Trending News
સ્થાનિક સમાચાર

- તો માંડવી-મુંદરા વિધાનસભા પટ્ટામાં જળસિંચનના કામોમાં મંત્રી બચુખાબડના ૭૩ કરોડના ભ્રષ્ટાચારથી પણ મોટું કૌભાંડ ખુલે.?

01 October

રાજયકક્ષાએથી ઉચ્ચકક્ષાની સમીતી ત્રાટકે-ઓડીટ તપાસ કરે.!



સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા કૌભાંડના નવા પર્દાફાશની આશંકા : રીચાર્જીંગ બોરથી લઈને રીવરફ્રન્ટ સુધી ફંડનો ગોટાળો થયો હોવાનો

સ્થાનિકના કયા મોટા ગજાના ઝભ્ભાલેંગાધારીના 
જમાઈ રાજ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા મોટા હોદેદારના સગા-સબંધીઓએ કરોડોના જળસિંચનના કામોમાં મારી દીધા છે ભ્રષ્ટ ધુબાકા?

અવી કોઈ સ્પષ્ટ ફરીયાદ વિગત અમારી પાસે આવી નથી, છતા પણ સ્થાનિકના જવાબદાર તંત્ર પાસેથી બધી જ માહીતીઓ જીણવટભરી મંગાવી, ચોકકસથી ક્રોસ વેરીફીકેશન કરાવમાં આવશે, અને જો કંઈ પણ ખોટું થયેલ જણાશે તો ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે : શ્રી એસ ટી ચૌધરી (એકિઝકયુટીવી એન્જીનીયર સ્ટેટ-ઈન્ચાર્જ અધિકારી શ્રી પંચાયત)

આ મુદ્દે કોંગ્રેસ કેમ ચૂપ છે? આટઆટલા ભ્રષ્ટાચારો પ્રજાજનોને દેખાય છે છતા પણ વિરોધપક્ષના મોઢે તાણાં જ લાગેલા છે! તેના પાછળનું રહસ્ય શું?



ઘરના છોરા ઘંટી ચારે-દામોદરને આટાનો તાલ કેમ? : ડીપીએ કંડલાના વર્તમાન ચેરમેનશ્રી સુશીલકુમારસિંગ દીર્ઘ દ્રષ્ટી ધરાવી રહ્યા છે તે આવકારદાયક છે, પરંતુ એટલી પણ દુરની દ્રષ્ટી ન રાખવી જોઈએ કે, નજીક પડેલુ દેખાય જ નહી..? : ડીપીએ-કંડલા પ્રશાસન ગાંધીધામ સંકુલમાથી જમીનનીતી માત્રને લઈને અઢળક કમાણીઓ કરે છે, અને આ સંકુલને આપવાનુ હોય તો તાવ ચડી જાય, કરોડોની લ્હાણી મુંદરા પોર્ટ વિસ્તાર નજીકમાં આવતા ભુખી નદીના વિકાસ માટે કરી દીધી? જાણકારોની લાલબત્તી : વધુમાં વધુ લાભ ગાંધીધામ સંકુલમાથી લેવાનો અને આપવાનીવાતે માત્ર ઠેંગો જ દેખાડી દેવો.!

.............

ડીપીએ કંડલાના ચેરમેનશ્રી ધ્યાને લે


ભુખી નદીને રીવરફ્રન્ટ બનાવવા પેટે ર૧ કરોડ અપાયા! પણ નદીમાં ૩૦૦ કરોડની રેતી કોણ ઉસેડી જશે ?


આ નદીને પુનઃજીવિત કરી અને રીવર ફ્રન્ટના રૂપકડાં નામ તળે નદીમાં પડેલી કિંંમતી અંદાજીત ૩૦૦ કરોડની રેતીનો કારસો-ખેલ તો નથી પડી જવાનોને?



• ગાંધીધામ મહાનગરપાલિકા વિકાસકામો કરવા આર્થિક મદદ માટે જયાં-ત્યાં ભટકી રહી છે, અને ડીપીએ-કંડલા પોર્ટને મુંદરા જઈને સેવા કરવાની કેમ જરૂર પડી રહી છે? તેની પાછળનું રહસ્ય શું છે?
• ગાંધીધામ સંકુલની ગટર વ્યવસ્થા-પાણીનું વ્યવસ્થાપન અગાઉ ડીપીએ-કંડલા પોર્ટ જ સંભાળતું હતુ, પરંતુ હવે આ ભારણ પણ કંડલા પોર્ટે નગરપાલિકા-મહાનગરપાલિકા પર જ થોપી દીધુ છે, ગદ્વાર જેવા અમુક ભ્રષ્ટાચારી શખ્સોએ પોતાના સ્વાર્થ-કટકી-કમિશન માટે કરી અને બે મોટી સંસ્થાઓ પણ ન કરી શકે તેવા ગટર-પાણીના કામોનો ખર્ચાળ ભાર નગરપાલીકા પર લઈ લીધો હતો, હકીકતમાં આ જવાબદારી ડીપીએની જ બને છે, ગાંધીધામ કંડલા સંકુલના મોટા ભારે ભરખમ ટ્રાન્સફર ફી-મોરર્ગેજ સહિતના ટેક્ષની આવક ખુદ ડીપીએ ઓળવી જાય છે, ગાંધીધામ સંકુલમાંથી ડીપીએ ખુબ કમાણી કરી રહ્યુ છે, અને જયારે આ સંકુલને કઈ આપવાની વાત આવે છે ત્યારે ડીપીએ પ્રશાસનને તાવ આવી જાય છે ? તેના પાછળનું રહસ્ય શું?


ગાંધીધામ : મુંદરાના ભુખી નદીને પુનઃજીવિત કરી અને રીવરફ્રન્ટ બનાવવાનો મહાકાય પ્રકલ્પ હાથ ધરાયો છે. જે ખરેખર સાક્ષાત થવાનો હોય અને તે હેતુસરનો જ હોય તો ખુબજ સારો કહી શકાય પરંતુ જાણકારો આશંકા દર્શાવી રહ્યા છે કે, ભુખી નદી નીચે છુપાયેલું ૩૦૦ કરોડનું રેતીકૌભાંડ તો નથી ને? હાલમાં મુંદરાની ભુખી નદી પર ૨૧ કરોડનો રીવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે.પરંતુ તેની આડમાં રેતીની અનધિકૃત ખનન થતું હોવાની આશંકાઓ દર્શાવવામા આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, અંદાજ મુજબ ૨૦ થી ૨૨ કિ.મી. વિસ્તારમાં ૨૦ ફૂટ ઊંડાઈ સુધી રેતી ભરેલી છે, જેની કિંમત આશરે ૩૦૦ કરોડ છે!સ્થાનિક સૂત્રો જણાવે છે કે, આ રેતી કોણ ઉપાડશે? તેની પાછળ કોઈ છાની રમતો તો નથી ગોઠવાઈ ગઈને?જો આ દાવો સાચો સાબિત થાય તો આ કરોડોની ખનિજ ચોરી ગણાશે.જો આવુ હોય તો ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમારસિંગે પણ જે માતબર ફંડ આ નદીને પુનઃજીવિત કરવા માટે આપેલ છે તે માટે પણ ફેરવિચારણાઓ કરવી જોઈએ તેવુ પ્રબુદ્વવર્ગ કહી રહ્યો છે. 


................

૧ જ બોર માટે અનેક એજન્સીઓનું ફંડિંગ!

બોર રીચાર્જના ઉધારેલા બીલોનો આંક પણ ચકાસવો જરૂરી : સામાન્ય ખેડુત પોતે બોર રીચાર્જ કરે તો ૩થી૪ લાખમાં થઈ જાય, તો પછી સરકાર ખર્ચે થયેલા આ બોર રીચાર્જમાં ૧પ-૧પ લાખના ખર્ચાઓ મંજુર કરાયા કેવી રીતે?


ગાંધીધામ : માંડવી-મુંદરા વિસ્તારમાં જળસિંચન માટે અનેક સંસ્થાઓએ ફંડ આપ્યા હોવાનુ મનાય છે. સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગ સ્ટેટ, ગ્રામ પંચાયતો સ્વભંડોળ, આ ઉપરાંત કઈક બની બેઠેલા ડાઉન્ડેશન, મહાકાય ઉદ્યોગો સહિતનાઓએ બોર રીચાર્જીંગમાં એકના એક બોર અથવા તો જળસંચયના કામ પેટે બીલો ઉધારી લીધા હોવાની છે ચર્ચા. એક જ બોરમાં અનેક એજન્સીઓ દ્વારા ફડીંગ કેવી રીતે કરાય? ઓડીટ થાય તો જ આ બધા ભોપાળા બહાર આવશે. જો આમ થયુ હોય તો એનો અર્થ સ્પષ્ટપણે ગેરરીતિ અને ડુપ્લિકેટ બિલિંગ તરફ ઈશારો કરે છે.


..............


કાગળ પર બોર - હકીકતમાં ખાલી ખાડા!

ગાંધીધામ : માંડવી-મુંદરા વિસ્તારમાં જળસંચયના કામોમાં મોટાપાયે ચલકચલાણા આચરાયા હોવાની ચકચાર સામે આવી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે તપાસ થવી જોઈએ કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અહી કેટલા બોર બનાવાયા, કેટલા તળાવો ઊંડા થયા, કેટલા હજી હયાત છે અને કેટલા ખેડુતોને વાસ્તવિક લાભ મળ્યો?તેની કોઈ દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે ખરા? જાણકારો કહે છે કે, તળાવો ઉંડા કરવામાં પણ દરેક તળાવમાં ?૫૦ લાખનો ખર્ચ બતાવાયો, છે પરંતુ પાણી સંગ્રહમાં વધારો થયો કે નહીં, તેની તપાસ કોઈએ કરી નથી!



....................



ચેકડેમોમાં પણ ગોટાળો - રીપેરીંગમાં લાખોનો ખેલ?

ગાંધીધામ : માંડવી-મુંદરા વિસ્તારમાં ચેકડેમ રીપેરીંગ માટે પણ કઈક ઘોટાળા આચરાયા હોવાની ચર્ચા સામે આવી રહી છે. કહેવાય છેકે અહીની સ્થાનિક મોટી કંપની, ફાઉન્ડેશન વાળી સંસ્થાઓ, સિંચાઈ પંચાયત અને સ્થાનિક અન્ય અલગ અલગ સંસ્થાઓએ આ બાબતે પ્રોજેકટ હાથ ધર્યા છે. પરંતુ કેટલા ચેકડેમ તૂટી ગયા? તેનો ગેરંટી પીરિયડ શું હતો?ક્યારે બાંધકામ થયું હતું? તેનો કોઈની પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી. આવુ કેમ?


...........

ભ્રષ્ટાચારના ભુતથી માંડવી-મુંદરાની 
રાજકીય ધરતી ધ્રુજવાના ભણકારા


ગાંધીધામ : દાહોદમાં તાજેતરમાં જ મનરેગાનું મંત્રીપુત્રનું કરોડોનું કૌભાંડ બહાર આવવા પામી ગયુ અને તેમાં મંત્રીપુત્રો જેલની હવા પણ ખાઈ ચુકયા છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, હવે માંડવી-મુંદરામાં પણ જો ઘનિષ્ઠ તપાસ થાયતો આવા જ મોટા ગજાનારાજકારણીઓના સગા સબંધીઓના નામે જળસંચયના થયેલા કામોની તપાસ ત્રાટકે તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આંતરીક ગતિવિધીઓની વચ્ચે જ અહીની રાજકીય ધરતી પણ ધ્રુજવા લાગે તેવા ભણકારા ગાજી રહ્યા છે. 


 

Comments

COMMENT / REPLY FROM