ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત : કાલે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે :૪થીએ નવા પ્રમુખની જાહેરાત
છેલ્લે..છેલ્લે...
ભાજપ દ્વારા ચૂંટણીનું જાહેરનામુ ઘોષિત : કાલે સવારે ૧૧થી ર વાગ્યા સુધી ફોર્મ ભરાશે : સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેચી શકાશે : રાષ્ટ્રીય-પ્રદેશકક્ષાએથી મતદાર યાદી કરાઈ જાહેર
ગાંધીનગર : ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થવા પામી ગયો છે. આવતીકાલે એટલે કે ત્રણ ઓકટોબરના રોજ સવારે ૧૧થી બે વાગ્યા સુધી પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવમાં આવશે જયારે સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. અને ૪થી ઓકટોબરના રોજ પ્રદેશ અઘ્યક્ષના નામની જાહેરાત કરવામા આવશે. ૪થી ઓકટોબરના વિધીવત રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે.

Comments