Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સહિત કચ્છમાં પણ કોમર્શિયલ ઈવેન્ટ ગરબાવાળાઓ પર જીએસટી કેમ ન પાડે દરોડા?

02 October



અમદાવાદ-સુરત સહિત ઠેરઠેર કરચોરીની ઉઠેલી ફરીયાદો વચ્ચે સુચક આલબેલ

ગાંધીધામમાં પણ કઈક બની બેઠેલા ઈવેન્ટવાળા પોતાના ઘરના રાશન ભરવા દુકાન ખોલીને બેસી ગયા હોય તેમ માં શકિતની ઉપાસના-આરાધનના પર્વ નવરાત્રીના નોરતાને કોમર્શીયલ ગરબાનું જ આપી બેઠા છે સ્વરૂપ : મોંઘાદાટ પાસ-ટિકિટોના આડેધડ કર્યા છે ધુમ વેપલા : જાહેર કરાયેલી ટીકીટોના ભાવથી અનેકધણા વધુ નાણાની કરી છે વસુલાત

ટિકિટ પાસની તોતીંગ રકમ વસુલનારા કેટલા કોમર્શિયલ ગરબાવાળાઓએ ખેલૈયાઓને આપ્યા છે બિલ? કેમ ન થાય ચકાસણી? ટિકિટના જાહેર દર, અને તેની સામે થયેલી વસુલાતનું જીએસટી વિભાગ કરે ક્રોસ વેરીફીકેશન તો પણ ધણો મોટો દલ્લો લાગશે હાથ?


નવ દિવસના સીસીટીવીના ફુટેજ લઈને તપાસ કરવામા આવે તો તેમના ભોપાળા ખુલે અને તેની આડમાં હોટલમાં શુ થયુ તે પણ બહર આવે..!


ગાંધીધામ : અહ્રમદાબાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહ્રિત ગ્ુાજરાતના મોટા શહ્રેરોમાં નવરાત્રિના તહ્રેવાર દરમિયાન આયોજિત કોમર્શિયલ ગરબા ઇવેન્ટ્‌સમાં  વિભાગે તાજેતરમાં દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહ્રી ખાસ કરીને એ સ્થળોએ થઈ હ્રતી જ્યાં ગરબા પાસ અને ટિકિટોના ભાવ બેફામ રીતે વધારવામાં આવ્યા હોવાની બુમરાડ સામે આવી હતી. 
અમદાવાદ, સરુત, ગાંધીનગર, રાજકોટ સહિતના શહેરોમાં જીએસટી વિભાગ દ્વારા  કોમર્શિયલ ગરબા ઇવેન્ટ્‌સમાં  અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહ્રી કરી હતી. વિભાગ દ્વારા નવરાત્રિના તહ્રેવાર દરમિયાન રાજ્યના મુખ્ય શહ્રેરો  અહ્રમદાબાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં આયોજિત કોમર્શિયલ ગરબા કાર્યક્રમોમાં દરોડાની કાર્યવાહ્રી હ્રાથ ધરવામાં આવી હતી. આવામાં જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં પણ જીએસટી વિભાગે આવા કોમર્શિયલ ગરબાવાળાઓ સામે કેમ ન બોલવી જોઈએ ઝુંબેશરૂપ કડક તપાસ? જીએસટી એકમ જો કચ્છમાં પણ ખાસ કરીને ગાંધીધામ-ભુજ સહિતના મોટા શહેરોમાં યોજાયેલા કોર્મિશયલ ગરબાવાળાઓની પાસે ત્રાટકી, દરોડા પાડી અને ક્રોસ ચકાસણીઓ જો કરી હોત તો અહીથી પણ મોટા કરચોરીના દલ્લા હાથે લાગ્યા હોત તેમ જાણકારો કહી રહ્યા છે. 
કારણકે, ભુજ આસપાસ અને ગાંધીધામ વિસ્તરામાં પણ અમુક ઈવેન્ટ મેનેજમેન્ટવાળા બની બેઠેલા કોમર્શિયલ ગરબાવાળાઓએ તો માજા જ મુકી દીધી હતી. તેમાં પણ ટીકીટ-પ્રવેશ અને પાસના દર ખુબ જ ઉંચા રાખ્યા હતા. એટલુ માત્ર જ નહી પણ શનિ-રવિ જેવા દીવસોમાં આ ટીકિટો તો જાહેર કરાયેલા દરથી અનેકગણા ભાવે આ ઈવેન્ટ મેનેજમેન્ટવાળાઓએ વહેચી હોવાનુ ચર્ચાય છે. અને તેના લીધે જ આવા કોમર્શિયલ ગરબાવાળાઓએ મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાનુ આપોઆપ ફલિત થવા પામી રહ્યું છે. જે ટીકીટો નિયમીત દીવસોમાં ત્રણસોથી ચારસોમા મળતી હતી તેને શનિ-રવીવાર અને અંતિમ નોરતાઓમાં ૭૦૦થી ૧૦૦૦ રૂપીયા સુધી લઈ જવામાં આવી હતી. ગરબા પાસ અને ટિકિટો જાહ્રેર કરેલા દર કરતા ૨ થી ૩ ઊંચા ભાવે વેચવામાં આવી રહ્રી હોવાની ફરીયાદો કચ્છમાં પણ સામે આવવા પામી હતી. આયોજકો દ્વારા કરપાત્ર આવકની અપૂર્ણ માહ્રિતી આપી કરચોરી કરવાના આક્ષેપો સામે આવ્યા છે. 
જે રીતે મેટ્રો મોટા શહેરોમાં રંગ મોરલા, સુવર્ણ નગરી, સ્વર્ણિમ નગરી સહ્રિત ૮થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા.તે જ રીતે કચ્છમાં ચકાસણીઓ કરવાની જરૂર છે. અમદાવાદમાં પણ મોટા મોટા ગજાના કલાકારો કે જેના બજેટ લાખોમાં થાય છે તેમના નાચ-ગાન સાથે ગરબાઓ આ ઈવેન્ટ વાળાઓેએ યોજયા તેવા જ ઈવેન્ટવાળા ગાંધીધામ-ભુજમાં પણ જોવા મળી આવ્યા હતા? આ ગાયકો અન વગાડનારાઓના બજેટ, ટીકીટોના તોતીંગ દર સહિતના મામલે કચ્છમાં ચકાસણીઓ થવી જોઈતી હતી? હજુ પણ મોડુ નથી થયુ? જીએસટી એકમે આવા કોમર્શિયલ ગરબાવાળાઓને હજુ પણ તેમના દસ્તાવેજો ચકાસણી અર્ગે મગાવી અને તેમને તેડાં મોકલી દેવા જોઈએ.જીએસટી વિભાગે આયોજકોના નાણાકીય રેકોર્ડ, વેચાણ ખાતાવહ્રી, ઓનલાઈન વ્યવહ્રારો અને કલેક્શનની તપાસ ઉંડાણપૂર્વક કરવી ઘટે. 
પણ અફસોસ જનક વાત છે કે, સામાન્ય પ્રજા ગરબા રમવાની ગેલછામાં આવા ઈવેન્ટવાળાઓના નફાખેારીનો ભોગ બનતી જ રહી છે પરંતુ કચ્છ જિલ્લામાં હ્રજુ સુધી આવી કોઈ મોટી કાર્યવાહ્રી જીએસટી વિભાગ એકમ દ્વારા કરાઈ હોય તેવુ દેખાતુ નથી. આ બાબતે ગાંધીધામ સહ્રિતના શહ્રેરોમાં પણ તપાસની શક્યતા છે. ગાંધીધમા-આદિપુર-ભુજ સહિતના વિસ્તારોમાં પણ ગરબા પાસના ભાવ બેફામ રાખી લૂંટ ચલાવાઈ રહ્રી હ્રોવાના સંકેતો મળ્યા છે. જીએસટી વિભાગે આવક અને ભરેલા કર વચ્ચેના દસ્તાવેજોનું ક્રોસ ચેકિંગ કરવું અનિવાર્ય છે અને આવક છુપાવનાર આયોજકો સામે કાયદેસરની કાર્યવાહ્રી કરવાની ધાક બેસાડતી લાલઆંખ કરી દેખાડવી જોઈએ. 
હકીકતમાં ઈવેન્ટ ગરબા આયોજકો અને પાસ વિતરણકર્તાઓએ તમામ નાણાકીય વ્યવહ્રારોમાં પારદર્શિતા રાખવી અને  નિયમોનું પાલન કરવું જરૂરી જ હોય છે. અહી નોધનયી છે કે, તમામ ઈવેન્ટવાળા કે ગરબા આયોજકોને નિયમોનું પાલન કરવુ ફરજીયાત જ છે. ગેરકાયદેસર રીતે વસૂલેલી રકમ અને કરચોરી સામે કડક પગલાં લેવા જોઈએ. દસ્તાવેજોની ક્રોસ ચેકિંગ દ્વારા સાચી આવક અને કરની ગણતરી કરવામાં આવે તો કચ્છમાં કઈક આવા ગરબા ઈવેન્ટ કરી અને કોર્મશીયલ નોરતા કરનારાઓના મોટા આર્થિક ભોપાળા બહાર આવે તેવી આશંકા જાણકારો દર્શાવી રહ્યા છે.


....................


તપાસના મુદ્દાની જો વાત કરીએ તો..!


- આયોજકો દ્વારા  બિલ ન આપવો. -ટિકિટ વેચાણની આવક અને ભરેલા કર વચ્ચે અસંગતતા.-અનુમાનિત આવક અને હ્રકીકતમાં થયેલી આવક વચ્ચે તફાવત.- નંબર વગર ટિકિટ વેચાણ કરવું. - જીએસટી વિભાગે ઈવેન્ટ ગરબા આયોજકો-કોમર્શિયલ ગરબાવાળાઓના નાણાકીય દસ્તાવેજો, વેંચાણ રેકોર્ડ, ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને કલેકશન, ટિકિટના દર, જાહેર કરેલા દર અને સુલેલા દરના તફાવતનું ક્રોસ વેરીફીકેશન કરવુ જોઈએ, તગડો કરચોરીનો દલ્લો આવશે હાથ.!



.............


કોમર્શિયલ ગરબાવાળાઓને સ્થળ આપનાર અમુક હોટલોના પણ 
સીસીટીવી ફુટેજ ચકાસો : રાત્રીના સમયે રૂમો કેમ રહ્યા હાઉસફુલ!

ગાંધીધામ : કચ્છમાં કોમર્શિયલ ગરબાવાળાઓએ તો માજા જ મુકી દીધી હોય તેમ આડેધડ મનમાની પૂર્વક જ વર્ત્યા છે. ગાંધીધામમાં તો આવા કોમર્શિયલ ગરબાવાળાઓએ પોલીસને પણ બાકાત ન રાખી અને તેમની સાથે પણ ઝપ્પાજપ્પી જ કરી દીધી હોવાની ઘટનાનો વીડીયો-ફોટાઓ વાયરલ થવા પામી ગયા હતા. જીએસટી એકમો આવા કોમર્શીયલ ગરબાવાળાની તો ચકાસણીઓ કરવી જ જોઈએ તેની સાથોસાથ જ જે હોટલોઓ આવા કોમર્શીયલ નાચગાન વાળાઓને જગ્યાઓ ભાડે આપી હોય તે હોટલોના પણ સીસીટીવી ફુટેજની ચકાસણીઓ કરવી જોઈએ. નોરતા દરમ્યાન આ હોટલોમાં શું શું થયુ? કેમ નોરતા દરમ્યાન આ હોટલો હાઉસફુલ જ રહી એટલે કે બધાય રૂમો પેકના પેક જ રહ્યા હતા? જો તપાસ થશે તો કોમર્શિયલ ગરબા ઈવેન્ટવાળાની સાથે આવી હોટલોવાળાની પણ ગંભીર નફાખોરી ફરી પ્રવૃતીઓનો પર્દાફાશ થવા પામી જશે  તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM