Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ અને મહેસાણા મ્યુનિસિપલ  કોર્પોરેશનોની મર્યાદા વધારાઈ

04 October



યુડીડીએ નવનિર્મિત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર પદનું અનામત પણ નક્કી કર્યું : સત્તાવાર ઘોષણા બાકી

ગાંધીનગરઃ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૬ માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવનિર્મિત ગાંધીધામ અને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનોની મર્યાદા વધારવા માટે સૂચનાઓ જારી કરી છે. એક અલગ સૂચનામાં યુડીડીએ નવનિર્મિત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર પદનું અનામત પણ નક્કી કર્યું છે, પણ સત્તાવાર ઘોષણા બાકી છે. ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રાજય સરકારે વેલી મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસન હેઠળ આવશે. જયારે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તાવડિયા, ડેલા, ઉચરપી, વિરમપુરા, દેત્રોજપુરા, રામપુરા, કુકાસ, રૂપાલ (કુકાસ), હેબુવા, શોભાસણ અને લખવડ ગામના તમામ મહેસૂલ સર્વે નંબરોનો સમાવેશ કર્યો છે. આ વિસ્તારો હવે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્રમાં આવશે.  દરમિયાન યુડીડીના સૂત્રોએ જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં, રાજ્ય સરકાર નજીકના ગામોને અન્ય સાત નવી બનાવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભેળવવા માટે સમાન પ્રક્રિયા હાથ ધરે તેવી શક્યતા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર સહિત જૂની મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે પણ આવી જ પ્રક્રિયાની અપેક્ષા છે.”

Comments

COMMENT / REPLY FROM