Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં જુગારના અડ્ડાઓનો ફેલાવો વધ્યો, પોલીસ નિષ્ક્રિય 

03 October


ખાસ કરી યુવા વર્ગ આ બદીમાં સપડાઈ રહ્યો છે : ગંજીપાના તો ઠીક હવે વરલી મટકાનો પણ ઓનલાઈન રમાય છે જુગાર : ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશ મુદ્દે સરકાર કડક થતા ઓફલાઈન જુગારની બોલબાલા વધી : ઠેક ઠેકાણે પોલીસના હપ્તા બંધાઈ જતા કોઈ કાર્યવાહી કરાતી નથી : હાલમાં એસએમસી ઉપર કડક કાર્યવાહી કરે તો નવાઈ પામ્વા જેવું નહી હોય..

ભુજ : કચ્છ જિલ્લાનું નામ દેશ-વિદેશમાં વિકાસ, વેપાર અને પ્રગતિ માટે ઓળખાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં જુગારના અડ્ડાઓની સંખ્યા ચોંકાવનારી રીતે વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરના હૃદયસ્થાન ઠેર ઠેર “જુગારની ક્લબ” ખુલ્લેઆમ ચાલી રહી છે. લોકો જણાવે છે કે દરરોજ સાંજ પડતા જ ગામડાં અને શહેરના ખૂણેખાંચરે સટ્ટા અને અન્ય જુગાર રમતોનો ધંધો તેજી પકડે છે. 
વિશેષ વાત એ છે કે આ અડ્ડાઓમાં સામાન્ય લોકો નહીં, પરંતુ સમાજના વિવિધ વર્ગોના લોકો દેખાતા થયા છે. મજૂર વર્ગથી માંડીને વેપારીઓ, યુવાનો અને ક્યારેક તો જવાબદાર કુટુંબના સભ્યો પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે. પરિણામે પરિવારજનોમાં તણાવ, આર્થિક નુકસાન અને સામાજિક મૂલ્યોમાં પતન જોવા મળી રહ્યું છે. જ્યાં એક તરફ જુગારના કારણે ઘરોના દીવા બુઝાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ પોલીસે કોઈ કાર્યવાહી ન કરવાને કારણે ચિંતાની લાગણી વધુ ગાઢ બની રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં પણ કોઈ છાપામારી કરવામાં આવતી નથી. અનેક જગ્યાએ તો એવો પણ અહેસાસ થાય છે કે પોલીસ મૌન સહમતિ આપી રહી છે. કાયદો સ્પષ્ટ રીતે જુગારને ગુનાહિત પ્રવૃત્તિ ગણાવે છે. છતાં પણ કચ્છના જુદા જુદા તાલુકાઓમાં ખાસ કરીને ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, માંડવી, નખત્રાણા અને અંજારમાં જુગારના ધંધા ફુલ્યા ફાલ્યા છે. અંદાજે લાખો રૂપિયાનો વ્યવહાર કરોડો રૂપીયા પહોચી ગયો છે. આ વ્યવહાર દરરોજ થતો હોવાનું સૂત્રો કહે છે. આથી જુગારિયા વધુ નિડર બનતા જાય છે અને સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે.
સામાજિક કાર્યકરો જણાવે છે કે, આ પ્રવૃત્તિએ યુવાનોને સૌથી વધુ અસર કરી છે. રોજગારી ન હોવાને કારણે કે મજા માટે યુવાનો આ અડ્ડાઓ સુધી ખેંચાઈ જાય છે. એકવાર લત લાગી જાય પછી કુટુંબની શાંતિ છીનવાઈ જાય છે.
 અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય છે. લોકોમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે “પોલીસ કેમ મૌન છે?” શું જુગારખાનાં ચલાવનારા પ્રભુત્વશાળી લોકોના છત્રછાયામાં કાર્યરત છે કે પછી ભ્રષ્ટાચારના કારણે કાર્યવાહી અટકી રહી છે ? જનતા માગણી કરી રહી છે કે જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી આ જુગારખાનાંઓ સામે કડક પગલાં ભરે.  સતત છાપામારી કરીને જુગારના ગોરખધંધાનો અંત લાવવામાં આવે, નહીં તો કચ્છની યુવાપેઢી અને સમાજના નૈતિક મૂલ્યો બંને ખતરામાં મુકાઈ જશે.


...........



ભુજ સમીપે આવેલા સેડાતા નજીક 


મનીષ-હનીફના સહયોગથી અબ્બાસના જુગારની કલબના પઢ મડાયા


ભુજ : હાલ પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા દારૂ - જુગાર - આંકડા, ક્રિકેટ સટ્ટો સહિત અનેક બંધી કડક કાર્યવાહી કરવામાં ઢીલી પડી રહી છે, તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં આઠ મહિનાથી વધુ સમયથી ચાલતી જુગારની કલબ ઉપર પોલીસની મીઠી નજર હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિક પોલીસ તો ઠીક પણ એલસીબી આ ગેરપ્રવૃત્તિ ઉપર કડક કાર્યવાહી કરવામાં પાછી પાની કરી રહી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. 
જાણકારોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જુગારના કલબના સંચાલકો પોતાના વાહનમાં જુગારીઓને સેડાતા નજીક લઈ જવામાં આવે છે. અહી કલબ સંચાલકો દ્વારા બેંકની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ એસ.પી. વિકાસ સુંડા જેવા કડક અધિકારી હોવા છતાં ભુજ સમીપી કલબનું જગ જાહેર ખેલથી આમ પ્રજામાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ ખેલૈયાઓને જુગાર પડમાં ખેચી લેવવા માટે સંચાલકો ખેલૈયાઓને જાહેરમાં કહેતા ફરે છે કે, લાખો રૂપીયાનો હપ્તા આપીયું છે કોઈ રેડ નહી પડે તેવી સેખ્ખી મારી રહ્યા છે. આ વાત પણ કંઈ તથ્ય લાગે છે નહી તો જગજાહેર રમાતી જુગાર કલબ ઉપર કાર્યવાહી ન થાય તેવું બને નહી.



.............


એશીયા કપમાં મીત-સ્મિતનો કરોડો રૂપીયાનો સટ્ટાના ગરમી


ભુજ : એશીયા કપમાં ભારત - પાકિસ્તાનના ફાઈનલ મેચ સહિતની રમાયેલી મેચોમાં ભુજ, ગાંધીધામ,માંડવી, મુન્દ્રા, માધાપર, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા અને નલિયા સહિત કચ્છના મોટા ભાગના વિસ્તારમાં કિક્રેટ સટ્ટાના બુકીઓ કરોડો રૂપીયાનો ખેલ ખેલી લેવામાં આવ્યો. 
હાલમાં એશીયા કપમાં ભારત - પાકીસ્તાન વચ્ચે ત્રણ મોચો દરમ્યાન કચ્છના બુકીઓએ સટ્ટોરીયાઓનો કરોડો રૂપીયા સરેવી લીધા હતા. હાલમાં યુવા વર્ગમાં કિક્રેટ સટ્ટો ઘર કરી ગયો છે. જે કેટલાક પરિવાર પરીત બન્યા છતાં પોલીસ કોઈ કડક કાર્યવાહી કરી હોય તેવું દેખાતો નથી. ભુજમાં જીકે જનરલ હોસ્પિટલની સામે મેડીકલ નજીક મીત-સ્મિતનો કરોડો રૂપીયાનો સટ્ટો શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. તો માધાપરનો બુકી તો દુબઈની લાઈનથી રમાતો કિક્રેટ સહીત ખેલના વહેવાર પણ પોલીસના અમુક જણની ભાગીદારીથી કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

 

Comments

COMMENT / REPLY FROM