વિશ્વ શાકાહારી દિવસ નિમિત્તે બીજેએસ દ્વારા શાકાહારી વાનગીઓ શીખવવામાં આવી
ભુજ : વિશ્વ શાકાહારી દિવસ નિમિત્તે ભુજ શહેર મધ્યે આવેલ મેંગો ગ્લોબલ પ્રી સ્કુલ મધ્યે બીજેએસ ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સ્કુલના આચાર્ય કેતનાબેન નાગડાના સહકારથી વિવિધ શાકાહારી વાનગીઓ શીખવવામાં આવી હતી અને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિશ્વ શાકાહારી દિવસ શાકાહારી જીવનશૈલીના લાભને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય, પર્યાવરણ અને નૈતિક દષ્ટિએ માંસાહાર ઘટાડવા અથવા દુર કરવા અંગે જાગૃતિ ફેલાવવા છે. શાકાહારી ખોરાકના સેવનથી હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને બીજી અનેક બિમારી સામેનો જોખમમાં ઘટાડો થાય છે. ફાઈબર, વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર શાકાહારી ખોરાક છે. શાકાહારી ખોરાકના સેવનથી સમગ્ર વિશ્વને એક સંદેશો મળે છે કે શાકાહારી ખોરાક જીવન પસંદ કરવું એ માત્ર આહાર નથી, આરોગ્યદાયક જીવન જીવવાનું વિશ્વ અને પૃથ્વી ટકાઉ માટેનું પગલું છે.
આ કાર્યક્રમમાં કરિશ્માબેન, જીનલબેન, આરતીબેન, ભાવનાબેન, જીજ્ઞાબેન, નેહાબેન, નિરાલીબેન વિગેરેએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બીજેએસ ભુજ શહેર ચેપ્ટરના પ્રમુખ ધીરેનભાઈ શાહ, ઉપપ્રમુખ ડૉ.ઉમંગભાઈ સંઘવી, મહામંત્રી મનિષભાઇ નાગડા, ખજાનચી રાજેશભાઈ શાહ, સહખજાનચી ભાવિનભાઈ દેઢીયાએ સહયોગ આપી જહેમત ઉઠાવી હતી એમ બીજેએસ ભુજ ચેપ્ટરના મીડીયા કન્વીર અંકિત ગાલાએ જણાવ્યું હતું.
-----

Comments