Trending News
સ્થાનિક સમાચાર

અંજાર શહેરની ટીપી સ્કીમ કોઈપણ સંજોગોમાં લાગુ ન થવા દેવા લેવાયો સંકલ્પ

06 October



આડા દ્વારા પ્રજાને કોઈપણ વિશ્વાસમાં લેવાયો નથી : સોસાયટીના તમામ રહીશોએ આવનારા દિવસોમાં મક્કમ પણે છેલ્લે સુધી અન્યાય વિરુદ્ધ લડી લેવા કટિબદ્ધતા દર્શાવી

અંજાર : અંજાર સત્તા વિકાસ મંડળ દ્વારા શહેરની ટીપી સ્કીમ બાબતે લાંબા સમયથી ખેડૂત સહિત વિવિધ સંસ્થાઓ વિરોધ નોંધાવી રહી છે. આ લડતને એક વર્ષ થવા છતાં તંત્ર તરફથી હજુ કોઈ જ ઉકેલ આવ્યો નથી. આજે ટીપી સ્કીમના વિરોધમાં સોસાયટીના પ્લોટ ધારકો, મકાન માલીકો સહિત આ લડતમાં જોડાઈને લડતના મંડાણ કર્યા છે. મળેલી બેઠકમાં કોઈપણ સંજોગે આ ટીપી સ્કીમ લાગુ ન થવા દેવાનો સંકલ્પ લેવાયો હતો અને આવનારા દિવસોમાં મક્કમ પણે છેલ્લે સુધી અન્યાય વિરુદ્ધ લડી લેવા કટિબદ્ધતા દર્શાવાઈ હતી. 
અંજાર શહેરની માનવ હોટલ ખાતે આડા દ્વારા લાગુ કરવામાં આવેલી ટીપી સંદર્ભે બેઠક મળી હતી. જેમાં ટીપી સ્કીમમાં આવતી તમામ સોસાયટીઓના પ્લોટધારક તેમજ મકાન માલિકો પર આડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જના નામે કરોડો રૂપિયાનું જે લેણું નક્કી કરેલ તેમજ અનેક પ્લોટ ધારકોના પ્લોટો આડાએ રિઝર્વ મુકેલ એના વિરોધમાં સોસાયટીના રહીશોએ લડતના મંડાણ કર્યા હતા. આ લડતને એક વર્ષથી વધુ સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ નિરાકરણ આવ્યું હોય તેવું દેખાતું નથી. 
અંજાર ટીપી સ્કીમ બાબતે એક વર્ષ પહેલા શરૂ થયેલ ખેડૂતોનું આંદોલન હવે અંજારના જન આંદોલન સ્વરૂપે પરિવર્તિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગઈકાલે અંજાર ટીપી સ્કીમમાં આવતી તમામ સોસાયટીઓના પ્લોટધારક તેમજ મકાન માલિકો પર આડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જના નામે કરોડો રૂપિયાનું જે લેણું નક્કી કરેલ છે તે સંદર્ભે બેઠક મળી હતી. આ ઉપરાંત અનેક પ્લોટ ધારકોના પ્લોટો આડાએ રિઝર્વ મુકેલ એના વિરોધમાં સોસાયટીના રહીશોએ જાગૃત થઈ એકીસુરે અંજાર મધ્યે ટીપી સ્કીમ કોઈપણ સંજોગોમાં લાગુ ન કરવા સંકલ્પ લીધો હતો. આ બાબતે સોસાયટીના તમામ રહીશોએ આવનારા દિવસોમાં મક્કમ પણે છેલ્લે સુધી અન્યાય વિરુદ્ધ લડી લેવા કટિબદ્ધતા દર્શાવી હતી. આ લડતમાં આવનારા દિવસોમાં વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો જોડાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. 

 

Comments

COMMENT / REPLY FROM