મેડીસરના અનામત જંગલમાં લાકડા કાપતા બે યુવકોએ વનતંત્રની ટીમ પર કર્યો હુમલો
કચેરીએ લઈ આવ્યા ત્યારે માર મારી કમાગુનાના બે શખ્સો ભાગી ગયા
ભુજ : નખત્રાણા તાલુકાના મેડીસર ગામ વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં બે યુવકો લાકડા કાપતા હોવાથી વન વિભાગની ટીમે તેમને ઝડપીને કચેરી લઈ આવતા હતા ત્યારે આ બન્ને શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદી મહાવીરસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ કમાગુનાના જાવેદ સાલેમુસા ત્રાયા અને સુલ્તાન સુમાર ત્રાયા બાવળોના લાકડા કાપતા હતા ત્યારે ફરિયાદીએ તેમને પકડી બોલેરો નં.જીજે૦પ -વાયવાય - ૦૯ર૧ મા લાકડા ભરીને ઓરિરા ગામે ફોરેસ્ટના ગોડાઉન પાસે લઈ અવતા હતા ત્યારે રસ્તામાં આરોપીએ સુલ્તાને ગાડીનો દરવાજો ખોલી ફરિયાદીને ગાડીમાંથી નીચે પાડી દઈ માર મારી જાવેદે જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને જણા બોલેરો ગાડી લઈ ભાગી ગયા હતા. જેથી નિરોણા પોલીસમાં ફરજમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments