Trending News
સ્થાનિક સમાચાર

ના.સરોવરમાં દાદાનું બુલડોઝર ફરે તે પહેલા સ્વૈચ્છાએ ૮૪ દબાણો દૂર થયા 

04 October

કિંમતી જમીન ખુલ્લી થતા હવે યાત્રાધામ વિકાસને વેગ મળશે 



વહીવટી તંત્ર દ્વારા કાચા-પાકા ૮૪ દબાણો દૂર થયા : આજે પણ કાર્યવાહી ચાલુ : દબાણકારોએ વહીવટી તંત્રને સહયોગ આપી દબાણ સ્વૈચ્છાએ દૂર કર્યા


નખત્રાણા : તીર્થધામ ના.સરોવર-કોટેશ્વરના ગેરકાયદેસર ૮૪ જેટલા નાના-મોટા કાચા-પાકા દબાણોને વહીવટી તંત્રે આખરી નોટિસ આપ્યા બાદ ગઈકાલથી લઈ આજ સવાર સુધી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવ, પ્રાંત ઉત્કર્ષ ઉજવલની કડક સૂચનાથી ટીડીઓ વસંતભાઈ ચંદે, મામલતદાર નવિનચંદ્ર મારૂ સહિતની ટીમ છેલ્લા બે દિવસથી ના.સરોવરમાં ધામા નાખ્યા છે અને ૮૪ જેટલા દબાણ દૂર થયા છે. સાથે કરોડોની સરકારી કિંમતી જમીન ખુલ્લી થઈ છે. ‘કચ્છ ઉદય’ સાથે વાતચીત કરતા ટીડીઓ વસંત ચંદે કહ્યું કે, દબાણકર્તાએ સ્વૈચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા છે. બાકીની કાચી-પાકી દીવાલો તોડવાનું કાર્ય આજે ચાલુ છે. દબાણ કર્તાઓ વહીવટી તંત્રને સાંજે સહકાર આપીને સ્વૈચ્છાએ દબાણો ખસેડી લીધા છે. દબાણ હટાવ ઝુંબેશમાં સરપંચ, ગ્રા.પં. ટીમ તથા તલાટી ગાભાજી ઠાકોર જોડાયા હતા. બીજી તરફ સકારશ્રી દ્વારા ના.સરોવર અને કોટેશ્વર તીર્થધામના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ એક્સો કરોડ બાવીસ લાખની માતબર ગ્રાન્ટ ફાળવી છે. જેમાં ના.સરોવર પવિત્ર સરોવર ભગવાન વિષ્ણુની પ્રતિમા મંદિરનો જીણોદ્ધાર સંસ્કૃતિ પરંપરા મુજબના કામો હાથ ધરવા માટે હવે જમીન ખુલ્લી થતા મોકળો માર્ગ મળ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM