કંડલા બંદર પર ફરી મહાટ્રાફિક જામ : મીઠાના ડમ્પરો-ખરાબ રોડ રસ્તા- વાહનના બ્રેક ડાઉનથી રોજીંદી સમસ્યા : કોણ લાવશે કાયમી ઉકેલ..!
ટ્રાફિક પોલીસની સદંતર ગેરહાજરી સામે વધતો આક્રોશ
ગત રોજ સાંજથી કંડલા બંદર માર્ગે ભારે ટ્રાફિક જામ : લાંબા લાંબા વાહનોની લાગી કતારો : ડ્રાયવર-વાહનચાલકો ત્રાહીમામ ત્રાહીમામ : આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈના પેટનું નથી હાલતુ પાણી..! : એક નાનુ બ્રેકડાઉન થાય, વ્હીકલ બગડે એટલે કીલોમીટરો સુધીલાંબી લાઈનો વાહનોની લાગીજાય, ઈંધણ, શકિત, સમય બધાયનો થાય છે વેડફાટ
વેસ્ટ ગેટ નં.૧ સુધી ટ્રક-ટ્રેઈલરો-વાહનોની લાગી ગઈ લાંબી કતારો : ગત રોજ સાંજથી લોડેડ ટ્રકો કલાકોસુધી
ઉભી રહી જતા પરીવહન વ્યવસ્થાઓને પણ થઈ રહી છે અસર
પરિવહનકારો અને ડ્રાઈવરો માટે મુશ્કેલીભર્યો દિવસ : સ્થાનિક ઉદ્યોગોએ તાત્કાલિક માર્ગ સુધારણા અને ટ્રાફિક મેનેજમેન્ટની માંગ કરી : ડીપીએ-કંડલાની કંડલાને પણ ધક્કો લાગડતી ટ્રાફિક જામની રૂટીન બનતી સમસ્યાનું નિવારણ તાત્કાલીક લાવવુ જરૂરીૃ
ડીપીએ-કંડલાના ચેરમેનશ્રી લાલઆંખ કરે, પોર્ટની પ્રતિષ્ઠાને પણ હાની પહોચી રહી છે? સતત-અવિરત સર્જાતા ટ્રાફીક જામની ઘટનામાં બેદરકારી દાખવનારા લાગતા વળગતા જવાબાદરોના ચેરમેનશ્રી બરાબરના કાન આમળે.! પોર્ટને નુકસાન થાય છે, તેની પાછળ કોણ બેદરકાર છે?
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીન દયાલપોર્ટ કંડલા માર્ગ પર ઝોન ગોલઈથી આગળ જતા માર્ગ પર મોટો ટ્રાફીક જામ સર્જાવવાની સમસ્યા માથાફાડ-શિરદર્દ સમાન બની રહી છે. છાશવારે આ ટ્રાફીક જામ થતો હોવા છતા તેના કાયમી ઉકેલ માટે કોઈ જ આગળ ન આવતુ હોવાથી સ્થિતી વધુ વણસતી જોવાઈ રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, ગત સાંજથી કંડલા બંદર તરફ જતાં માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વેસ્ટ ગેટ નં. ૧ સુધી ટ્રક અને ટ્રેલર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. લોડેડ ટ્રકો કલાકો સુધી ઉભા રહેતા પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.કંડલા વિસ્તારની માર્ગ વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. રસ્તાઓની દયનીય સ્થિતિ, નિયમિત વાહનબ્રેકડાઉન તેમજ અતિશય ટ્રાફિકના કારણે રોજબરોજ જામની પરિસ્થિતિ સર્જાય છે. કેએસઇઝ (દ્ભછજીઈઢ) ગોલાઈથી કંડલા બંદર સુધીનો માર્ગ હાલ સૌથી વધુ પ્રભાવિત બન્યો છે.ખાસ કરીને મીઠું અને કોલસો જેવા ભારે માલના ટ્રાન્સપોર્ટના કારણે વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરિણામે માર્ગ પર અવારનવાર જામ રહે છે અને વાહનચાલકો તેમજ કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.સ્થાનિક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ માર્ગ સુધારણા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. જો માર્ગ સુધારણા અને ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો ન થાય તો કંડલા બંદરની પ્રતિષ્ઠા પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

Comments