Trending News
સ્થાનિક સમાચાર

કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

30 September




એરપોર્ટને મળેલા મેઈલમાં ર૪ કલાકમાં બોમ્બ ધડાકો થવાની અપાયેલી ધમકીનો થયો ફિયાસ્કો



ગાંધીધામ : દેશભરમાં એક બાદ એક એરપોર્ટ, શાળા, હોસ્પિટલો, અદાલતોમાં ઈમેઈલ મોકલી આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવે છે. આજદિન સુધી એક પણ ધમકી સાચી સાબિત થઈ નથી. કચ્છમાં અગાઉ પણ કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ફરી આ જ એરપોર્ટના ઈમેઈલ એડ્રેસ મેઈલ મોકલાવી ર૪ કલાકમાં બોમ્બથી ઉડાવવાની ધમકી અપાતા સંબંધીતોમાં ફફડાટ સાથે તંત્ર દોડધામમાં મુકાઈ ગયું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ ર૮ તારીખે સાંજના ૬.૩૦ વાગ્યાના અરસામાં કંડલા એરપોર્ટના ઈમેઈલ એડ્રેસ પર મેઈલ આવ્યો તેમાં શાળાઓ અને એરપોર્ટના વહીવટ માટે જે આતંકવાદી ૧૧૧ તરીકે ઓળખવામાં આવે છે. તમારી ઈમારતોની આસપાસ બોમ્બ મુકવામાં આવ્યા છે. તમારી પાસે ર૪ કલાકનો સમય છે. તેવી ધમકી ભરી માહિતી આપવામાં આવી હતી. કંડલા એરપોર્ટના ડાયરેકટર દ્વારા ઉપરી અધીકારી અને પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કયાંય હકીકત જણાઈ નથી. આ ધમકી બોગસ હોવાનું અને સમયનો વેડફાટ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ર૪ કલાક  બાદ અંજાર પોલીસમાં એરપોર્ટ ડાયરેકટર દ્વારા જાણવા જોગ દાખલ કરાઈ હતી. તહેવારોના સમયમાં આ પ્રમાણેની ગીધડ ધમકીથી લોકોને બાનમાં લેવાની કોશિષ કરવામાં આવી રહી છે. 

Comments

COMMENT / REPLY FROM