લખપત ગૌમાતા સબસીડી કૌભાંડીઓ સામે કલેકટરશ્રીની લાલઆંખ યથાવત : SP એ LCB સોંપી તપાસ
નીતીનિયમોને નેવે મુકી સરકારી સહાયની અંદાજીત રપ લાખ જેટલી રકમ ઓળવી ગયાના પ્રકરણમાં પશુપાલન વિભાગની રાજય કક્ષાની ટુકડીઓની તપાસ, અહેવાલ બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર આવા કારસ્તાનીઓને જરા સહેજ પણ મચક આપવાના મુડમાં નથી
કલેકટરશ્રીએ પશ્ચિમ કચ્છ એસપીને જીવણટભરી તપાસ કરવા આપી સુચના : એસપીશ્રીએ એલીસીબીને કરેલા આદેશ બાદ નિવેદનોના દૌર આરંભાયા : કૌભાંડ આચરનારી ટોળકીમાં ફેલાયો છે ફફડાટ
ગાધીધામ : લાખપત તાલુકામાં ગૌમાતા સબસિડી સંબંધિત એક મોટું કૌભાંડ બહ્રાર આવ્યું છે. જેમાં સરકાર તરફથી આપવામાં આવેલી સહ્રાય ખોટી રીતે ચાંઉ કરી ં વપરાઈ હ્રોવાની ચકચાર સામે આવી રહી છે. કલેક્ટરશ્રી દ્વારા આ મામલે ગંભીરતાથી નોંધ લઈ
પોલીસને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનુ જાણવા મળી છે. મુખ્ય મુદ્દાઓની જો આ પ્રકરણમાં પ્રથમ દ્રષ્ટીએ વાત કરીએ તો ગૌમાતા સબસિડીના નાણાં ખોટી રીતે
ઉપયોગમાં લેવાયાનુ ધ્યાને આવતા કલેક્ટરશ્રીએ એસ.પી.ને તાકીદ કરી અને એસ.પી.એ એલ.સી.બી.ને તપાસ સોંપી.તોલકીમાં ફફડાટ સર્જાયો છે અને અનેક એગલથી તપાસ આગળ વધી રહ્રી છે.મામલતદાર લાખપતની બદલી થઈ ગઈ છે, અને નિવેદનો લેવામાં આવી રહ્યા છે.મોટા ખુલાસાની શક્યતા છે.આ કેસમાં સ્થાનિક તંત્ર અને પોલીસ બંને સક્રિય રીતે કામ કરી રહ્યા છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો લાખપત તાલુકામાં ગૌમાતા સબસિડીના નાણાં ખોટી રીતે ઉપયોગમાં લેવાયા હ્રોવાના ગંભીર આક્ષેપો સામે આવતા કલેક્ટરશ્રી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર સરકાર દ્વારા ગૌમાતા કલ્યાણ માટે આપવામાં આવેલી સબસિડીના નાણાં ખોટી રીતે ચકવણુ કાર્યમાં વપરાયા હ્રોવાના પુરાવા રાજયકક્ષાની તપાસ સમીતીના અહેવાલમાં પણ મળ્યા હાવેાનુ ચર્ચાય છે. કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષક ને તાકીદ કરી, અને દ્વારા આ કેસની તપાસ (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ને સોંપવામાં આવી. જે બાદ હવે પોલીસતંત્ર દ્વારા આ કેસમાં જીણવટભરી તપાસ હાથ ધરવામા આવી હોવાનુ સામે આવી રહ્યું છે. પશ્ચીમ કચ્છ પોલીસના સત્તાવાર સાધનોએ તપાસ હાલમાં ચાલી રહી હોવાથી વધુ કંઈ પણ કહેવુ અનુચિત ગણાવ્યુ હતુ.

Comments