Trending News
સ્થાનિક સમાચાર

- તો કંડલામાં ડીઝલ દાણચોરીના કૌભાંડમા થાય વધુ કડાકાભડાકાં

28 September

ંકસ્ટમ કમિશ્નરશ્રી નીતીન શૈનીની ટીમને શાબાશ છે..!



માઈક્રો હાઈડ્રો કાર્બન એટલે કે એમએચઓ દર્શાવી અને પ્યોર ડિઝલની દાણચોરી કરનારા તત્વો પર એજન્સીની તવાઈથી ફેલાતો જાણકારોનોમત

૧ જહાજમા મિસડીલકેશન ખુલ્યુ, બાકી બેમા પણ જો ડીઝલ પકડવુ જ હોય તો વિશાખાપટ્ટનમ લેબમા જ સેમ્પલ મોકલાવાવ ઘટે : કંડલા કસ્ટમ કે વડોદરા યા તો દિલ્હી સીજીએલની લેબમાં તો ડીઝલ દાણચોરો સેટીગ કરીને બેસી ગયા હોવાનો છે વર્ચારો



ગાંધીધામ : દેશના મહાબંદરો પેકીના બે મોટા બંદરો કચ્છમા કાર્યરત છે. મુદરા અને કંડલા બંદર એક યા બીજી રીતે પાછલા અમુક સમયથી સદાય ચર્ચામા રહે છે. આ બંદરો પર પાછલા કેટલાક સમયથી ઐતિહાસીક અને મહાકૌભાંડો આચરાઈ રહ્યા હોવા સમાન ઘટનાક્રમો બહાર આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ બહારની એજન્સીઓ અહી ત્રાટકી અને આવા કૌભાડોનો પદાર્ફાશ કરી જાય છે. તે દરમ્યાન જ હવે મળતી માહીતી અનુસાર કંડલા બંદર પર પણ પાછલા ત્રણેક દીવસથી એજન્સી ત્રાટકી અને આખેઆખા વેશલ્સને જ અટકાવી અને તેમાથી સેમ્પલીગ કરી અને પૃથકરણ માટે ગુજરાત રાજય બહારની લેબમા મોકલી આપ્યા બાદ આ પ્રકરણમા મોટા ખુલાસા થવા પામ્યા છે. 
પ્રાથમિક વિગત અનુસાર એક જહાજ અટકાવાયુ છે અને તેમાથી લેવાયેલા સેમ્પલમા મિસડીલકેરન હોવાની વાત પ્રાથમિક તબક્કે બહાર આવવા પામી ગઈ છે. જયારે અન્ય બે જહાજોને હજુય અટકાવી અને સ્ટેન્ડ બાય રખાયા હોવાનુ સામે આવી રહ્યુ છે.  એમએચઓ ડીકલેર કરી અને ડીઝલ આયાત કરવામા આવી રહ્યુ હોવાનો ખુલાસો પ્રાથમીક તબક્કે થવા પામ્યો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે ઉચ્ચસ્તરે આ બાબતે ફરીયાદ દાખલ થવા પામી હતી જે બાદ અમદાવાદ ડીઆરઆઈએ આ ધાડ બેસાડતી કાર્યવાહી અહી કરી છે. આ ઉપરાંત કંડલા કસ્ટમ  ઈન્ચાર્જ કમિશ્નરશ્રી નીતીન શૈની અને તેમનો સ્ટાફ પણ અહી આ કાર્યવાહીમા સાથે જોડાયો હતો. હવે જાણકારો કહી રહ્યા છે કે, જો બાકીના બે જહાજમા પણ દુધનુ દુધ અને પાણીનુ પાણી કરવુ હોય તો વીશાખાપટ્ટમ અથવા તો બહારની લેબમા જ સેમ્પલો મોકલવા જોઈએ. તો ઘણુ બધુ આ પ્રકરણમા બહાર આવવા પામી શકશે. 


.................


મુદરાની ડીઝલ દાણચોર ટોળકી કંડલા બાજુ આવી, પણ ભુલી ગઈ કે, અહી પણ સૈનિ સાહેબ જ બેઠા છે!

ગાંધીધામ : એમએચઓના નામે પ્યોર ડિજલ મંગાવવા માટે  ચોકકસ સિન્ડીકેટ પાછલા કેટલાક સમયથી મુંદરામા સક્રીય બનેલી હતી પરંતુ મુદરા જયારથી કમિશ્નર પદે નીતીન શૈની મુકાયા ત્યારથી આ ટોળકીમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારેો સામે આવવા પામી ગયો હતો. અને આ ટોળકી હવે કંડલા બાજુ અજમાયીશ કરવા આ તરફ વળી હોય તેવુ દેખાય છે પરંતુ જાણે કે, આ ટોળકી ભુલી ગઈ કે, હાલના સમયે કંડલા કસ્ટમનો પણ ઈન્ચાર્જ  કમિશ્નરશ્રીનો કાર્યભાર પણ તેઓની પાસે જ રહેલો છે. એટલે તેમની બાઝ નજરથી કોઈ બાકાત રહી જાય તેવુ બની શકે નહી.


...........

ગાંધીધામ ડીઆરઆઈ કેમ ઉંઘતી જ ઝડપાય છે?

ગાંધીધામ : કંડલામા એમએચઓની આડમા ડીઝલ દાણચોરી આચરાઈ રહી હોવાની ગંધી ગુજરાત અને તે બહારની એજન્સીઓ સુધી પહોચી જાય છે તો પછી અહી સવાલ એ થાય છે કે, જયારે પણ કાર્યવાહી થાય છે ત્યારે સ્થાનિક એજન્સીઓને કેમ આવા ઘટનાક્રમો બાબતે ઉંઘતા ઝડપાઈ જવા પામ્યા છે. આ વખતે પણ જો અમદાવાદ ડીઆરઆઈ અહી ત્રાટકી હોય તો પછી ગાંધીધામ સહિતની ડીઆરઆઈની એજન્સી કેમ કોમામા રહી ગઈ છે? તેવા સવાલો જાણકારો કરી રહ્યા છે. 


...................

ગાંધીધામ સંકુલમા દાણચોરોના સાગરીતો કોણ કોણ? તપાસ થવી ઘટે

ગાંધીધામ : એમએચઓ માઈક્રો હાઈડ્રો કાર્બની આડમા ડીઝલની દાણચોરી થયા હોવાની આશંકાએ એક જહાજમાથી પૃથકરણ બાદ કાર્યવાહી થવા પામી રહી છે. ત્યારે આ પ્રકારની દાણચોરી કરનારા કોણ છે? મોકલનાર મંગાવનારાઓ કોણ કોણ રહેલા છે? ઉપરાંત ગાંધીધામમા સ્થાનિકે આ  ગેગની સાથે કોણ કોણ સંકળાયેલા છે? તેે તમામ સુધી તપાસનો રેલો લંબાવવો જોઈએ.

 

Comments

COMMENT / REPLY FROM