Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં બેફામ બનેલા ટ્રેઈલરે આધેડને ઉડાવી  એક્ટિવા પર જતી બે યુવતીને હડફેટે લીધી

05 October



રસ્તો ક્રોસ કરતા કારાઘોઘાના આધેડનું મોત નિપજયું : એક્ટિવા પર જતી એક યુવતીનો પગ કપાયો 


મુંદરા : ઔદ્યોગીક નગરી મુંદરામાં ભારે વાહનો બેફામ બન્યા છે. દરરોજના નાના મોટા અકસ્માતો સામે આવી રહ્યા છે તેવામાં મોટા કપાયાથી પ્રાગપર ચોકડી વચ્ચે ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત થવા સાથે બે યુવતીને ઈજાઓ થઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ટ્રેઈલર નંબર જી.જે.૧ર.સીટી ૧૧૬૩ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા કારાઘોઘાના આધેડ રામસંગજી જટુભા રાઠોડને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. આ આરોપીએ પોતાનું ટ્રેઈલર રોંગ સાઈડમાં ચલાવી આગળ જઈ સામેથી આવતી એક્ટિવાને ટક્કર મારતા ફરિયાદી મુંદરાના ઉદય રાજેશભાઈ જોશીની બહેન દિક્ષીતા અને પાછળ બેઠેલ ભુમીને ઈજાઓ થઈ હતી. જેમાં દિક્ષીતાનો ડાબો પગ ગોઠણથી કાપવાની અને ફ્રેકચરની તથા ચહેરા પર ગંભીર ઈજા અને ભુમીને છોલછાંભની ઈજાઓ થઈહ હતી. બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઔદ્યોગીક શહેરમાં વધતા અકસ્માતો  ચિંતાજનક છે.

Comments

COMMENT / REPLY FROM