Trending News
સ્થાનિક સમાચાર

નવીનાળની કંપનીમાંથી ૭.રર લાખનો સામાન ચોરાયો 

04 October



પાવર હાઉસનું ટાવર બનાવવા માટે મેદાનમાં સ્ટ્રકચર રખાયો હતો અને રાતોરાત ઉપડી ગયો 

ભુજ : મુંદરા તાલુકાના નવીનાળમાં પાવર હાઉસનું ટાવર બનાવવા માટે રાખેલ ૭.રર લાખનો સામાન ચોરાઈ જવા પામ્યો હતો. નવીનાળમાં એમ.પી.એસ.ઈ.ઝેડ યુટીલીટી લિમીટેડમાં આવેલ અક્ષર ઈલેક ઈન્ફ્રા પ્રા.લિ. કંપનીના બાઉન્ડ્રીમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી આ બનાવ બન્યો હતો. ફરિયાદી અક્ષર ઈલેકટ્રીક ઈન્ફ્રાના જસવંતસિંહ પરવંતસિંહ પટેલના જણાવ્યા પ્રમાણે પાવર હાઉસનું ટાવર બનાવવા માટે મેદાનમાં સામાન રાખવામાં આવ્યો હતો. ગેલવેનાઈઝ સ્ટીલ સ્ટ્રકચરના પ૦ રોડ અંદાજે વજન દોઢ ટન કિ.રૂા. ૩,૬૩,૩૯૦ તથા ર૦ જીઆઈ પ્લેટ અને ૬પ ઈગલ, ૪૦ ચેનલ વગેરે મળી કુલ સાડા ચાર ટન સામાન કિ.રૂા. ૭,રર,૭ર૭ની ચોરી કરવામાં આવી હતી, જેથી મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM