કોટડા(ચકાર) અને રોહા નજીક લાંબા સમયથી ચાલતી જુગાર કલબ ઉપર એસએમસીનો દરોડો
પશ્ચિમ કચ્છ પોલીસનો ફરી નાક કપાયો
જુગારમાં સાત આરોપી પ૩ લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયા : નાલ ઉઘરાવનાર સહિત પાંચ આરોપી ફરાર : કોટડા ચકાર નજીક બહારથી ખેલીઓ બોલાવી રમાતી જુગાર પર પોલીસનો દરોડો
પ૩.૩૧ લાખના મુદામાલ સાથે ૭ પકડાયા, પ ફરાર : ૪ લાખ ૬૩ હજાર રોકડ પોલીસે કર્યા કબ્જે : ગાંધીધામ, મુંદરા, ભુજ તાલુકામાંથી ખેલીઓ આવતા હતા રમવા : દરેક જુગારી બે લાખથી વધુ રૂપીયા લઈ આવતો હોવાની ચર્ચા લાંબા સમયથી થતી હતી ત્યારે ગઈ કાલે પડેલી રેડમાં ૩૦થી વધુ જુગારીઓ મોટી રકમ સાથે હોવાની પોલીસ બેડામાં ચર્ચાએ ગરમી પકડી
ભુજ : ભુજ તાલુકાના કોટડા - ચકાર અને રોહા નજીક લાંબા સમયથી ચાલતી જુગાર ઉપર એસએમસીના દરોડાથી પશ્ચિમ કચ્છ પોલીસનો ફરી નાક કપાયો હોય તેવું ચિત્ર ફરી સપાટી ઉપર આવ્યો છે. ગઈ કાલે પડેલા દરોડામાં પોલીસના મોટા કાફલાને જોઈ કેટલાક જુગારીઓ નાશવામાં સફળ રહ્યા હતા. એસએમસીના વડા શ્રી નિર્લિપ્ત રાયના માર્ગ દર્શન હેઠળ ફરી કચ્છમાં દરોડાથી હડકપ મચી ગયો છે. આ લખાય ત્યારે ગઈ કાલની પડેલા દરોડાની હજુ સુધી કાર્યવાહી ચાલુ હોઈ વધુ વિગતો મળી શકી ન હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોટડા - ચકાર અને રોહા નજીક જુદા જુદા ગામો તેમજ શહેરમાંથી ખેલીઓ બોલાવી રમાતી જુગાર પર પોલીસ દરોડો પાડ્યો હતા. જે દરોડામાં ૪ લાખ ૬૩ હજાર રોકડ સહિત પ૩.૩૧ લાખના મુદામાલ સાથે ૭ આરોપીઓ પકડાયા હતા. જયારે પ આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસમાં નોધાયેલી વિગતો મુજબ ગુલાબસિંહ ખેતુભા જાડેજા (રહે. મોટા રેહા તા. ભુજ), પપ્પુ જાડેજા (રહે. રેહા તા. ભુજ), ડાયાલાલ ગોંવિદભાઈ મહેશ્વરી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હતા. આ અંગે મળતી વિગતો મુજબ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે પૈસા ઘોડા પાસા, ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હતા, ત્યારે મોટા રૈયાના ગુલાબસિંહ ખેતુભા જાડેજા, ચકારના પપ્પુ જાડેજા, રાપરના મહેશભાઈ ઉર્ફે મેસો જીવણ કોલી, રાણપુરના ભરતભાઈ આલ, મોટા રેહાના પ્રકાશસિંહ પ્રભુભા જાડેજા અને અશ્વિનભાઈ શાહ ઉર્ફે શાહભાઈના નામ બહાર આવ્યા છે. જેમાં અમુક જણ ભાગવામાં સફળ રહ્યા હતા. આરોપીઓ ટોળકી બનાવીને જુગારના દાવ પર નાણાં વડે જુગાર રમતા હતા. આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા તળે ગુનો નોંધ્યો હતો. તો ભુજપુરના કાથુભા જાડેજા, જાંબુડીના અકબર, ભુજના રઘુવંશી ચોકડી હાઉસીંગ સોસાયટીમાં રહેતા દિક્ષ સુરેશ ઠક્કર, વાડી ફળિયું રૈયા મોટાના ભરતસિંહ ઉર્ફે અલુ રણુભા ભાગી જવામાં સફળ રહ્યા હતા. ૧ર આરોપીઓ ટોળકી બનાવીને જુગાર રમતા હતા, ત્યારે રેઈડમાં ૪,૬૩,૭૪૦ રોકડા, ૮પ હજારના ૧૪ મોબાઈલ, ૪૭,૮૦,૦૦૦ના ૧૪ વાહનો જેમાં ૮ ફોર વ્હીલર અને ૬ ટૂ-વ્હીલર વાહનો સ્થળ મળી આવ્યા હતા. ૧૦૦ રૂપિયાનો સ્ટીલનો ડબ્બો, ૩૦૦નો એલઈડી લેમ્પ, ૧ હજારની બેટરી, ધાણીપાસાની ર૧ જોડી, બેગો, હિસાબ કિતાબની નોટબુ અને પેન સહિત પ૩,૩૧,૧૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ લખાય છે ત્યારે પેાલીસ કાર્યવાહી ચાલુ હોઈ વધુ વિગતો જાણી શકાઈ નથી.
.................
મનીષ-હનીફની જુગાર કલબમાં કરોડો રૂપીયા હાર-જીતની ચર્ચા
ભુજ : ભુજ શહેર નજીક સેડાતા તો નજીક જંગલોમાં લઈ જવાતી ખેલૈયાઓને લઈ જતી જુગાર કલબો ઉપર એસએમસીના દરોડા બાદ ભુજ તાલુકામાં રમાતી મોટી જુગાર કલબો ચર્ચામાં આવી છે. માનકુવા થી સેડાતા સીમમાં મનીષ, અબ્બાસ અને હનીફની મોટી જુગાર કલબ લાંબા સમયથી ચાલી રહી છે. સ્થાનિક એલસીબી સહિત સ્થાનિક પોલીસને ધ્યાને નહી હોય તેવું બની ન શકે પરંતુ હાલમાં દારૂના મોટા દરોડા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ જુગાર દરોડા ચર્ચાના કેન્દ્ર બન્યા છે.

Comments