ભાજપની આતુરતાનો અંત : પ્રદેશ અધ્યક્ષની જગદીશ વિશ્વકર્માને કમાન
વિજયમુર્હતમાં જગદીશ પંચાલે ભર્યુ ફોર્મ : ભાજપના સિનિયર નેતાઓની વિશિષ્ટ હાજરી
સુરેન્દ્રકાકા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રજની પટેલ સહિતનાઓ રહ્યા હાજર
નરેન્દ્રભાઈ-અમિતભાઈનો માનીતો ચહેરો- નિકોલ-અમદાવાદના ધારાસભ્ય-રાજય સરકારના મંત્રી-ભાજપનાકદાવર નેતા, સંગઠનના નિષ્ણાંત, ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ પંચાલને રાષ્ટ્રીય મોવડીઓની ઉપસ્થિતીમાં પ્રદેશ ભાજપનો સોપાશે કાર્યભાર : આવતીકાલે શાસ્ત્રોકત પુજા સાથે વિધીવત જગદીશ પંચાલ સંભાળશે પ્રદેશ પ્રમુખની કમાન
ગાંધીનગર : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ માટે રાજ્ય સરકારના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ માટે ફોર્મ ભર્યું હતું. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પૂરી થતાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી માટે ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર આજે ૧૧ઃ૦૦ વાગે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.ઉમેદવારી પત્ર ભરવાનો સમય બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધીનો છે. ૨ઃ૦૦ વાગ્યા પહેલા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પદ માટે આજે રાજ્યના સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી ભાજપના ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ સમક્ષ રજૂ કર્યું હતું.
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ સમય સુધી અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી પત્ર ન ભરતા માત્ર સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરતા પ્રદેશ ભાજપ ચૂંટણી અધિકારીએ આ એક નામ સાથેની દરખાસ્ત ભાજપ મોવડી મંડળને મોકલી આપવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ માટે માત્ર જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવતા ભાજપ મોવડી મંડળ દ્વારા આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Comments