Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ નજીક ટ્રેઈલરે છકડા રીક્ષાને ટક્કર મારતા માતા-પુત્રનાં મોત 

28 September


લખાગઢથી આડેસર રોડ પર એક્ટિવા સ્લીપ થતા યુવાનનું મોત 

ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય છે તેમ દરરોજ મોતના ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. વધુ બે ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે. 
ગાંધીધામ-ભચાઉ નેશનલ હાઈવે પર ભચાઉ નજીક ટ્રેઈલરે છકડા રીક્ષાને ટક્કર મારતા માતા-પુત્રનાં મોત થયા હતા. આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉ નજીક છાડવારા ગામે ગોલ્ડન ઈંગલ હોટલની સામે આ બનાવ બન્યો હતો. ફરિયાદી નીતલબેન બાબુભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે રાત્રિના એક વાગ્યે પડાણાના મીઠાના કારખાનામાંથી મજૂરી કામ પૂર્ણ કરી તે, તેમના પતિ ૩૭ વર્ષિય બાબુભાઈ રણછોડભાઈ કોલી, પ૦ વર્ષિય સાસુ મધુબેન રણછોડભાઈ કોલી તથા ચાર સંતાનો છકડામાં જતા હતા ત્યારે પુલ ઉતર્યા પછી તેઓના છાકડા પાછળ આવતા ટ્રેઈલરે ટક્કર મારતા છકડો પલટી ગયો હતો અને સૌ રીક્ષામાંથી નીચે પટકાયા હતા. પાછળથી ટ્રેઈલર નં.જીજે૧ર - એઝેડ - ૪૭૭૭ ના ચાલકે ટક્કર મારતા છકડો રોડ પર પાર્ક થયેલા અન્ય ટ્રકમાં ભટકાતા આ બનાવ બન્યો હતો. જેમાં બાબુભાઈ અને મધુબેનના ગંભીર ઈજાઓના કારણે મોત થયા હતા. જ્યારે ફરિયાદી તથા તેમની દીકરી શીતલ અને રીક્ષામાં બેઠેલા સુનિલભાઈને ઈજાઓ થઈ હતી. માતા-પુત્રના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.  દરમિયાન ભચાઉ તાલુકાના લખાગઢથી આડેસર જતા રોડ પર બીજો બનાવ બન્યો હતો. કીડિયાનગરમાં રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ વરવીણભાઈ ચૌહાણ એક્ટિવા લઈને જતા હતા. તેમની એક્ટિવા ફુલસ્પીડમાં હોવાથી સ્લીપ થતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. બનાવ અંગે આડેસર પોલીસમાં નોંધ દાખલ કરવામાં આવી હતી. 
3

Comments

COMMENT / REPLY FROM