ગાંધીધામ સંકુલમાં રેડીશનવાળા કોમર્શિયલ ગરબા વાળાની મનમાની સામે અંગુલીનિર્દેશ : કોના બાપની દિવાળી ?
સંકુલમાં નવો સડ્ડો ઘુસ્યો કે શું? મીડીયા પાર્ટનર બનાવો, મન ફાવે તેમ દાદાગીરી કરો?
ગમે તે થવાનુ હોય તે થાય, કૃત્રિમ કે કુદરતી સમસ્યાઓ આવે, ગરબા તો યેન-કેન પ્રકારે રમવાના અને રમાડવાના જ...કોમર્શિયલ ગરબાવાળાઓ કેટલી માજા મુકી રહ્યા છે? વરસાદ વિઘ્ન બનતા ખુલ્લામાં ગરબાઓ યોજી ન શકાય તો ઉઘરાણા કરેલા મોંઘાદાટ પાસના રૂપીયા રીફંડ કરવાની નોબત આવી જાય, એટલે કોઈને પણ પુછયા-ગાઠયાં વગર જ સીધેસીધા આંબેડકર ભવનમાં ગરબાઓ મનસ્વી રીતે શરૂ કરી દેતા સંકુલમાં આવા આયોજકોની સામે ઉઠી રહ્યા છે મોટા સવાલો? શું આવા ગરબાવાળા કચ્છના આખેઆખા પ્રશાસનને જ ખુલ્લેઆમ ફેકી રહ્યા છે પડકાર.., અગાઉ આ જ કોમર્શિયલ ગરબામાં આયોજકોએ પોલીસની મહીલા ટીમ સહિતનાઓને ગણકાર્યા ન હોતા અને ઝપ્પાઝપ્પી કરી દીધી હતી, હવે મનસ્વી રીતે પરવાનગીઓ વગર બંધ હોલમાં કોઈ પણ પ્રકારની સલામતી-સીકયુરીટી વગર યોજી દીધા ગરબા ...?
પૂર્વ કચ્છનું પ્રશાસન કેમ આવા કોમર્શિયલ ગરબાવાળાની શાન ઠેકાણે લાવતી ધાક બેસાડતી કામગીરી કરવમાં પુરવાર થઈ રહી છે વામળી? : મીડીયા પાર્ટનર બનાવ્યા, એટલે બધા જ કાયદાઓ ધોઈને પી જવાનો પીળો પરવાનો મળી ગયો?
પરવાનગી વગર આંબેડકર હોલમાં ગરબા શરૂ —
કોમર્શિયલ આયોજકોની મનમાની સામે જાગૃત નાગરિકોનો રોષ! : ? વરસાદમાં રિફંડ ન આપવો પડે એટલે સ્થળ બદલીને હોલમાં ગરબા ?
પરવાનગી વગરનું આયોજન, સુરક્ષા વિના કાર્યક્રમ! તંત્ર સુતું છે કે મનમાનીને આશીર્વાદ આપે છે? ?
નવરાત્રીના પવિત્ર પર્વને ધંધામાં ફેરવતા ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ??
ગાંધીધામઃ ગુજરાતમાં પાછલા અમુક સમય પારંપરીક નવરાત્રીઓના નામે કોમર્શિયલ ગરબાવાળા ધંધાદારીઓ રીતસરના મેદાને આવી પડયા છે. તેઓ નફાખોરી રડી લેવાની માટે કોઈ જ પ્રકારના નીતીનિયમોને અનુસરતા જ નથી અને માત્ર મોંઘાદાટી ટીકીટ પાસ ગોઠવી અને આંધણી કમાણી જ કરવામાં માનતા હોય તેવી ફરીયાદો સમયાંતરે બહાર આવતી જરહેતી હોય છે. દરમ્યાન જ ગાંધીધામ સંકુલમાં પણ હોટેલ રેડીશન મધ્યે આવા જ કોમૃશિયલ ગરબાવાળાની મનમાની અને દાદાગીરી
પૂૃવકનુ આયોજન ચર્ચામાં આવવા પામી ગયુ છે. લોકો કહી રહ્યા છે કે, ગાંધીધામ સંકુલમાં શું કોઈ નવો સડ્ડો ઘર કરી રહ્યો છે કે કેમ? મીડીયા પાર્ટનર બનાવો અને દાદાગીરી પૂર્વક વર્તન કરો? મીડીયા પાર્ટનર બનાવી લીધા એટલે બધા જ તેમના ખીસ્સામાં આવી ગયા? આવા આયોજકોએ કોઈ પણ પ્રકારના નીતી નિયમો, સરકારી તંત્રની મંજુરીઓ લેવાની જાણે કે જરૂર જ ન રહેતી હોય તેમ રેડીશન હોટેલવાળા આયોજકો વર્તતા હોવાનો બળાપો ઠલવાઈ રહ્યો છે. રેડીશન હેાટેલમા કોમર્શિયલ ગરબીમાં હજુ તો પોલીસ વાળાઓને આવતા રોકી અને તેમની સાથે ઝપ્પાજપ્પીઓ કરાયાની ઘટના સંકુલમાં સમી નથી ત્યા ગત રોજ રાત્રે પડેલા વરસાદમાં આ કોમર્શિયલ ગરબાવાળાએ ખેલેયાઓ પાસેથી લીધેલી તગડી ટીકીટની રકમ પરત આપવી ન પડે તે માટે વિના પરવાનગી-મંજુરી અને સલામતી-સિકયુરીટીવીના જ બંધ સભાખંડમાં ગરબા ગોઠવી દીધા હોવાનો રોષ સંકુલમાં ફલાતો જોવાઈ રહ્યો છે. જાણકારો કહી રહયા છે કે, નવરાત્રીના પવિત્ર પર્વને ધંધો બનાવવાના પ્રયાસો સામે હવે સ્થાનિક સ્તરે વિરોધના સ્વરો ઉઠી રહ્યા છે. માહિતી કોઈપણ શાસક તંત્ર પાસેથી પરવાનગી લીધા વિના રેડિશન વાળા આયોજકો દ્વારા આંબેડકર હોલ ખાતે નવરાત્રી ઉત્સવ ગઈકાલે એકાએક જ શરૂ કરવામાં આવ્યો હતો.સૂત્રો મુજબ, વરસાદના કારણે લોકોને પૈસા પાછા આપવાની ફરજ ન પડે તે માટે સ્થળ બદલીને આંબેડકર હોલમાં ગરબા શરૂ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી અને સિક્યુરિટીની વ્યવસ્થા પણ દેખાતી નથી.
શાસક તંત્ર અને પોલીસ વિભાગની પરવાનગી વગર આ પ્રકારનું કાર્યક્રમ યોજવું નિયમ વિરુદ્ધ ગણાય છે. શહેરના જાગૃત નાગરિકો તથા સમાજના આગેવાનો હવે માંગ કરી રહ્યા છે કે, આવા કોમર્શિયલ ગરબા આયોજકોની મનમાની સામે તંત્ર કડક કાર્યવાહી કરે.

Comments