Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલાના વિકાસ કર્ણધાર ચેરમેનશ્રી સુશીલકુમારની કર્મનિષ્ઠાના દર્શન : રજાના દિવસે પોર્ટમાં કર્યુ સરપ્રાઈઝ ચેકીંગ

03 October



બીજી ઓકટોબરના રોજ ગાંધીજયંતીના દિને બાપુને અંજલી અર્પીને ડીપીએના ચેરમેન સીધા જ પોર્ટ પર ધસી ગયા : પોર્ટના ૧૭પ એમએમ ટનના લક્ષ્યાંકને હાંસલ કરવાની દીશામાં ચેરમેનશ્રી દેખાય છે કટિબદ્ધ

ચેરમેનશ્રીએ ખાસ કરીને મેકેનીકલ-ઈલેકટ્રીકન ઈન્જીનીયર વિભાગને ક્રેઈન બાબતે આપી જરૂરી સુચના : જહાજો લાંગરે ત્યારે ક્રેઈન કાર્યદક્ષ અવસ્થામાં જોઈએ, ક્રેઈનના લીધે કાર્ગો અને ત્યાં કામ કરનાર કામદારો બન્નેને કોઈ જ આડઅસરો ન આવે તે જોવાની આપી કડક સુચના

ચેરમેનશ્રીએ ટ્રાફિક મેનેજર શ્રી  રત્નશેખર રાવ, સનિયિર આસી.ટીએમ સુદિપ્તો, ચીફ ઈન્જીનીયર રવિન્દ્ર રેડ્ડી, એકિઝકયુટીવી 
એન્જીનીયર શ્રી હાજરા સહિતનાઓની સાથે યોજી રીવ્યુ બેઠક


 પોર્ટના વિવિધ વિભાગના વડાઓ સાથે કરી ઓંચીતી મુલાકાત, વિવિધ કામગીરીનું ઈન્સપેકશન કરી રીવ્યું કર્યુ



ગાંધીધામ : એશીયાના ટોપ મોસ્ટ બંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ઓથોરીટીનો વિકાસ પાછલા અમુક સમયથી નવી ગતિને આંબવા લાગી ગયો છે. અહીના વર્તમાન કર્મઠ-કર્મશીલ છબી ધરાવતા ચેરમેન સુશીલકુમારનુ આગમન થવાની સાથે જ તેઓએ સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને જાણે કે સાચી દીશામાં સાર્થક કરી દેખાડયુ હોય તેવી રીતે ડીપીએ કંડલાનો સર્વાંગી વિકાસ થવા પામી રહ્યો છે. તેમના કાર્યભાર સંભાળ્યાના ટુકાગાળામાં જ ડીપીએ કંડલા નીતનવા કીર્તીમાનો સિદ્ધ કરી રહ્યું છે. ચેરમેનશ્રી સુશીલકુમાર દ્વારા ડીપીએ કંડલાને દેશનું નંબર વન પોર્ટ બનવવાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે અને તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને તેઓ ખુદ તથા તેમની ટીમને પણ રાત-દીવસ કામે લગાડી દીધા છે. 
ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમારસિંગની આ જકર્મનિષ્ઠાના વધુ એક વખત દર્શન થવા પામી ગયા છે. આવુ એટલા માટે કહી શકાય કે તેઓ રજાના દીવસે પણ ખુદ પોર્ટ વિસ્તારમાં પહોચી ગયા, સરપ્રાઈઝ ચેકીંગકર્યુ, વિભાગોની કામગીરીના ઈન્સપેશન અને વિવિધ સબંધીત વિભાગોના વડાની સાથે તેમને સોપાયેલી કામગીરીની સમીક્ષાઓ પણ શ્રી સુશીલકુમારસીંગ દ્વારા કરવામાં આવી હતી.અહી યાદ અપાવી શકાય કે તેઓની ટીમ દ્વરા ડીપીએ કંડલા પોર્ટનુ ૧૭પ મીલીયન મેટ્રીક ટન કારગો હેન્ડલીંગનું લક્ષયાંક નકકી કરવામા આવ્યો છે.  અને આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ટીમ ડીપીએ-કંડલાના ચેરમેન ભીષ્મ પિતામાહ બનીને લીડ કરીરહ્યા છે તેમ કહેશુ તો વધારે પડતુ નહી કહેવાય. તેઓએ ગત રોજ ગાંધી જયંતીના દીને પુ. બાપુને અંજલી આપી અને તરત જ પોર્ટમા વિવિધ વિભાગના વડાઓ સાથે રીવ્યુ બેઠક યોજી કામોની જાતસમીક્ષાઓ કરી હતી. શ્રી સુશીલકુમારની આ રીતને સરપ્રાઈઝ ઓચિંતી મુલાકાતથી પોર્ટના પ્રશાસનમાં પણ આંતરીક રીતે ભારે હલચલ સર્જાઈ જવા પામી ગઈ છે. 

Comments

COMMENT / REPLY FROM