Trending News
સ્થાનિક સમાચાર

અપહરણ અને ખંડણીના ગુંચવાયેલા જાળનો મોટો પર્દાફાશ :  કચ્છ સુધી પહોંચેલા ગુનાહિત નેટવર્કના તાર દિલ્હી સુધી જોડાયા

05 October


આકાશ રાજપૂતનું જોડાણ કચ્છમાં તાજેતરમાં થયેલા એક મોટા અપહરણ અને ૧૦૦ કરોડની ખંડણી કેસ સાથે છે

ગાંધીધામ : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા અપહરણ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત ગુનેગારો આકાશ રાજપૂત અને મહિપાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આકાશ રાજપૂતનું જોડાણ કચ્છમાં તાજેતરમાં થયેલા એક મોટા અપહરણ અને ૧૦૦ કરોડની ખંડણી કેસ સાથે છે.કિરીટસિંહ ઝાલા દ્વારા સંચાલિત આ ગેંગના માધ્યમથી ગુજરાતના કચ્છ વિસ્તારમાં ખંડણી માટે દબાણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આકાશ 
રાજપૂત વિરુદ્ધ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં અપહરણ, ધમકીઓ અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયેલા છે.દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ ગેંગનું નેટવર્ક કેનેડાથી દિલ્હી સુધી ફેલાયેલું છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથેના સીધા સંબંધો ધરાવતી આ ટોળકી રાજધાની અને અન્ય રાજ્યોમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી.પોલીસે નજફગઢ-કાપશેરા માર્ગ પર થયેલા એન્કાઉન્ટરમાં બંને ગુનેગારોને જીવતા પકડી લીધા. તેમની પાસે હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે. હાલ બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.કચ્છ પોલીસ પણ હવે આકાશ રાજપૂતના કચ્છ કનેક્શનની દિશામાં વધુ તપાસ શરૂ કરે તો ઘણું નવું બહાર આ વી  શકે છે. અગાઉ થયેલા ૧૦૦ કરોડની ખંડણી કેસમાં તેની ભૂમિકા અને કિરીટસિંહ ઝાલા ગેંગ સાથેના નાણાકીય વ્યવહારોની પણ તપાસ હાથ ધરાવી જોઈએ. આ સમગ્ર કામગીરીથી સ્પષ્ટ થાય છે કે આંતરરાજ્ય ગુનેગારી નેટવર્ક હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાઈ રહ્યું છે, અને કચ્છ વિસ્તાર પણ હવે આ નેટવર્કની પહોંચમાં આવતો જઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM