Trending News
સ્થાનિક સમાચાર

ધોળાવીરા નજીક ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

29 September


ભુજ : કચ્છ પ્રદેશ ફરી એકવાર ધરતીકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. સોમવારે સવારે ૧૧ઃ૧૪ મિનિટે ધોળાવીરા નજીક ૩.૨ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભારતીય ભૂકંપ માપન કેન્દ્રના પ્રાથમિક અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી આશરે ૨૬ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશામાં હતું. 
કચ્છ પ્રદેશ ભૂકંપ ઝોનમાં આવેલો હોવાથી વારંવાર નાનાં-મોટાં આંચકાઓ અનુભવાતા રહે છે.  નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા નાના ભૂકંપો સામાન્ય રીતે ભૂગર્ભમાં ઊર્જા બહાર પાડવાનો એક કુદરતી ઉપાય છે. તેમ છતાં કચ્છમાં ભૂકંપની ચર્ચા થતાં જ લોકોમાં ૨૦૦૧ની વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ જતી હોય છે. ગોરા ડુંગર ફોલ્ટલાઈન પર આ ભૂકંપ અનુભવાયો હતો.

Comments

COMMENT / REPLY FROM