પૂર્વ્ કચ્છમાં અમિત તથા PI ની ભ્રષ્ટ સિન્ડીકેટ દ્વારા MHO ના નામે ડિઝલની અરબોની દાણચોરીનો ધંધો!
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કોરડીયા-પૂર્વ કચ્છ એસપી ત્રિનેત્ર ખોલે
ગાંધીધામમાં માઈક્રો હાઈડ્રા કાર્બનના નામે પ્યોર ડિજલ મંગાવવાની એક મોટી દાણચોર ટોકળી-સિન્ડીકેટ જ પાછલા અમુક સમયથી સક્રીય હોવાની બૂમરાડ : કંડલામાં હાલમાં
૧ કન્સાઈમેન્ટ અટકાવાયુ છે, અને બે તપાસના રડાર હેઠળ છે તે જ ગેંગને લઈને સંકુલમાં જામી છે તરેહ તરેહની ચર્ચા
અમિત તથા પીઆઈની સાથે જીૈંજીહ્લના એક રીટાયર્ડ અધિકારી, બીજેપીના બની બેઠેલા નેતા અને તેના પુત્ર, ઝભ્ભાલેંગાધારી તત્વો, સહિતના હાઈપ્રોફાઈલ સિન્ડીકેટ ડિજલના બેનામી ધંધાનું પૂર્વ કચ્છમાં
વકરાવી દીધું છે મોટુ નેટવર્ક
ખાટલે મોટી ખોટ : પૂર્વ કચ્છમાં ડિઝલની અબજોની આડેધડ દાણચોરી કરનારી હાઈપ્રોફાઈલ ભ્રષ્ટ સિન્ડીકેટ સક્રીય હોવાનુ આમપ્રજાજનો સારી રીતે જાણે છે, તેમાં બની બેઠલા અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકારણીઓ, ખાખીધારીઓ સહિતનાઓના નામો ચકચારમાં આવી રહ્યા છે, છતા પણ આઈબી વિભાગ કેમ મુંગુમંતર બેઠું છે? આઈબી કેમ સરકારમાં આ બાબતે વિગતવાર
અહેવાલો-રીપોર્ટ નથી કરતું? તેની પાછળનું રહસ્ય શું છે?
ગાંધીધામ : કચ્છ સરહદી ક્ષેત્ર હોવાથી તેની મહત્વતા કેન્દ્ર સરકાર માટે ખુબજ રહેલી છે. ચારથી પાંચ મહીનાના ટુંકાગાળામાં એકતરફ દેશના રક્ષામંત્રી કચ્છની મુલાકાત લેવા પહોચી આવી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ જિલ્લામાં દેશની સલામતી-સુરક્ષા તથા આર્થીક તિજોરીને મોટા પ્રમાણમાં જોખમમાં મુકી દે તે રીતે ડિજલ દાણચોરી કરનારી એક મોટી ટોળકીનું નેટવર્ક વકરી જવા પામયુ છે. અમિત અને પીઆઈનું પૂર્વ કચ્છમાં ડિજલ દાણચોરીની ભ્રષ્ટ સિન્ડીકેટ વિકસી ગઈ છે અને તેમાં કઈકની ભાગબટાઈ હોવાનુ કહેવાય છે.
આ બાબતે ચાલતી ચર્ચાની જો વાત કરીએ તો કંડલામાં ડીઆરઆઈ દ્વારા એક કન્સાઈન્ટમેન્ટ અટકાવી તેની તપાસ ગુજરાત બહરની લેબમાં કરાવવામા આવતા એમએચઓના નામે પ્યોર ડિજલ જ આયાત કરવામા આવ્યુ હોવાનુ ખુલી ગયુ છે અને આ જ પાર્ટીના બીજા બે કન્ટેઈનરો પણ તપાસના રડારમાં રહેલા હોાવનુ મનાય છે. જાણકારો કહી રહ્યા છેકે આ પ્રકરણોની પાછળ અમિત તથા એક બની બેઠેલા પીઆઈની ભુમિકા મુખ્ય સુત્રધારો-માસ્ટર માઈન્ડમાં હોવાની જ સપાટી પર આવી રહી છે. કચ્છ બોર્ડર રેન્જના કડક અને તટસ્થ આઈજીશ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છએસપીશ્રી આ બાબતે ત્રિનેત્ર ખોલે અને તપાસકરાવે કે એમએચઓના નામે અમિત અને કયા પીઆઈ દ્વારા ડિજલદાણચોરીનો મસમોટા નેકસસ બનાવી અને કૌભાંડ આચરાઈ રહ્યું છે. કહેવાય છે કે, અમિત, એક બનીબેઠલ પીઆઈ, બીજેપી નેતા અને તેનો પુત્ર, એક સીઆઈએસએફનો રીટાયર્ડ અધિકારી, આ ઉપરાંત માલ ઉતરી ગયા બાદ તેનો સ્ટોક કરી અને વેપલો કરવાની જવાબાદરી લેનાર ગાંધીધામની વેપારી સંસ્થાનો એક મોટા ગજાનો શખ્સ જે અગાઉ પણ સત્તાવાર રીતે જ આવા ડિજલદાણચોરીના કારનામામાં તંત્રની ઝપ્ટે ચડી જવા પામ્યો છે, તે સહિતનાઓની મોટી સિન્ડીકેટ વકરી ગઈ છે. આ ટોળકીનુ કંડલાથી પહેલા એક કન્સાઈનમેન્ટ પીપાવાવમાં પણ અટકેલુ પડયુ હોવાનુ મનાય છે.
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી, પૂૃવ કચ્છ એસપીશ્રી, કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીધામ માલતદાર વિભાગ નાયબ પુરવઠા વિભાગ, ઉપરાંતના સૌકોઅઈએ સંયુકત રીતે આ બાબતે વક્રદ્રષ્ટી કરવીજરૂરી બની રહી છે. અહી પોલીસતંત્ર અને આઈબી વિભાગની ભુમિકા પણ શંકાના દાયરામાં આવી જાય છે,
આટઆટલુ મોટુ નેટવર્ક જો અહી વકરી જવા પામ્યુ હોય તો કેમ આઈબી પણ આવા ધંધાઓ મામલે સરકાર તબક્કે રીપોર્ટ નથી કરતુ? તે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. જો આ બાબતે સંયુકત રીતે ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો કરોડો નહી પણ અરબોના મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામી જાય તેમ મનાય છે. જરૂર છે પ્રમાણિકતા સાથે સરકાર હિતની કડક કાર્યવાહી કરવાની.!
...............
પૂર્વ કચ્છમાં ડિઝલ દાણચોરીનો આ રહી મોડસ ઓપરેન્ડી
એમએચઓના નામે આયાત કરેલ પ્યોર ડિજલનો મોટો જથ્થો ખેતરો-વાડીઓમાં સંતાડી-સંગ્રહ કરીને રખાય છે, બે બે હજાર લીટરવાળા વાહનોના શરૂ કરાયા છે પોઈન્ટ : પકડાય તો નાનો માલ પકડાય, તોડ-સેટીંગ સરળતાથી થાય અને માલ પણ મોટો કોઈના હાથે ન લાગે.!
ગાંધીધામ :પૂર્વ કચ્છમાં જે મોટાપાયે બાયોડિજલ-એમએચઓના નામે પ્યોર ડિઝલની ગેંગ સક્રીય થવા પામી છે તેમાં જાણકારો કહી રહ્યા છે કે, હવે આ ટોળકીએ નવો કીમીયો શરૂ કરી દીધો છે. એચએચઓના નામે જે ડિજલ આયાત કરવામા આવે છે તે સ્થાનિકે જવાબદારી લેનારાના ખેતરો,વાડીમાં સંગ્રહ કરવમા આવે છે અને બે-બે હજાર લીટરની ગાડીઓના પોઈન્ટ રખાય છે એમાથી માલ વેચાય છે. જે પૈકીનો એક મોટો પોઈન્ટ ઝોન પુલીયા નીચે ચાલી રહ્યો છે. આવી ગાડીઓ અહી રાખવામા આવતી હોવાનુ કહેવાય છે. આમ કરવાથી કદાચ ગાડી પકડાય તો માલ નાનો જ હાથમા લાગે અને મોટો માલ સેફ રહી જાય, નાનો જથ્થો પકડાય તો તેમા તોડ પણ સરળતાથી થઈ જાય એ કીમીયા સાથે આ ધંધો ચાલી રહ્યો હોવાનુ કહેવાય છે.
...............
કંડલા કોમ્પલેક્ષ પટ્ટામાં ડિઝલ દાણચોરોના ધમધમતા અડ્ડાઓના સરનામા.!
૧. કાસેઝ ઝોન ગોલાઈ-પુલીયા નીચે ગાડીઓમાં થાય છે વેંચાણ
ર. રપ હજારથી વધુનો જથ્થો સંગ્રહવા માટે પડાણા, અંતરજાળ, ગળપાદર સહિતના વિસ્તારોના અમુક ખેતરો-વાડીમાં આ ગેરકાયદેસર માલ સંગ્રહમાં આવતો હોવાની છે ચર્ચા
૩. વરસાણા, માથક, મેઘપર બોરીચીમાં કઈક બની બેઠેલા ઝભ્ભાલેગાવાળાના પોઈન્ટ ધમધમતા હોવાની ચર્ચા
...................
પીપાવાવ વાળા ૭પ૦૦ ટન વેશલ્સમાં અમિત-પીઆઈ
ગેંગની સાથે સ્થાનિક મામલતદારની છે ભાગબટાઈ?
ગાંધીધામ : કંડલામાં અમિત અને પીઆઈ ભ્રષ્ટ સિન્ડીકટેનો ડિજલ દાણચોરીયુકત લાવવાનો કિમીયો અટકી ગયો હોવાનુ કહેવાય છે. એક કન્સાઈનમેન્ટ પકડાયુ છે તેની સાથે હવે ચર્ચાઓ આવે છે કે એનાથી પહેલા પીપાવાવમાં આ ટોળકીનું કન્સાઈનમેન્ટ એજન્સીના હાથે ચડી જવા પામ્ય છે અને ત્યા પણ અટકી ગયુ છે. કહેવાય છે કે ગાંધીધામની આ ગેંગ દ્વારા પીપાવાવમાં સ્થાનિક વહીવટીતંત્ર વાળાઓને ભાગબટાઈમાં સાથે રાખ્યા હતા. નિવૃત નાયબ મામલતદાર તથા એકાદ સરપંચ-ઉપસરપંચનું પણ રોકાણ કરાવી અને ત્યાં ભાગબટાઈમાં સાથે રાખેલા હોવાનુ મનાય છે. જો કે પીપાવાવ વાળુ કન્સાઈનમેન્ટ પણ એજન્સીના રડારમા આવેલુ છે અને તે હજુ સુધી રીલીઝ નથી કરાયુ.
............
આઈજીશ્રી તપાસ કરાવે, કયો પીઆઈ ઝોનના દિવસમાં
ર-૪ આંટાફોર કરતો ફરે છે? તેની પાછળનું રહસ્યુ શુ છે?
જો ફરજના ભાગરૂપે જતો હોય તો તેના અહેવાલના આધારે અત્યાર સુધીમાં ઝોનમાથી કેટલો ગેરકાયદેસર ધંધો પકડાયો છે? ક્રોસ વેરીફાઈ થાય તો આ પીઆઈના ડિજલ દાણચોરી સહિતના કઈક ભોપાળાઓ આવે બહાર? : જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જના કડક અને તટસ્થ આઈજીશ્રી તપાસ કરાવે કે, કયો બની બેઠેલ પીઆઈ ઝોનમાં દીવસીના બે-ચાર આંટાફેરા મારતો જ ફરે છે? ત્યાંના સીસીટીવી ફુટેજની ચકાસણીઓ કરો તો કયા પીઆઈની હાજરી અહી અચુક જોવા મળી આવતી હોય છે? આ પીઆઈ શેના માટે, અહી આટલા બધા આંટાફેરા કરતો ફરે છે? જો તેની ફરજના કોઈ ભાગરૂપે જતો હોય તો અહી એ પણ ચકાસવુ ઘટે કે તે કેટલી વખત જોનમાં કેટલા વરસથી રોજ જઈ રહ્યો છે અને તેના અહેવાલોના આધારે સરકારે કેટલી કાર્યવાહી કરી છે? જો કાર્યવાહી નીલ જ હોય તો પછી જોનમાં આ પીઆઈ જાય છે શેના માટે?
..............
જિલ્લા પુરવઠા અધિકારી હાશ્મી કેમ લાલઆંખ નથી કરતા?
ગાંધીધામ : લાખો-કરોડો નહી પણ અરબોનો ડિજલ પૂર્વ કચ્છમાં ઉતરી રહ્યો છે, ભ્રષ્ટ સિન્ડીકેટ અહી વકરી જવા પામી છે, સરકારને મોટી રકમની ટેક્ષનો ફટકો પડી રહ્યો છે, તેમ છતા પણ કચ્છ જિલ્લાના ડીએસઓશ્રીકેમ કોઈ જ લાલઆંખ કરતા આ વિસ્તારમાં દેખાતા નથી? તેના પાછળનુ રહસ્ય શું છે? શ્રી હાશ્મી તો કડક કામગીરી કરનાર અધીકારી કહેવાય છે, તો પછી અમિત અને પીઆઈની ગેંગ દ્વારા ચાલતા આટલા મોટા નેટવર્કને ડામવાની દીશામાં કેમ એકશનમાં નથી દેખાતા? શુ તેઓ આ બધા જ ધંધાઓ ચાલી રહ્યા હોવા બાબતે અજાણ છે કે પછી પરોક્ષ રીતે આંખમિંચામણા અહી થવા પામી રહ્યા છે?
............
બીજેપી નેતા-પુત્ર બેંગ્કોકનું કઈને દુબઈનો આંટો
શેના માટે મારી આવ્યા? સંકુલમાં જામી છે ચર્ચા
ગાંધીધામ : અમિત અને ભ્રષ્ટ પીઆઈની સિન્ડીકેટ હાલમાં પૂર્વ કચ્છમાં એમએચઓના નામે ડીઝલની દાણચોરી કરીરહ્યા હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, સંકુલના કઈક નામી-અનામી વ્યકિતઓ તેમાં ફસાયેલા છે. કઈકના નાળા તેમાં ફસાઈ જવા પામ્યા છે. ત્યારે એમ પણ મનાય છે કે બીજેપી નેતા અને તેના પુત્રના પણ કરોડો આ ડિજલ દાણચોરીમાં સંડોવાઈ ગયા છે. આ પ્રકારની ડીઝલનીદાણચોરીની લાઈન દુબઈથી જ ગોઠવાઈ હાવેાનુ મનાય છે. કહેવાય છે કે, આ માટે બીજેપી નેતા અને તેના પુત્ર દ્વારા દુબઈમાં મીટીગ પણ કરાઈ હતી. તેઓ દુબઈમાં આ લીંક ગોઠવવા માટે ગયા હતા પરંતુ સંકુલમાં તેઓ બેંગકોક ગયા હોવાનુ કહેતા હોવાથી હવે આ ચર્ચાઓ વધુ તેજ બની જવા પામી છે.

Comments