શીકરાની જમીન બારોબાર પપ.૩૦ લાખમાં વેચાઈ
સાંતાક્રુઝના બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
ભચાઉ : વાગડ વિસ્તારમાં અવારનવાર જમીનના બોગસ સોદા સામે આવે છે ત્યારે ભચાઉ તાલુકાના શીકરા ગામની જમીન બારોબાર પપ.૩૦ લાખમાં વેચી દેવામાં આવતા ફરિયાદ થઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ બોરીવલીમાં રહેતા નવીનભાઈ કેશવજીભાઈ નીશરે જણાવ્યું કે, શીકરા ગામની સર્વે નંબર ૩૭૧ વાળી જમીનના ત્રીસ વારસદારો પૈકી આરોપીઓ દિનેશ વાઘજી કારીયા અને અરવિંદ મુળજી કારીયા રહે. મુળ શીકરા હાલે સાંતાક્રુઝ એ ગુનાહીત કાવતરૂં રચી ફરિયાદીના પરિવારના ર૮ વારસદારોના ખોટા હકકના સોગંદનામા ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીની જાણ બહાર આ જમીન પપ.૩૦ લાખમાં વેચી નાખવામાં આવી હતી. જેથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ
ધરી છે.

Comments