરણની સુરક્ષાની શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો વચ્ચે પર્યાવરણ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગ સાથે સંકલન કરી અને આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. કૃષિ અને સહકાર વિભાગ વન અને પર્યાવરણ વિભાગ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. એક પેડ મા કે નામ થીમ મુજબ બાળકોના હાથે સરગવાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણની સુરક્ષાને સ્વચ્છતા આઈસીડીએસના મુખ્ય સેવિકા દ્વારા ગ્રામજનોને સમજ આપી તેમજ ગ્રામજનો દ્વારા શપથ લેવામાં સહ ભાગીદાર બન્યા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM