બોર-કુવા રીચાર્જ કરવા મુદ્દે પ્રજાભીમુખ ધારાસભ્ય પ્રદુમનસિંહની પહેલને અન્યો પણ કેમ ન અનુસરે?
ડીપીએ-કંડલા ચેરમેનશ્રી પણ આ બાબતે કૃષિ તજજ્ઞોથી કરાવે અભ્યાસ
બિનઉપયોગી બોર-કુવા રિચાર્જ કરવા તેમજ ખનીજ ખનન બાદની ખાણોમાં મોટા ડેમો બનાવવા અંગે શ્રી જાડેજાએ ઉચ્ચસ્તરે કરી વિગતવાર માસ્ટર પ્લાન સુચનો સાથેની રજુઆત : અન્યો પણ તેનો અભ્યાસ કરી તેમના મતવિસ્તારમાં આ મુજબ સરકારનું ધ્યાન દોરે તો પ્રજાના પૈસાની બચત થાય, સુવિધાઓનો લાભ મળે અને સરકારના હેતુઓ પણ થાય સાક્ષાત
રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ સહીતના વિષોયને અનુલક્ષીને જળસંગ્રહ વધારવા અને ખાણેત્રાઓ કરવા ભગીરથ યોજનાઓ બનાવે છે, પણ કામ કેવા થાય છે તે તો મહીસાગરમાં બહાર આવેલા ૭૧ કરોડના કૌભાંડથી ખ્યાલ આવી જ જાય છે? આવા સમયે ખરેખર કુવા-બોર નવા નવા બનાવવા અને એકના પેટે ૧રથી ૧પ લાખના ખર્ચ ઉધારવા જયારે કે ખેડુત વ્યકિત રીતે બનાવે તો એ જ કુવા-બોર ચાર લાખમાં બની જતા હોય છે.. તેના કરતા તો જુના હયાત બોર-કુવા જ રીચાર્જ કરવાની દીશામાં આગળ વધુ જોઈએ : જાણકારોનોઈ ઈશારો
ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની પ્રથમ એટલે કે ૧ નંબરની બેઠક અબડાસા વિધાનસભા વિસ્તારના વર્તમાન ધારાસભ્યશ્રી પ્રદુમનસિહ જાડેજા મતદારો અને પ્રજાજનોની સાથે જમીની સ્તર પર જોડાયેલા છે. તેઓ મતવીસ્તારના લોકોની સાચી ચિંતા સેવી રહ્યા હોય અને સરકારની યોજનાઓને પણ વધુ સાર્થક કરી શકવાની દીશામાં સતત અભ્યાસપૂર્વકની પ્રેરણાદાયી રજુઆતો કરતા હોય છે. થોડા સમય પહેલા પણ તેઓએ તેમનામતવીસ્તારના કુવા-બોરને લઈને જે રજુઆત કરી છે તે ખરેખર અનુકરણીય છે અને તે અગે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, અન્ય રાજકારણીઓ પણ પ્રદુમનસીહ ભાઈવાળી રજુઆત તેમના મતવિસ્તાર માટે કરવા કેમ ન આવે આગળ? વાત કરીએ પહેલા પ્રદુમનસિંહ દ્વારા કરવામા આવેલી રજુઆતની તો તેઓએ લેખિતમાં જણાવયું છે કે, અબડાસા વિધાનસભા વિસ્તારએ ક્ષેત્રફળની દ્રષ્ટીએ ભારતમાં સૌથી મોટો વિધાનસભા વિસ્તાર છે તેમજ દેશની
પશ્ચિમી છેડે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલો અતિ પછાત વિસ્તાર છે. સમગ્ર કચ્છ જીલ્લામાં પાણીની વધુ ખપત રહેતી હોય છે ત્યારે હાલમાં કેન્દ્ર/રાજ્યમાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.મોટામાં મોટા પાયે પાણીનું સંગ્રહ કરવું અને પાણીનું રિચાર્જિંગ કરવું, તે માટેના કામો ખુબ જ સારી રીતે થયા છે. પાણીના સ્તર ઊંચા લાવવા માટે નવા બંધારા, ચેકડેમો, બોરીબંધ કે સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓ અમલમાં મુકીને ગુજરાતને
પાણીદાર રાજ્ય બનાવવા માટે ખુબ જ ઉમદા કાર્યો કરવામાં આવ્યા છે. કચ્છ જીલ્લાના અબડાસા વિધાનસભાના વિસ્તારનાં અબડાસા, લખપત અને નખત્રાણા એમ ત્રણેય તાલુકાઓમાં પાણીની ખુબ સમસ્યાઓ રહે છે અને પાણીની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ધારાસભ્યશ્રીએ કેટલાક અભ્યાસગત સુચનો પણ રજુઆતમાં રજુ કરેલા છે. જેમાં (૧) બિનઉપયોગી બોર-કુવા રિચાર્જિંગ કરવા, અબડાસા વિધાનસભા મતવિસ્તારના ત્રણેય તાલુકાઓમાં મોટા પ્રમાણમાં ખેડુતોના બિનઉપયોગી બોર-કુવા કે, સરકારશ્રીના પાણી
પુરવઠા વિભાગના બોર કે કુવાઓ બિનઉપયોગી આવેલા છે જે બિનઉપયોગી બોર કે કુવાની બાજુમાં જતી નદી કે નાળામાં
પાઈપલાઈન નાખીને તે બોર-કુવામાં પાણીને ઉતારવામાં આવે તો આ બોર-કુવા રિચાર્જિંગ થાશે અને પાણીનું સ્તર ઊંચું આવશે, જેથી લાંબા ગાળે પાણીની સમસ્યામાં મહદઅંશે રાહત થાશે.
(૨) ખનીજ ખનન બાદની ખાણોમાં મોટા ડેમો બનાવવામાં આવે. અબડાસા મતવિસ્તારમાં ભરપુર માત્રામાં અને મોટા પ્રમાણમાં ખનીજ ધરબાયેલો છે એટલે ખનીજની સૌથી વધુ લીઝો નખત્રાણા, લખપત અનેઅબડાસા ત્રણેય તાલુકાઓમાં વર્ષોથી ખનીજનું ખનન થઇ રહ્યું છે જેમાં ય્સ્ડ્ઢઝ્રની લિગ્નાઈટની ખાણો, બેન્ટોનાઈટ, બોકસાઈટ, લાઇમસ્ટોન, બ્લેક ટ્રેપ વગેરેની ખાણો કે મોટા ઉદ્યોગો જેવા કે સાંઘી-અદાણી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરે કંપનીઓમાં સૌથી વધારે ખનીજનું ખનન થઇ રહ્યું છે. માટે જયારે આ લીઝોમાં ખનીજોનું ખનન થઇ જાય તો ગુજરાત સરકારશ્રીનો એવો નિયમ છે કે આ લીઝોને દાટીને જમીન સમથળ કરવામાં આવે છે. અને આ બિનઉપયોગી લીઝોને દાટવા માટે ખુબ જ અને મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે. તો એવું સુચન છે કે આ લીઝોને દાટવા માટે જે ખર્ચો કરવામાં આવે છે એટલા જ ખર્ચમાં આ જ બિનઉપયોગી લીઝોમાં મોટા ડેમો બની જાય તેમ છે..! તેમજ માન.ગુજરાત સરકારશ્રી દ્વારા અબડાસા વિસ્તારમાં નર્મદાના સિંચાઈ માટેના પાણી આપવા માટેના કામો હાલમાં પ્રગતિમાં જ છે માટે ખનીજ ખનન કર્યા બાદની લીઝોમાં જો ડેમો બનાવવામાં આવે તો નર્મદાનું
પાણી કે વરસાદી પાણીનું સંગ્રહ થાય. અને માત્ર ૨૦% ખર્ચમાં જ આ ડેમો પણ બની જશે અને સરકારશ્રીના રૂપિયા પણ બચશે. માટે જો આ એક નમુનારૂપ કામ થાય તો માન.પ્રધાનમંત્રીશ્રી અને નામદાર રાજ્ય સરકારશ્રીનું પણ જે સપનું છે તે સાકાર થાય અને જળસંગ્રહ થાય. જેથી દાતાઓ અને પ્રજા ખુબ જ ખુશ થશે અને ગ્લોબલ વોર્મિંગની અસરથી પણ બચી શકાશે અને પર્યાવરણને માટે પણ ફાયદાકારક રહેશે તેવી રજુઆત અબડાસા વિધાનસભાના જાગૃત, પ્રજાભિમુખ ધારાસભ્યશ્રી પ્રદુમનસિહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.

Comments