DSO શ્રી હાશ્મીનો સપાટો : ભચાઉના વોંધ પાસે શંકાસ્પદ ડિઝલનો ર૩ લાખનો જથ્થો ઝડપાયો
કચ્છઉદયના અહેવાલને સમર્થન : કલેકટરશ્રી પટેલની સતર્કતા સરાહનીય
૩પહજાર કીલોથી વધુનો જથ્થો જેની અંદાજીત કિમંત ર૩ લાખ થાય છે, તે જથ્થો ઝડપાયો, વાહન પણ કરાયું સિઝ, આગળની તપાસ થઈ તેજ
બાતમીના આધારે કાર્યવાહી કરેલી છે, સેમ્પલો પૃથકરણ માટે મોકલેલા છે, જેનો અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે : શ્રી હાશ્મી(જીલ્લા પુરવઠા અધિકારી)
ડીએસઓશ્રી હવે તપાસ કરે કે આ ટેન્કરમાં શંકાસ્પદ ડિઝલનો જથ્થો આવ્યો કયાંથી? કોના કહેવાથી આ જથ્થો ભરાયો હતો? કયાંથી ભરી આપવામા આવ્યો હતો? કયાં લઈ જવામા આવ્યો હતો? આ ટેન્કરે આવા શંકાસપદ ડિઝલના કેટલા ફેરા મારી લીધા છે? તેની પાછળના મુળ ટ્રાન્સપોર્ટર અથવા તો આ જથ્થાનો મોટો સંગ્રહ કયાં થાય છે તે સ્થળો સુધી દરોડાની કાર્યવાહી કરવી જોઈએ
ગાંધીધામ : માઈક્રો હાઈડ્રા કાર્બન બતાવી અને તેની આડમાં ડિજલની આયાત કરી અને પૂર્વ કચ્છમાં તેના વેપલાનુ એક મોટું નેટવર્ક ભ્રષ્ટ સિન્ડીકેટ મારફતે રચાઈ જવા પામ્યુ હોવાના અહેવાલો કચ્છઉદય દ્વારા પાછલા સપ્તાહથી ઉજાગર કરવામા આવી રહ્યા છે. તોતજેરમાં ભચાઉ વોંધ પાસેથી જિલ્લા પુરવઠા વિભાગની ટીમે શંકાસ્પદ ડિઝલના જથ્થા સાથે જ પકડી પાડવામા આવતા આ અહેવાલોને સમર્થન મળવા પામી રહયુ છે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.
કચ્છ કલેકટરશ્રી આનંદ પટેલની સીધી જ સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હાશ્મીની ટીમ દ્વારા ભચાઉના વોધ વિસ્તારમાથી એક ટેન્કર તથા ૩પ૦૦૦ કેજી જેટલો જથ્થો જેની કિમંત ર૩ લાખથી વધુની થવા પામી રહી છે તે અને વાહનનની મળીને અંદાજીત ૩૪ લાખનો માલ સિજ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. ડિજલ જેવો જથ્થો જણાઈ આવતા તેને સિઝ કરાયુ છે તેના સેમપલો પૃથકરણ માટે લેબમાં મોકલી આપવામા આવ્યા છે. જે આવેથી તપાસ વધુ આગળ ધપશે અને કઈક નવા ખુલાસાઓ પણ થવા પામી શકે તેમ છે.બીજીતરફ આ બાબતે જીલ્લા પુરવઠા અધિકારીશ્રી હાશ્મીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, પૂર્વ્ બાતમીના આધારે તપાસ કરાઈ હતી અને ભચાઉના વોંઘ પાસેથી એક વાહનમાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે. તેના સેમ્પલ પૃથકરણ માટે મોકલી આપ્યા છે જે આવેથી તે અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ શ્રી હાશ્મીએ જણાવ્યુ હતુ. જિલ્લા કલકેટરશ્રી અને તેમના માર્ગદૃશન હેઠળ ડીએસઓશ્રીએ પૂર્વ કચ્છમાં કરેલી આ કાર્યવાહીથી ડિજલનો બેનામી ધંધો કરનારાઓમાં આંતરીક રીતે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
.............
DSO શ્રી જ આ પોઈન્ટ પર ત્રાટકે : પોલીસની આંખે
તો ભ્રષ્ટ પાટ્ટા જ બાંધેલા છે, તેમનાથી તવાઈ નહી થાય!
બની બેઠલ ભ્રષ્ટ પીઆઈની ડીઝલની દાણચોરીના વરસાણામાં ચાલે છે પોઈન્ટ, અંજાર પટ્ટામાં ખેડોઈમાં પણ ધમધમે છે પોઈન્ટ, મુંદરા બાજુ ઝરપરા રોડ પર આ પીઆઈનો ડિઝલનો અડ્ડો છે બેફામ
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અમિત અને બનીબેઠેલ ભ્રષ્ટ પીઆઈની મોટી સિન્ડીકેટ ડિજલની દાણચોરીમાં એકટિવ હોવાનુ મનાય છે. કહેવાય છે કે બની બેઠલ ભ્રષ્ટ પીઆઈના તો અલગ અલગ જગ્યાએ ડીઝલના અડ્ડાઓ પોઈન્ટ ધમધમી રહ્યા છે. જે રીતે વોંધમાથી ડીએસઓશ્રીએ પકડયુ છે તે જ રીતે અન્યત્ર પણ તેમને જ કાર્યવાહી કરવી પડશે, પોલીસની આંખે તો પાટ્ટા બંધાયેલા છે, તેમને તો કઈ દેખાતુ જ નથી, નહી તો જે રીતે ડીએસઓ કાર્યવાહી કરી રહ્યા છે તે જ રીતે પોલીસની પણ જવાબાદરી બની રહી છે? આ ભ્રષ્ટ પીઆઈના વરસાણામાં વિશાળ ખેતરમાં રપ હજાર કીલ્લોથી વધારેના સંગ્રહ શેડ બનાવી સંગ્રહ કરેલો પડયો છે, આ ઉપરાંત અંજારના ખેડોઈ પટ્ટામાં વાડીમાં પણ સંગ્રહ કરવમા અવ્યો છે એટલુ માત્ર જ નહી મુંદરાના ઝરપરા રોડ પર પણ આ ભ્રષ્ટ પીઆઈએ સ્થાનિકના કોઈથી ભાગબટાઈ કરી અને ડીઝલનોતગડો જથ્થો સગ્રહ કર્યો હોવાનુ ચર્ચાય છે. આ બધી જગ્યાએ વોચ રાખી અને ડીએસઓશ્રીએ જ ત્રાટકવુ પડશે.

Comments