Trending News
સ્થાનિક સમાચાર

કંડલા ડીઝલ દાણચોરી કાંડમાં કુખ્યાત ગેંગ ની સંડોવણીઃ ગાંધીધામના રાજકિય સહિત કઈક  મોટામાથાઓના કરોડો સલવાયા  

30 September

જો તરફ્થ પ્રાણ થાય તો ‘‘અ’’નું કૌભાંડ ખૂલશે ?




એમએચઓના નામે ડીઝલ કૌભાંડમાં નવા નામો ચર્ચામાં - તપાસના તબક્કા તેજ બન્યા, કુખ્યાત  ગેંગનો ડીઝલ ધાંધલો! તપાસમાં સ્થાનિક નેતા, અધિકારીઓ અને વ્યવસાયિકોના નામ ચર્ચામાં : કરોડોના લેવડદેવડની તપાસ 


ઈડી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ આદરે તો અને તો જ ગાંધીધામ કંડલા સંકુલમાં કરોડોના ડીઝલના વકરી ગયેલા નેટવર્કનો થાય ભાંડાફોડ


અત્યાર સુધીમાં લેબમાં ગોઠવણીઓ થઈ જતા બચી જવાતુ હતુ, પણ હવે એક નહી અનેક લેબમાં સેમ્પલો મોકલવામા આવતા ભાંડાફોળ થવા પામી ગયો હોવાનો દેખાય છે વર્તારેા


ગાંધીધામ : સ્થાનિક સ્તરે ચર્ચામાં રહેલી ડીઝલ ધાંધલાની કથિત ગતિવિધિ અંગે તપાસના તબક્કા તેજ બનતા નવા નામો ચર્ચામાં આવવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત ગેંગ તરીકે ઓળખાતી ટીમના કેટલાક સભ્યો અને સંબંધિત લોકો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.માહિતી મુજબ, ગાંધીધામ વિસ્તારમાં ડીઝલ ધાંધલાની ટોળકીના ધોરણે ચાલતી ગતિવિધિનો પર્દાફાશ થવાની શક્યતા છે. કહેવાય છે કે આ સિન્ડિકેટમાં અનેક લોકોનો સમાવેશ હોવાનું સૂત્રો સૂચવે છે. તપાસ એજન્સીઓ આ મામલે નાણાકીય વ્યવહારો અને રોકાણ સંબંધિત દસ્તાવેજો ખંગાળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમિતએ 
પૂર્વના સંબંધોને આધારે નવા સાથીઓ શોધવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન કેટલાક સ્થાનિક નામી લોકો, રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિઓ તથા વ્યવસાયિક વર્ગના લોકોના નામો ચર્ચામાં આવી રહ્યા છે.સૂત્રો મુજબ, રાજ્યની ઇન્ટેલિજન્સ એજન્સીના કેટલાક અધિકારીઓના પૂર્વ કચ્છ વિસ્તાર સાથે સંબંધિત 
સંપર્કોની પણ તપાસ થઈ રહી છે. હાલ આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સંપૂર્ણ મામલાની તપાસ ચાલુ છે અને આવતા દિવસોમાં ઈડી અને અન્ય તપાસ એજન્સીઓની ભૂમિકા વધવાની શક્યતા છે.


...........


બીજેપી નેતા પુત્રનું નામ ચર્ચામાં



ગાંધીધામ : ચર્ચાઓમાં એવી વાત પણ સામે આવી છે કે, એક બીજેપી નેતા અને તેમના 
પુત્ર સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસ થઈ રહી છે. જોકે આ સંબંધિત કોઈ 
અધિકૃત પુષ્ટિ મળી નથી.


.........


ગાંધીધામથી માંડી પૂર્વ કચ્છના કઈક મોટામાથાઓના ચડશે તપેલા

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં બેનામી ડીઝલ દાણચોરીનું એક મહાકાય નેટવર્ક સક્રીય બની જવા પામ્યુ હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે કંડલામાં જે વશેલ્સ પકડાયુ છે તેની પાછળ પણ આ જ ટોકળી આખેઆખી સંડોવાયેલી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, જો કડક અને ઘનિષ્ઠ તપાસ કરવમાા આવશે તો અરબોના ડીઝલ ચોરી કૌભાંડનો ખુલાસો થશે. તે ઉપરાંત ગાંધીધામના-કંડલા કોમ્પલેક્ષ ઉપરાંત ભચાઉ-ચીરઈ પટ્ટા સુધીના કઈક મોટા માથાઓના રોકાણો આ ધંધામાં હોવાની વાત પણ બહાર આવી શકશે અને તેમના પણ તપેલાઓ ચડવા પામી જશે તેવુ મનાય છે. 

..........


મીઠીરોહરના ઝભાલેંઘાધારીના કેટલા સંડોવાયા ?


સીએફએસના રિટાયર્ડ અધિકારીનું 
નું નામ પણ ચકચારમાં 


ગાંધીધામ : તપાસ દરમિયાન મીઠી રોહર પટ્ટાના  ઝભાલેંઘાધારી,  તેમજ નિવૃત્ત અધિકારી સીએફએસનું નામ પણ અપ્રમાણિત રીતે ચર્ચામાં આવ્યું છે. સૂત્રો કહે છે કે અમુક નવો નેટવર્ક ઘડતી વખતે આ વ્યક્તિઓના નામો ચર્ચામાં આવ્યા હતા, પણ તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે.

.............


કચ્છમાં ડીઝલ દાણચોરી મુદ્દે આઈબી કેમ
સરકાર કક્ષાએ નથી કરતી ધારદાર રીપોર્ટ?



કયાંક આવા કાળા કારોબારમાં કોઈના હાથ તો કાળા નથી થઈ રહ્યા છે? કે પછી કોઈનો પગ આવા કુંડાળામાં પડી ગયો છે?

ગાંધીધામ : મિક્ષ ઓઈલ-એમએચઓ સહિતના નામે ડિજલની દાણચોરી બેખોફીથી સતત કરવામા આવી રહી છે. કચ્છમાં પણ જે ગેંગ સક્રીય બની છે તેમાં ચોકાવનારી વાત એ સામે આવી છે કે, લાંબા સમયથી આઈબીનો મુકેશ પણ આ સિન્ડીકેટનો ભાગ બનેલો છે. સરકાર પાસેથી તગડા પગાર ખાતો હોવા છતા ફરજમા મીડુ અને બેનામી ધંધાઓની ગોઠવણીમાં પાવરઘો આ મુકેશ કોણ છે? સચિવાલય કક્ષાએથી આ મુકેશની કડક તપાસ થવી જોઈએ. 

...........


અમુક ફાયનાન્સના ધંધાવાળા પણ 
રવાડે ચડયા?


ગાંધીધામ : મિક્ષ ઓઈલ-ઈન્ડીસ્ટ્રીયલ ઓઈલના નામે પ્યોર ડિજલ ચોરી લાવતી એક મોટી ગેંગ સક્રીય બનેલી છે. આ ધંધામાં હવે કેટલાક ફાયનાન્સવાળા પણ અમિત જેવાઓના રવાડે ચડી જવા પામ્યા હોવાની વાત સામે આવવા પામી રહી છે. 

.........



કરોડોનો ડીઝલ કટીંગ કરાવવા ટોકન

આપનાર મોટો ટ્રાન્સપોટૅર પણ ચર્ચામાં




ગાંધીધામ : તપાસ સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે કરોડો રૂપિયાની ડીઝલ ધાંધલામાં ટોકન પેમેન્ટ અને કટિંગ ડીલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એક મોટો ટ્રાન્સપોટૅર નું નામ પણ આ વ્યવહારો સાથે સંકળાયેલ તરીકે ચર્ચામાં આવ્યું છે.


.........


કુખ્યાત સિન્ડીકેટનું પીપાવાવમાં પણ ૭પ૦૦ ટનનું એક કન્સાઈનમેન્ટ હાલમાં છે તપાસના રડારમાં

ગાંધીધામ : કંડલામાં જે રીતે એમએચઓના નામે ડિજલ દાણચોરીનું કારસ્તાન પકડાયુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જે ગેંગનો હાથ આ કારનામા પાછળ છે તે જ સિન્ડીકેટનું એક કન્સાઈનમેન્ટ હાલમાં પીપાવાવ ખાતે પણ અટકાવી દેવાયુ છે. આ કોઈ નાનુ સુની નહી પણ ૭પ૦૦ ટન લિકવીડ જથ્થો હોવાનુ કહેવાય છે. અને તેમાં પણ કુખ્યાત સિન્ડીકેટ અને તેની સાથે રહેલા લોકોની જ બકરીડબ્બામાં અને પુછડી બહાર આવવા પામી ગઈ છે. 
 ............















 

Comments

COMMENT / REPLY FROM