કંડલા-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત : ૫ના કરુણ મોત
ગાંધીધામ : મોટી પીપળી નજીક પરોઢે બનેલ અકસ્માતમાં ૫ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે ૭ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળે છે. આ અકસ્માતમાં ૫ વાહનો
પરસ્પર અથડાયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ભારે હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમો ઘટના સ્થળે દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને તાત્કાલિક રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકોની ઓળખ માટે પ્રક્રિયા ચાલુ છે.

Comments