કચ્છ યુનીવર્સીટીમાં "યુથ કનેક્ટ" કાર્યક્રમ યોજાયો
ભુજ : ભારતનો વસ્તી વિષયક લાભાંશ રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવાની અભૂતપૂર્વ તક રજૂ કરે છે. વિકસીત ભારત 2047 ના વિઝન સાથે સુસંગત, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS)અંતર્ગત સ્ટેટ એન.એસ.એસ. વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર, 2025 દરમિયાન સેવા પખવાડાના ભાગ રૂપે વિકસિત ભારત ‘’યુથ કનેક્ટ’’ આયોજન થઇ રહ્યું છે. જે અંતર્ગત કે.એસ.કે.વી. કચ્છ યુનીવર્સીટીમાં યુથ કનેક્ટ કાર્યક્રમનું આયોજન તારીખ ૨૪/૯/૨૦૨૫ ને બુધવારના રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય યુવા મંત્રાલય દ્વારા યુથ આઇકોન અને કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પાર્થ વિશ્રામ ગઢવી એ 2047 સુધી ભારતને વિકસિત દેશોની સૂચિમાં સમાવેશ કરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા પંચ પ્રણ અને અગિયાર શપથ બાબતે યુવાનોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં કચ્છ યુનીવર્સીટીના કુલપતિશ્રી ડો. મોહનભાઈ પટેલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર શ્રી રામભાઈ ગઢવી અને ડીપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ સાયન્સના અધ્યક્ષ ડો. મૃગેશ ત્રિવેદી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુલસચિવશ્રી ડો. અનીલ ગોરના માર્ગદર્શનમાં ડો. જીગ્નેશ તાળા એ સાંભળ્યું હતું.

Comments