ભાજપ રાષ્ટ્રીય પરિષદની જાહેરાત : ટીમ નરેન્દ્રભાઈમાં કચ્છમાંથી વિનોદ ચાવડા-વાસણભાઈ આહીરને સ્થાન
વાસણભાઈ-વિનોદભાઈનો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતીમાં સમાવેશ થવા બદલ ઠેર-ઠેરથી થતી અભિનંદન વર્ષા
ગાંધીધામ : વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્યોની જાહેરાત ભુપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવી છે. આ મામલે મળતા સમાચાર અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહ્રેરાત કરવામાં આવી છે, જેમાં ૩૯ વરિષ્ઠ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાથી શ્રી વિનોદભાઈ એલ ચાવડા અને શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહ્રિરને ટીમ મોદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.શ્રી વિનોદભાઈ ચાવડા હ્રાલ કચ્છના સંસદ સભ્ય છે અને ભાજપ ગ્ુાજરાત પ્રદેશના મહ્રામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ વિવિધ મોરચાઓમાં જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને સંગઠનના કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
શ્રી વાસણભાઈ આહ્રિર એક વરિષ્ઠ નેતા છે, પૂર્વ રાજ્ય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રહ્રી ચૂક્યા છે. તેઓ આહ્રિર સમાજમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રીય પરિષદમાં સ્થાન પામ્યા છે. હ્રાલ તેઓ પ્રદેશ સ્તરના વિવિધ સંગઠનોમાં આહીર સમાજ-વિધુત કામદાર સંગઠન, ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં મહ્રત્વપૂર્ણ
નેતૃત્વ આપી રહ્યા છે. આ બંને લોકનેતાઓને મળેલાા સ્થાન માટે કચ્છ સહ્રિત સમગ્ર પ્રદેશમાંથી અભિનંદન વર્ષા થઈ રહ્રી છે. શ્રી ભુપેન્દ્ર યાદવે આ ૩૯ નામોની જાહ્રેરાત કરી છે. જાહેર કરાયેલી સુચીમાં અમિત શાહ, સી આર પાટીલ, ભુપેન્દ્રભાઈ પટેલ, વજુભાઈ વાળા, રાજેન્દ્રભાઈ રાણા, પુરૂષોત્તમભાઈ રૂપાલા, આર સી ફળદુ, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતીનભાઈ પટેલ, મનસુખભાઈ માંડવીયા, નીમુબેન, વિનોદભાઈ ચાવડા, દીલીપભાઈ સંઘાણી, રામસિંહજી રાઠવા, જયસિંહ ચૌહાણ, જશવંતસિંહજી રાઠોડ, રજનીભાઈ પટેલ,
જગદીશભાઈ પટેલ, શંભુપ્રસાદજી, કનુભાઈ દેસાઈ, ગણપતભાઈ વસાવા, હસમુખભાઈ પટેલ, દીનેશભાઈ અનવાડીયા, વાસણભાઈ આહીર, દીલીપભાઈ ઠાકોર, માયાબેન કોડનાની, અમીબેન પારેખ, રંજનબેન ભટ્ટ, દર્શનાબેન જરદોશ, રતનસીંહ રાઠોડ, ડો. કિરિટભાઈ સોલંકી, વેલજીભાઈ વાસાણી, બાબુભાઈ બોખરીયા, પ્રકાશભાઈ સોની, અંબાલાલ, દિલીપભાઈ પટેલ સહિતનાઓનો સમાવેશ થવા પામી રહ્યો છે.

Comments