દિવાળી તહેવારો દરમિયાન ભુજ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાશે
આખી બસનું ગ્રુપ બૂકીંગ કરાવનારાઓને ઘરના આંગણેથી સગવડતા આપવામાં આવશે
ભુજ : આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના નાગરિકોને દિવાળીના તહેવારોની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તેમજ પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા પોતાના તાબા હેઠળના ડેપોથી જુદા જુદા શહેરો પંચમહાલ, ગોધરા, સાબરકાંઠ તેમજ બનાસકાંઠાને જોડતી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવનાર છે તેમજ નિયમિત સંચાલનની અલગ અલગ જિલ્લાઓને જોડતી લાંબા અંતરની બસો થકી જિલ્લાના તેમજ બહારથી વસવાટ કરતા મુસાફરોને વધુ બસ સેવાનો લાભ મળી રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને ખાસ કરીને દિવાળીના તહેવારોમાં જિલ્લાના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસટી ભુજ વિભાગ દ્વારા તા. ૧૬ થી તા. ૧૯ ઓક્ટોબર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ સ્ટેશન ઉપરાંત એસટી દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, જીએસઆરટીસી ઓફિસિયલ મોબાઈલ એ૫ તથા નિગમની વેબસાઈટ ુુુ. ખ્તજિંષ્ઠ. ૈહ ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકશે આખી બસનું ગ્રુપ બૂકિંગ કરાવનારને “એસટી આપના દ્વારે યોજના” અંતર્ગત મુસાફરોએ જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે, જેથી તમામ મુસાફર જનતાને પ્રવાસનો લાભ મળી રહે. વધુમાં નિયમિત સંચાલન તથા એકસ્ટ્રા સંચાલનની વધુ વિગતો જે તે ડેપો મેનેજરોનો સંપર્ક કરવાથી મળી રહેશે.
-------------------
નવરાત્રિનો તહેવાર એસટીને ફળ્યો : ૯૭.૯૦ લાખની આવક
ભુજ : લખપત તાલુકાના માતાનામઢ ખાતે બિરાજતા મા આશાપુરાના દર્શનાર્થે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન અલગ અલગ જગ્યાએથી શ્રધાળુઓ આવતા હોય છે, જેથી લાખો ભક્તોને વિષેશ બસ સેવા મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જે સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગના ભુજ ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો નવરાત્રી દરમિયાન માં આશાપુરાનાં પવિત્ર સ્થાનક એવાં માતાનામઢ ખાતે પ્રવાસીઓને દર્શન લાભ મળે તે હેતુથી તા. ૧૮-૯ અને તા. ૩૦-૯ના દિવસે વધારાનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ એસટી ભુજ વિભાગ દ્વારા માતાના મઢ ખાતેે પગપાળા દર્શન અર્થે અલગ-અલગ જગ્યાએથી આવતા યાત્રાળુ માટે કુલ ૧૬૫ વધારાની બસો દોેડાવવામાં આવી હતી, જેથી દરેક જગ્યાએથી યાત્રાળુને મેળાનો લાભ મળી રહે. સમગ્ર સંચાલન દરમિયાન મુસાફરોને સુવિધા અને સ્થળ પર પહોચવા માટે સવલતોનુ પુરતું ધ્યાન રાખી કુલ ૨૭ અધિકારી - સુપરવાઈઝરને સુપરવિઝન માટે મુકવામાં આવેલ હતા. સમગ્ર સંચાલન દરમિયાન કુલ ૧૬૫ બસોથી કુલ ૨૧૧૪ જેટલી ટ્રીપથી ૨,૦૯,૫૩૫ કિમીનું નિયત સંચાલન ઉપરાંત વધારાનું સંચાલન કરી કુલ રૂ. ૯૭,૯૦,૫૦૯ની અધધ આવક સાથે રૂા ૪૬.૭૨ પ્રતિ કિમી દિઠ આવક મેળવેલ છે. આમ સમગ્ર સંચાલન દરમિયાન વધારાના સંચાલનથી ૬૭,૬૬૬ જેટલા યાત્રાળુએ લાભ મેળવેલ છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૪૫ વધારે" ટ્રીપ સાથે ૨૫,૬૩૭ કિમી વધુ સંચાલીત કરી રૂા ૧૯,૩૦,૯૩૩ વધુ આવક મેળવેલ છે, જે ભુજ વિભાગની એક સિધ્ધી છે.
----------

Comments