Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ગેસની પાઈપમાં ભડકો થતા મહિલાનું મોત 

01 October



રસોડામાં લાઈટ ચાલુ કરવા ગયા ત્યારે બનેલી ઘટનાથી અરેરાટી 

ગાંધીધામ : શહેરના ભારતનગરમાં કરૂણાંતિકા સામે આવી છે. મહિલા રસોડામાં લાઈટ ચાલુ કરવા ગયા ત્યારે ભડકો થતા દાઝી જવાના કારણે મોત થયું હતું. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભારતનગરમાં સવારે ૪ઃ૩૦થી પ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. હતભાગી ૩૦ વર્ષિય ચાંદનીબેન કિરણભાઈ ચૌહાણ પોતાના ઘરે સવારે લાઈટ ચાલુ કરવા ગયા ત્યારે ગેસની પાઈપ લીક હોવાના કારણે ભડકો થતા આખા શરીરે દાઝી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. એ-ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM