અરબોની ડિઝલ દાણચોરી કાંડ : અમિત-ભ્રષ્ટ PI મુંદરામાં અટકેલા ૩૦૦ કન્ટેનરો છોડાવવાની ફિરાકમાં
એમએચઓના નામે જ ડિઝલ આયાત કરેલા થોકબંધ કન્ટેઈનરો એકાદ માસ પહેલાથી અટકેલા પડયા છે, તે વચ્ચે પીપાવાવ અને કંડલામાં પણ આ જ દાણચોર ગેંગનો કરોડોનો મુદામાલ અટકી ગયો,સો પ્રથમ મુંદરામાં અકટેલા કન્ટેઈનરો છોડાવવા અજમાવ્યા પેંતરા : ભારતમાં આયાત ન કરવા પાત્ર જથ્થો પકડાઈ ચુકયો છે, એજન્સી પાસે ૧૦૦ ટકા પુરાવા હોવાથી અમીત આણી ટોળકી આવી છે સાણસામાં
ગાંધીધામ : દેશના મહાબંદરો પેકીનાકંડલા-મુંદરા પાછલા અમુક સમયથી સતત ચર્ચામાં જ રહ્યા છે. અહી આવતી ચીજવસ્તુઓમાં ખાસ કરીને કેમીકલ ઓઈલમાં મિસીકલેરેશનને લઈને પણ ભારે અહેવાલો સામે આવવા પામતા રહે છે. દરમ્યાન જ તાજેતરમાં જ કંડલા બંદર પર પણ એક શીપ એમએચઓના નામે ડિજલ મંગાવાયાની આશંકા સાથે અટકાવી અને તપાસ હાથ ધરવામા આવી હોવાની વાત સામે આવી રહી છે. કુખ્યાત ડિજલચોર અમિત અને તેની ટોળકીનો પુરેપુરો હાથ આ પ્રકરણમાં રહેલો હોવાની વાત વચ્ચે જ કહેવાય છે કે, આ જ ગેગનો આવો જ ડીઝલનોમાલ પીપાવાવ પોર્ટ પર પણ સાત હજાર ટનથી વધુનો અને તેથી પહેલા ર૦૦થી ૩૦૦ જેટલા કન્ટેઈનરો મુંદરા પોર્ટ પર અટકાવી દેવામા આવ્યા છે. દાણચોર ટોળકી અમિત ગેગ દ્વારા મુંદરામાં અટકી પડેલા કન્ટેઈનરોને છોડાવવાના હવાતીયા મારવાનુ શરૂ કર્યુ હોવાની વાત સામે આવી રહી છે.મુંદરા અને કંડલા કસ્ટમના કમિશ્નરશ્રી નીતીન શૈની છે, જેઓ સરકારની તિજોરીને નુકસાન કરનારા આવા તત્વોની સામે સીધેસીધી જ લાલઆંખ કરી રહ્યા હોય તેમ આવા તત્વોના મુંબઈમાં પરવાના જ રદ કરી દીધા છે. મુંદરામાં આ ગેગ દ્વારા મંગાવાયેલ એમએચઓ કહી અને ડીઝલનો જથ્થો હાલમાં ટ્રેડલીંક નામના કેાઈવેરહાઉસમાં ર૦૦થી ૩૦૦ કન્ટેઈનરોનો ખડકયેાલે-સિજ કરાયેલ પડયો છે. જાણકારો કહીરહ્યા છે કે, આ કન્ટેઈનરોમાં મિસડીકલેરેશન છે, અને તેને લઈને કાર્યવાહી કરનારી એજન્સી પાસે મજબુત પુરાવાઓ પણ હાથે લાગી ચૂકયા છે. જો અમિત આણી ટોળકીનો આ માલ અટકી ગયો, તેમાં કેસ દાખલ થઈ ગયો, તો પછી પીપાવાવ અને કંડલામાં જે મસમોટો જથ્થો અટકેલો પડયો છે, તપાસના રડારમાં છે તેના પર પણ ચોકકસથી તવાઈ આવી જાય તેમ છે અને જો આમ થયુ તો ન માત્ર અમિત બલ્કે તેની સાથે સંકળાયેલા કઈકના પગ નીચેથી જમીન સરકી જાય તેટલો મોટો અર્થિક ફટકો તેમને પડી જાય તેવી આશંકાઓ હોવાથી અમિત ટોળકી દ્વારા મુંદરામાં અટકી પડેલાડિજલના કન્ટેનરોને છોડાવવા માટે લીંકો શોધવી, વગ કામે લગાડવી, પેસાનીપ્રસાદીઓ ધરવી સહિતના પ્રયાસો ચાલુ કરી દીધા હોવાની વાત સામે આવી રહી છે. જો કે, મુંદરામાં કમિશ્નર પદે શ્રી શૈની છે એટલે અમિત ગેંગની દાણોચોરી કરેલો મુદામાલ છુટશે તે વાતમાં કોઈ દમ દેખાતો નથી, પરંતુ શ્રિ શૈનીને અંધારામાં રાખી અને ઉલ્ટા ચશ્મા પહેરાવી અને તાબાનો કસટમનો કોઈ અધીકારી સેટીંગ કરી લે અને ખેલ પડી જાય તો કંઈ કહેવાય નહી તેવુ જાણકારો માની રહ્યા છે.
.................
પીપાવાવ-કંડલા નો માલતો રી-એકસપોર્ટ જ થવો જોઈએ :
તો જ ડિઝલ દાણચોર અમિતની ગેગની કમર તુટશે..!
જો ભુલે ચુકે માલ સિઝ કર્યો, તો અમિત ટોળકી જ ફરીથી ઓકશનમાં તેને ખરીદી લેશે, બજારમાં માલ ઠાલવી દેશે અને તગડો દલ્લો પણ કમાઈ લેશે, રીએકસપોર્ટ થશે તો આર્થીક રીતે અમિત ગેગને પ્રાણઘાતક ફટકો જ લાગશે
ગાંધીધમા : સરકારની તિજોરીને નુકસાન પહોચાડી મિસડીકલેરેશન કરી અને પ્યોર ડિજલની ગેરકાયદેસર આયાત થતી હોવાની ઘટનાને સમર્થન આપતા કિસ્સાઓ કંડલામાં અટકેલા જહાજ બાદ ભારે ચર્ચામાં છે. પીપાવાવ-કંડલામાં પણ એક જહાજના સેમ્પલરીપોર્ટ આવી ગયા બાદ બીજા બે જહાજ આ જ માલના અટકેલા હોવાનુ મનાય છે. કહેવાય છે કે, આ મુદામાલમાં ખરેખર કેસ બનતો હોય, તો કેસ કરવો જોઈએ. આ મુદામાલને સીઝ ન કરવો જોઈએ. તેના બદલે ખરેખર તો રી એકસપોર્ટ કરવાનો જ ઓર્ડર કરવો જોઈએ. કેસ દાખલ થાય તો જે-તે આઈઓસી કોડ પર ભવિષ્યમાં આ માલ મંગાવી જ ન શકાય અને બીજુ કે, રી એકસપોર્ટ થાય તો આ માલ પરત કયો દેશ લે છે, તેની પણ લીંક બહાર આવવા પામી જાય અને પરત જે દેશમાં જયા ત્યાં તો પાણીના ભાવે વેચાય, જે ભાવો છે તે તો ભારતમાં જ અહી જ આ વસ્તુના વધારે છે. આ ઉપરાંત જહાજનો જે ઓનર હોય તે પણ અમિત જેવી ડિજલચોર ટોળકીથી ડેમરેજીસ સહીતના ભાવોની પણ તગડી વસુલાત કરે. આમ થાય તો જ અમિત જેવા ડિજલચોર ટોળકીનીકમર તુટવા પામે. જો ભુલે ચુકે માલ સિજ કર્યો તો બે-ચાર માસમાં જ કસ્ટમ તેનુ ઓકશન કરે તો અમિત ગેંગ જ તેમા રીંગ ગોઠવ અને ફરીથી આ માલ લઈ અને બજારમાં ઠાલવી મોટો બેનામી દલ્લો કમાઈ શકે તેમ છે.

Comments