Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સંકુલની રખડતા ઢોર મુકત શહેર બનવા ભણી આગેકુચ

29 September


હવે મનપાતંત્ર આટલુ ધ્યાન રાખે કે, ગાંધીધામ સંકુલમાથી બિનવારસુ ઢોર પકડાયા છે તેને ગાંધીધામથી દુર ભચાઉ-રાપર બાજુની પાંજરાપોળમાં મોકલે, એટલે ફરી ફરીને આ ઢોરો ગાંધીધમાના રસ્તા પર હવે કયારે જોવા ન મળે, અને જે રીતે કમિશ્નરશ્રીની ટીમ કામ કરી રહ છે, તે જોતા આવી ઉજળી સ્થિતી સર્જાતા પણ હવે વાર નહી લાગે : પ્રબુદ્ધવર્ગનો સુર

મહાનગરપાલિક કમિશ્નરશ્રી ગુરવાણીની કોઠાસુઝ ભરી કાર્યવાહી રંગ લાવી રહી છે : શહેર સંકુલમાં બિનવારસુ ઢોરને પકડીને સબસીડી લેતી પાંજરાપોળ-ગૌશાળામાં મોકલતા શહેર-સંકુલના વિવિધ રોડ-રસ્તા વિસ્તાર તો રખડતા ઢોર મુકત બની ચૂકયા છે

અગાઉ તો નગરપાલિકા રખડતા ઢોરો પકડે, તેના માટે વાડાઓ બનાવો, આ વાડાઓના ખર્ચા ઉધારાય, ખર્ચા પુરા થાય એટલે આવા અમુક વાડાઓ બંધ થાય અને બિનવારસુ પશુઓ ફરી-ફરીને શહેરના રોડ પર જ ફરતા દેખાતા..!


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં મનપા કમિશ્નર તરીકે શ્રી ગુરવાણીની નિયુકતી થયાની સાથે જ હવે સંકુલને સતાવતી વિવીધ સમસ્યાઓના નિરાકરણ ધડાધડ આવવા પામી રહ્યા હોવાનો આશાવાદ સંકુલમાં પ્રવર્તતો જોવાઈ રહ્યો છે. તેની વચ્ચે જ હવે ંગાંધીધામ સંકુલ રખડતા ઢોરોથી મુકત થવાની દિશામાં મજબૂત પગલાં ભરી રહ્યું છે તેમ કહેશુ તો વધારે પડતુ નહી કહેવાય. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો શહ્રેરના વિવિધ માર્ગો અને સંકુલોમાં લાંબા સમયથી રખડતા ઢોેરોની સમસ્યા નાગરિકોની સુરક્ષા, સ્વચ્છતા અને વાહ્રન વ્યવહ્રાર માટે ગંભીર ચિંતા બની હ્રતી. અગાઉ નગરપાલિકા દ્વારા ઢોરોને પકડવા માટે વાડા બનાવવામાં આવતા, રો ફરીથી ખુલ્લા રસ્તાઓ પર દેખાવા લાગતા હ્રતા. પરિણામે, આ સમસ્યા સતત યથાવત રહ્રી હ્રતી.હ્રવે, ગાંધીધામ મહાનગરપાલિકા અને કોર્પોરેશનના માનનીય કમિશનરશ્રીના માર્ગદર્શન હ્રેઠળ એક નવી અને વ્યવસ્થિત 
પદ્ધતિ અમલમાં આવી છે. આ પદ્ધતિ મુજબ, રખડતા ઢોરોને નિયમિત રીતે પકડવામાં આવી રહ્યા છે અને તેમને સરકારની સબસિડી હ્રેઠળ પાંજરાપોળમાં રાખવામાં આવી રહ્યા છે. આ પગલાંથી ઢોરોને લાંબા ગાળે સંકુલથી દૂર રાખવાની શક્યતા વધી છે.આ નવી વ્યવસ્થા હ્રેઠળ ખાસ ઘ્યાન એ બાબતનું રાખવામાં આવી રહ્યું છે કે પકડાયેલા ઢોરોને ગાંધીધામથી દૂર આવેલી ગૌશાળા અથવા પાંજરાપોળમાં મુકવામાં આવે, જેથી તેઓ 
પાછા ફરીને શહ્રેરના માર્ગો પર ફરીથી ન દેખાય. આ પગલાંથી નાગરિકોમાં એક મજબૂત આશાવાદ જન્મ્યો છે કે હ્રવે સંકુલ રખડતા ઢોરોથી સંપૂર્ણપણે મુકત બની શકે છે.નાગરિકોને પણ આ અભિયાનમાં સહ્રયોગ આપવો જોઈએ અને જો ક્યાંય રખડતા ઢોરો દેખાય તો નગરપાલિકા સાથે તાત્કાલિક સંપર્ક સાધવો, જેથી યોગ્ય કાર્યવાહ્રી કરી શકાય.

 

Comments

COMMENT / REPLY FROM