Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં હાઇડ્રોલિક બ્રેકર્સ કૌભાંડમાં મોટાપાયે ચકચારઃ કોની-કોની  સ્થાનિકે સંડોવણી : એજન્સી કુલડીમાં ગોળ ન ભાંગે તો ઘણું ખુલશે..!

06 October

DRI ની તવાઈ યથાવત : દેશવ્યાપી ર૦૦૦ કરોડના કૌભાંડની આશંકા



ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સીન ટુકડીએ બેંગ્લોર-ગાંધીધામ-અમદાવાદમાં પાડેલા દરોડા બાદની હલચલ : ચીનથી આયાત કરેલા હાઈડ્રોલીક પાર્ટસને મલેશીયાથી આયાત દેખાડી અને અંદાજીત ૧૯ર ટકા ડયુટીચોરી કર્યાની આશંકા : રાજીવ જૈનની ધરપકડ બાદ થઈ રહ્યા છે વધુ ઘટસ્ફોટ


ગાંધીધામમાં શાખા ધરાવતી પેઢી ચેન્નઈ, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, હરીયાણા, સિકંદરાબાદ-દુબઈ સહિતમાં શાખાઓ સાથે ફેલાયેલી હોવાથી મોટુ નેટવર્ક ધરાવી રહી છે : આ કંપનીના દેશભરમાં વિવિધ પોર્ટ પર હાલના તબક્કે આયાત પર બ્રેક લાગી ગયાની ચર્ચા : ધનિષ્ઠ તપાસ બાદ મોટો ખુલાસા થશે

ગાંધીધામઃ કચ્છના બંદરો પર મિસડીકલેરેશન કારો એક પછી એક મોટા પ્રકરણોને અંજામ આપી રહ્યા હોય તેમ ઘટનાઓ સતત સામે આવવા પામી રહી છે. દરમ્યાન જ ચીનથી માલને આયાત કરી અને મલેરીયાનો દેખાડી કરોડોની ડયુટીચોરી કરી હોવાનો એક ગંભીર કેસ દેશવ્યાપી રીતે તપાસ હેઠળ છે અને તેના તાર ગાંધીધામ સુધી પણ જોડાઈ જવા પામ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર  મણિનગરની માનસી ઈક્વિપમેન્ટ અને ગાંધીધામની એક પેઢીમાથી મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત થયા છે. ડીઆરઆઈ દ્વારા મલેશિયાથી આયાત કરવામાં આવેલા હાઇડ્રોલિક બ્રેકર્સ અને પાટ્‌ર્સના કૌભાંડમાં અધધ્યાયનો ખુલાસો થયો છે, જેમાં અંદાજે ૨,૦૦૦ કરોડથી વધુનું ગેરકાયદેસર આયાત કૌભાંડ હોવાનું સંભવિત છે.જૂન ૨૦૨૪માં ૧૯૨% એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી હોવા છતાં કસ્ટમના અધિકારીઓ સાથે મળીને કન્ટેનરો કિલિયર કરવામાં આવ્યા હતા. એના પગલે ડીઆરઆઈએ અમદાવાદ, ગાંધીધામ અને બેંગ્લોરમાં દરોડા પાડ્યા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા.આ કૌભાંડમાં રાજીવ જૈન, માસ્ટર માઈન્ડ અને લાભાર્થી તરીકે ધરપકડમાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેના ઉપર લગભગ ૨૯ કરોડની કસ્ટમ ડ્યૂટીની ચોરીનો આરોપ ઉઠ્યો છે.ગાંધીધામની  મણિનગરની માનસી ઈક્વિપમેન્ટ પરથી મળેલી માહિતી અનુસાર, ડીઆરઆઈએ સમગ્ર દેશના મોટા પોર્ટ પર આયાત રોકી દીધી છે અને વધુ તપાસ ચાલુ છે.અત્યાર સુધીમાં રાજસ્થાન, મુંબઈ, દિલ્હી, તામિલનાડુના ડિસ્ટ્રિબ્યુટરોની ધરપકડની શક્યતા પણ જોવા મળી રહી છે. આ કૌભાંડને લઇને સ્થાનિક વેપારીઓ અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કડક નિયંત્રણ લાવવામાં આવનાર છે. ગાંધીધામમાં આ મુદ્દા પર નોંધાયેલ દરોડા અને જપ્ત દસ્તાવેજો, શહેરના આર્થિક પ્રવાહ અને કસ્ટમ રેગ્યુલેશન માટે મહત્વપૂર્ણ સિગ્નલ માને છે.


................


- તો કચ્છના બંદરો પર કસ્ટમના કાળા ધોળા નો ચોકકસથી થાય પર્દાફાશ

ગાંધીધામ : દેશવ્યાપી દરોડા પાડી અને ડીઆરઆઈ જેવી એજન્સી દ્વારા બેંગ્લોર-અમદાવાદ, ગાંધીધામ જેવા વિસ્તારોમાંથી શંકાસ્પદ દસ્તાવેજો અને ડયુટીચોરીને ઝડપી પાડી હોવાની વાત જો સામે આવતી હોય તો અહી જોવાની વાત એ બને છે કે, કચ્છમાં કાર્યરત કસ્ટમતંત્ર તે વખતે શું કરી રહ્યુ હતુ? કેમ કસ્ટમતંત્રના અધિકારીઓને આ બાબતની ગંધ શુદ્ધા પણ ન આવી? કસ્ટમની મીલીભગત વિના આ રીતે કનટ્રી ઓફ ઓરીજનના કૌભાંડને અંજામ આપી શકાય નહી. ચીફ કસ્ટમ કમિશ્નરશ્રીએ આ બાબતે તપાસ કરાવી જોઈએ. તો ચોકકસથી કચ્છમાં કસ્ટમના કાળા ધોળા કૃત્યો બહાર આવશે.

Comments

COMMENT / REPLY FROM