લખપત તા.વિ.અ. પદે નખશીખ કચ્છી વસંતભાઈ ચંદે નિમાયા
મુંદરા - ગાંધીધામના ટીડીઓ રહી ચુકેલા ચંદે નખત્રાણા, ભુજ, ભચાઉમાં પણ નેત્ર દિપક કામગીરી કરી છે
નખત્રાણા : છેવાડાના લખપત તાલુકા પંચાયત ટીડીઓ પદે નખશીખ કચ્છી ડુમરાના વતની વસંતભાઈ ચંદેએ આજે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. યુવા અને ઉર્જાવાન ચંદે અગાઉ મુંદરા અને ગાંધીધામના ટીડીઓ તરીકે રહીને નેત્ર દિપક કામગીરી કરી હતી, તેઓએ ટીડીઓ તરીકે ભચાઉ, ભુજ અને નખત્રાણામાં ફરજ બજાવી ચુકયા છે. કચ્છઉદયને આપેલી એક મુલાકાતમાં વસંતભાઈ ચંદેએ કહ્યું કે, સરહદી લખપત તાલુકાના છેવાડાના લોકો અને ગામ સુધી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ મળે તે મારૂ પ્રથમ કાર્ય હશે. આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી સહિતની કામગીરી ઉપરાંત વેરા- વસૂલાત, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા બાંધકામ ક્ષેત્રના કામોને વેગ મળે તે માટે તેઓ સતત સક્રિય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લખપત મામલતદાર પદે વડવા (કાંયા)ના વતની નવનીચંદ્ર મારૂ ફરજ બજાવે છે, ત્યારે તાલુકા વિકાસ અધિકારી પદે પણ નખશીખ કચ્છી અધિકારી વસંતભાઈ ચંદેને ટીડીઓ પદે આરૂઢ થયા છે.

Comments