Trending News
સ્થાનિક સમાચાર

નો રોડ-નો ટોલની લડત બાદ પણ કચ્છમાં નેશનલ હાઈવે ઓથોરીટીનો ઘોર અંધેર-રાજ : પ્રજાજનોને મોટો ઠેંગો

30 September

સામખીયાળી-રાધનપુર રોડની હાલત અતિ ખસ્તા! : રીપેરીંગના નામે મીંડું





કચ્છના પરિવહન કારોને પડતી મુશ્કેલીઓ બાબતે રોડ રસ્તા સમારકામોને લઈને ખાત્રીઓ ઉચચારનાર નેશનલ હાઈવે ઓથોરીટી હજુય માત્ર અને માત્ર પ્રજાજનોને હથેળીમાં જ ચાંદ દેખાડતી હોવાનો લાગી રહ્યો છે મોટો આરોપ 


સામખીયાળીથી રાધનપુર-સાંતલપુર જઈ રહેલા કચ્છના વહનચાલકોને હાલાકી યથાવત : સાંતલપુર પાસે ભારતમાલા રોડને જોડતા બ્રીજ પાસે સેકડો કીમી સુધીના રસ્તાની હાલત છે દયનીય : એક પણ ખાડો પુરવાની તસ્દી નેશનઈલ હાઈવે ઓથોરીટીએ લીધી નથી, અને કરોડોની ટોલ વસુલાત થાય છે બેફામ



ગાંધીધામ : કચ્છમાં તાજેતરમાં જ નો રોડ નો ટોલની ઝુંબેશ હાથ ધરવમાા આવી હતી અને તે બાદ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રોડ રસ્તાઓ સમારકામ કરી દેવા, સારા બનાવી દેવા સહીતની ખાતરીઓ ઉચ્ચારી હતી પરંતુ કયાંક ને કયાંક નેશનલ હાઈવે ઓથોરીટીના જાડી ચામડીના બની બેઠલા અધિકારીઓને કોઈ જ ફર્ક પડયો ન હોય તેમ હજુય રોડ રસ્તાઓ પરના જોખમી ખાડાઓ અનેક જગ્યાએ પુરવાની તસ્દી જ લેવામા આવી નથી અને કચ્છનો મોટો વિશાળ ટ્રાન્સપોર્ટર તથા પ્રવાસી વર્ગ આ જોખમી ખાડાવાળા રસ્તાઓ પરથી દેનિક પસાર થઈ હાલાકીનો ભોગ બની રહ્યો છે. 
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાઓ અને બેદરકારી અંગે ગંભીર ચિંતા હજુય યથાવત જ રહેલી દર્શાય છે. 
કચ્છથી સામખીયાળીી-રાંધનપુર માર્ગ પર, તેમજ સંતલપુરથી વરાહ્રી તરફ જતા ભારતમાલા માર્ગ પરના બ્રિજ નજીક, મોટાપાયે ખાડાઓ 
પડેલા છે. આ માર્ગો પર દરરોજ હ્રજારો વાહ્રનો પસાર થાય છે  જેમાં દિલ્હ્રી, મહ્રેસાણા, રાજસ્થાન, અને અબુ તરફ જતો ટ્રાફિક પણ શામેલ છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા કરોડો 
રૂપિયાનું ટોલ વસૂલવામાં આવે છે, છતાં માર્ગોની હ્રાલત અત્યંત દયનીય છે. અગાઉ ટોલ બૂથ પર જણાવવામાં આવ્યું હ્રતું કે તમામ માર્ગોનું સમારકામ ટૂંક સમયમાં કરવામાં આવશે, પણ હ્રકીકત એ છે કે અનેક સ્થળોએ હ્રાલત ‘જસની તસ’ છે.ખાખધજ રોડ, સાંમખીયાળી-રાધનપુર માર્ગ અને વરાહ્રી તરફના બ્રિજ 
પરના ખાડાઓ વાહ્રનચાલકો માટે જોખમરૂપ છે. આ બેદરકારીને કારણે અકસ્માતની શક્યતા વધી રહ્રી છે અને વાહ્રનચાલકોને ભારે હ્રાલાકીનો સામનો કરવો 
પડી રહ્યો છે.  રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી અને સંબંધિત તંત્રોને તાત્કાલિક પગલાં લેવા અને માર્ગોની યોગ્ય મરામત કરવા માટે ભોગગ્રસ્તો ગુહાર લગાવી રહ્યા છે. જાહ્રેર જનહ્રિતમાં આ મુદ્દે તાત્કાલિક ઘ્યાન આપવું જરૂરી છે. નહી તો ફરીથી આ રોડને લઈને પણ તેમની સામે લડતના મંડાણ કરવાની નોબત આવી પડે તો નવી નવાઈ નહી કહેવાય.

.........


નેશનલ હાઈવેના માટીપગા અધિકારીઓ સામે
ફરીથી ઉઠતા મસમોટા સવાલો
 

-“ટોલ વસૂલી તો થાય છે, પણ રસ્તા કેમ ખસ્તાહ્રાલ?“ - “કચ્છથી દિલ્હ્રીને જોડતા ધોરીમાર્ગ પર ખાડાઓનો રાજ!“ -“રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે ખાડાઓનો માર્ગ?“ -“ટ્રાફિક વધે છે, ખાડા ઊંડા થાય છે - જવાબદારી કોણે લેવી?“ -“ટોલ ભરો, ખાડા સહ્રો - શું આ છે વિકાસ?“ -“રસ્તાની હ્રાલત જોઈને વાહ્રનચાલકોના ધૈર્યનો ઇમ્તહ્રાન!““કચ્છથી આબુ, મહ્રેસાણા, રાજસ્થાન, દિલ્હી સુધી કડીરૂપ બનતા માર્ગ પર ખાડાઓથી ભરેલો ધોરીમાર્ગ!““રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી - શું તમે જોઈ રહ્યા છો? - રસ્તાની દયનીય સ્થિતિ!““જાહ્રેર જનહ્રિતમાં - હ્રવે સમય છે અવાજ ઉઠાવવાનો!“




 

Comments

COMMENT / REPLY FROM