કંપનીની હિંમતને શાબાશ છે, નહી તો આ તેલચોર ભરત તો કઈક વખત કરોડોના આચરી ચૂકયો છે તેલચોરીના કૌભાડો.!
એસપીશ્રી લાલઆંખ કરે : ભરતની સામે ગુજસીટોક જ દાખલ કરાવે
ભરતના ચોરાઉ તેલનો માલ ખરીદી અને વેપલો કરનાર ગાંધીધામનો કનૈયો કેમ હજુ ફરે છે આબાદ? તેની સામે કેમ કાર્યવાહી નહી? : આ ભરતના મોબાઈલના કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરો તો ઘણુ બધુ બહાર આવશે : અંજાર-ભચાઉ વિસ્તારના ખાખીધારીઓ કોણ કોણ ભરત સાથે સંકળાયેલા છે? તેના નામો પણ આવશે બહાર?
ગાંધીધામ : દેશના મહાબંદરે પૈકીના કંડલા-મુંદરા બંદર અહી સક્રીય છે. અહી આવતી ચીજવસ્તુઓમાંથી કે તેની હેરફેર દરમ્યાન અમુક ટોળકીઓ દ્વારા તેમાથી આયોજનબદ્ધ રીતે જ ષડયંત્રો રચી અને ખુલ્લેઆમ તસ્કરીઓ કરવામા આવતી હોય છે. ખાસ કરીને કંડલા બંદરમાં મોટી માત્રામાં કેમીકલોની આયાત-નિકાસ થઈ રહી છે અને તે કેમીકલ-ઓઈલ-તેલની પણ ખુબ મોટા પાયે ચોરી કરતી ગેગ પણ અહી સક્રીયબનેલી છે. તેમાં ભરત આણી ગેગના નામો અનેકવખત આ પ્રકારની તસ્કરીઓમાં ચકચારી રહી ચુકયા છે પરંતુ તેની સામે કોઈ મોટી ધાક બેસાડતી કાર્યવાહી હજુ સુધી થવા પામી હોય તેવુ જણાતુ નથી.
છાડવારાનો આ ભરત લાંબા ટાઈમથી તેલચોરી સહિતની બેનામી પ્રવૃતીઓને બેખોફીથી ધમધમાવી રહ્યો છે દરમ્યાન જ હવે આ ભરતનું પ્રકરણ ખુલીને ન માત્ર સામે આવી ગયુ છે બલ્કે લાંબા સમયથી કસમકશ બાદ ભરતની ધરપકડ પણ કરી લેવામા આવી છે. ર૦ લાખનુ તેલ ભરત ટોળકીએ સગેવગે કરી દીધુ હોવાની ફરીયાદ કંપનીએ કરતા મામલો આખોય બહાર આવ્યો છે. એટલે હકીકતમાં તો અહી જે કંપનીએ ફરીયાદ કરી છે તેની હિમંત અને પહેલને શાબાશી જ આપવી ઘટે. આ કંપનીએ ફરીયાદ કરી છે ત્યારે જ ભરતને પકડવામા આવ્યો હોવાનુ દેખાય છે નહી તો આ ભરત અને તેના માણસો તેલચોરીમાં ચકચારી તો અનેકવખત રહી ચૂકયા છે પરંતુ ભરતનો કોઈ વાળ પણ વાંકો કરી શકતા જ ન હતા. હવે જયારે ભરત પકડાઈ ગયો છે ત્યારે કડકાઈથી તેની પુછતાછ કરી અને અત્યા રસુધીમાં તેના દ્વારા આવા કેટકેટલા કાવતરાઓને અંજામ અપાયો છે, તેની ગેગમા કોની કોની સંડોવણી છે? કઈ કઈ હોટલોમાં આવા કૃત્યોને તે અંજામ આપતો રહ્યો છે, આ ભરતને છાવરનારાઓમાં કોણ કોણ છે? તે સહીતની વિગતો કાઢવી જોઈએ. દેશની તિજોરીને આયોજનબદ્ધ રીતે જ નુકસાન પહોચાડી રહેલ આ ભરત આણી ટોળકીના પ્રકરણમા પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ખુદ જ ગંભીરતાથી ઉંડા ઉતરે અને ભરતની સામે ગુજસીટોક જેવા ગંભીર કલમોનો ઉમેરો કરાવે, ગુનો દાખલ કરાવે, તે સમયની માંગ બની રહી છે. આયોજનબદ્ધ રીતે આર્થીક મોટા ગુનાને જો અંજામ અપાતો હોય તો ગુજસીટોક તળે ગુનો દાખલ થઈ શકે છે,, ભરત ટોળકી લાંબા સમયથી આ રીતે આયોજનબદ્ધ રીતે કારસો રચી અને તેલચોરીની ઘટનાને અંજામ આપી દેશની તિજોરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યો છે.
.....................
આ ભરતના અડ્ડાઓ પર સીઆઈડી-એસએમસી જેવી એજન્સીઓ પણ ત્રાટકી ચૂકી છેે! છતા પણ બેફામ છે.!
વરસાણા પાસે અગાઉ ૧ કરોડનો મુદામાલ આ ભરતનો પકડાયો હતો, જેમાં ૮૦ લાખની થઈ ગઈ હતી તોડ : ૩ દીવસમાં ત્રણ અલગ અલગ પોલીસવાળાઓએ રેઈડ પાડી હતી પણ પગલા કોઈ ન લેવાયા : આંગડીયા વાટે આ હપ્તાની ૮૦ લાખની રકમોની કરાઈ હતી ચુકવણી
ગાંધીધામ : આ ભરત નામનો તેલચોર એટલો કુખ્યાત છે કે, તેના પર અગાઉ સીઆઈડી ક્રાઈમ-ગુજરાતની ટુકડી, ડીજી સ્કવોર્ડ, વિજિલન્સ એસએમસી જેવી ટીમો તેના વરસાણા સહિતના અડ્ડાઓ પર ત્રાટકી ચુકી છે પરંતુ ભરત તેલચોરીમાં કયાંય અટકયો નથી અને બેફામ બની અને આ બેનામી ધંધાને ધમધમાવી રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, આ ભરતના અલગ અલગ જગ્યાએ તેના તેલના પોઈન્ડ અડાઓ ધમધમાવી રહ્યો છે. વરસાણા, ચીરઈ, નંદગામ, જીઆઈડીસી ગાંધીધામ, જીઆઈડીસી મીઠીરોહર સહિતના વિસ્તારોમાં પણ બેફામ ચાલી રહ્યા હોવાનુ મનાય છે. આ ભરત એટલો ફાટીને ફુલેકે ગયો છે કે તે અમુક પત્રકારોને પણ ધાક ધમકી અને માર મારતા અટકાતો નથી.
....................
ભચાઉની હોટલ પર તેલચોરીમાં છાડવારાના સરપંચના પુત્રની અટકાયત
ભચાઉ : શહેરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ વિરાત્ર હોટલ પાસે ડ્રાઈવરોને ફોડની ર૦ લાખનું સિંગતેલ સગેવગે કરી દેવામાં આવ્યું હતું. જે તેલચોરીમાં પોલીસે બે ડ્રાઈવરોની અટક કરી હતી, જેઓની પુછપરછમાં ભચાઉ તાલુકાના છાડવારા ગામના સરપંચના પુત્રનું નામ બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ભચાઉ પોલીસમાંથી મળેલી વિગતો મુજબનેશનલ હાઈવે પર આવેલી વિરાત્રા હોટલ પાસે તેલચોરીનો બનાવો બન્યો હતો. જેમાં બે વાહનોમાં ગોડલથી સીંગતેલનો જથ્થો ભરીને કંડલા આવતો હતો, જે ચાઈના મોકલવાનો હતો. ત્યારે હોટલ પર ડ્રાઈવરોને ફોડીને તેમની પાસેથી ર૦ લાખના સીગતેલના જથ્થાને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે જે પ્રકરણમાં બે ડ્રાઈવરોને ધરપકડ કરીને કૌભાંડ બહાર આવ્યું હતું. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ભચાઉ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પ્રકરણમાં ડ્રાઈવરોની પુછપરછમાં છાડવારના મહિલા સરપંચના પુત્ર ભરત કરશન જરૂ (રહે નંદગામ)નું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે ભરતની ધરપકડ કરી લીધી હતી.

Comments