Trending News
સ્થાનિક સમાચાર

ગોવાથી લાખોનો દારૂ મંગાવનાર ભુજનો બુટલેગર કોણ? પુના - રામાના માનીતા નવઘણનો દારૂ તો નથી ઝડપાયો ને ? 

01 October



ભુજમાં મોટામાં મોટા બુટલેગર તરીકે જો કોઈ પંકાયલ હોય તો એ નવગણ છે, નવઘણ સિવાય કોઈને દારૂની છુટ મળતી જ નથી? ભુજ વ્યાપી-માધાપર સહિતના પટ્ટાઓમાં હાર્દિક-બબુડીસહિતના બુટલેગરો નવઘણથી જ દારૂ લઈ રહ્યા છે : તગડા હપ્તા આપનારા બુટલેગરોને પણ દારૂ વેચવાની નથી મળતી છુટ : નવઘણ પર કોના છે ચાર હાથ? 

ગાંધીધામ : એકતરફ ગુજરાતમાં દારૂબંધીની સજજડ અમલવારી કરાવવા માટે રાજય સરકાર દ્વારા પણ કડક કાયદાઓ અમલી બનાવાઈ રહ્યા છે તો બીજીતરફ સીમાવર્તી સરહદી એવા કચ્છ જિલ્લામાં જાણે કે દારૂની રેલમછેલ થવા પામતી હોય તેમ રોજ બરોજ અખબારોના મથાડા લાખોના દારૂ-મુદામાલ પકડાયાના અહેવાલો સાથે ચમકતા રહે છે. એટલે કે કયાંક ને કયાંક દારૂબંધીની કડક અમલવારીનો અભાવ જોવા મળી આવી રહ્યો છે. 
દરમ્યાન જ તાજેતરમાં જ રાજકોટ ખાતે ભુજ તરફ આવી રહેલ લાખોનો દારૂ પકડાઈ જવા પામ્યો છે. આ દારૂનો જથ્થો તાજેતરમાં જ રાજકોટમાં એલસીબી ઝોન ૧ની ટીમ દ્વારા રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાંથી ૩પ લાખથી વધુનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. ગોવાથી આ દારૂ મોકલાયો હતો અને તે કચ્છના જિલ્લા વડામથક ભુજ તરફ આવતો હોવાનો પ્રાથમીક ખુલાસો આ પ્રકરણમાં થવા પામ્યો છે. દરમ્યન જ હવે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, કચ્છના પશ્ચીમ ક્ષેત્રમાં જિલ્લા વડામથકમાં આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો? એટલે કે આ દારૂ મંગાવનાર બુટલેગર કોણ છે? 
કહેવાય છે કે, પશ્ચીમ કચ્છના વડામથક ભુજમાં તો સિંગલ ટેન્ડર જ મંજુર થયેલ છે. નવઘણ સિવાય ભુજમાં અન્યકોઈને દારૂ ઉતારવાની પરવાનગી જ આપવામાં આવતી નથી? આ નવઘણ એ કચ્છના દારૂના બુટલેગરો તરીકે કુખ્યાતી પામી ચુકેલ પુનાનો જ માણસ હોવાનુ ચર્ચાય છે. એટલે જાણકારો કહી રહ્યા છે કે પુના-રામાના માનીતા નવગણનો માલ ગોવાથી ભુજ પહોચે એ પહેલા જ રાજકોટ પોલીસે પકડી પાડયો કે શું? આ નવઘણનું નામ કેરાના અનોપના દારૂના જથ્થા ઝડપાયા તે વખતે પણ ભારે ચર્ચામાં રહેવા પામ્યુ હતુ. જો આ ચર્ચા સાચી હોય તો પછી નવઘણને આટલી છુટ કોણ આપી રહ્યુ છે? જિલ્લા વડામથક ભુજમાં તો ઉચ્ચ અધિકારીઓની કચેરીઓ આવેલી છે, તેમ છતા નવઘણ ખુલ્લીને આટલો બધો દારૂ કોના જોરે લાવે છે? તે મુળીયા ઉલેચાય તો ઘણા બધાના નામો સમો આવી શકે તેવી ચર્ચાઓ થવા પામી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM