કચ્છમાં કોમી કાંકરીચાળો કદાપિ નહીં ફાવે.! : બન્ને સમુદાયના આગેવાનો દાખવે વધુ સમજુતી
મઝહબ નહી શીખાતા આપસ મે બેર રખના..!
બન્ને સમુદાયના આગેવાનો આગળ આવે, મધ્યસથી ભરી બેઠક યોજી, યુવાનો-આબાલવૃદ્ધા સોને પરસ્પર સમજણ આપે, કે આવી ઘટનાઓ આચરવા પાછળ એકાદ-બે વિકૃત માનસીકતા ધરાવનારા તત્વોનો જ હાથ હોય છે, સમાજ-સમુદાયને તેનાથી કંઈ જ લેવા-દેવાનુ હોતુ નથી, બન્ને સમાજ તેમનો ભાઈચારો કાયમ રાખે, વધુને વધુ મજબુત બનાવે તેવી સમજણ બન્ને સમુદાયના આગેવાનોએ તેમના સમાજને આપવી જોઈએ
અંજારમાં શોશ્યલ મીડીયાના અુમક ગણ્યાગાણ્યા બની બેઠેલા ટીખ્ખળખોરોના મન્સવી વ્યકિતગત વલણથી શાંતી-અમલની-સુખદ ભાઈચારાની લાગણીને પલીતો ચાંપવાના થયેલ પ્રયાસ ટાંકણે પ્રબુદ્ધવર્ગનો સીધો ઈશારો : કચ્છનો ભાઈચારો જગમશહુર છે, કચ્છની કોમી એકતાના દાખલાઓ દેશ-દુનીયામાં દેવાતા રહ્યા છે, કચ્છમાં હિન્દુ-મુસ્લીમ બિરદરો દુખમાં સાકર ભળી જાય તેમ એકમેકથી હળીમળીને વરસોથી રહેતા આવ્યા છે, અહી કોઈ એકલ-દોકલ વ્યકિતની વિકૃત માનસીકતાઓ કયારે પણ ફળી નથી, બન્ને કોમના ભાઈચારામાં ભાગલા પડાવવાના પ્રયાસો કચ્છમાં કદાપિ ફાવ્યા નથી, અલબત્ત કચ્છના કોમી ભાઈચારાને પલીતો ચાંપવાના પ્રયાસો જયારે જયારે થયા છે ત્યારે ત્યારે આ બન્ને સમાજના લોકોએ અગાઉ કરતા વધુ કોમી એકતાને મજુબત બનાવી અને આવા ટીખ્ખળખોરોના ગાલે સણસણતો તમાચો જ ફટકારી દીધો છે..!
ગાંધીધામ :ગાંધીધામ : શહેનશાહન સોદ્રાણા યા હાજીપીર વલીના જયા બેસણા છે તેવા કચ્છની કોમી એકતા તો જગમશહુર રહેલી છે. કચ્છમાં હિન્દુ-મુસ્લીમ બિરાદરો તો દુધમાં જેમ સાકળ ભળી જાય તેમ એકબીજાથી હળી મળીને રહે છે. કચ્છ જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવવાના એકલ દોકલ તત્વોના કારસ્તાનો કદાપિ ફાવ્યા નથી અને ફાવશે પણ નહી. સમયાંતરે એકલ દોકલ તત્વો પોતાની વિકૃત માનસીકતાના પ્રદર્શનો કરાવતા હોય તેમ બે કોમની વચ્ચે તનાવ ઉભો થાય તેવા કૃત્યો આચરતા રહે છે, પરંતુ કચ્છનો હિન્દુ મુસ્લીમ બિરાદર જયારે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આવા એકલ દોકલ વિકૃત માનસ ધરાવનારાઓને સણસણતો તમાચો જ જાણે કે ફટકારતા હોય તેવી રીતે અગાઉ કરતા પણ હિન્દુ-મુસ્લીમ સમુદાય વચ્ચેની કોમી એકતાને વધુ મજબુત બનાવીને દેખાડતા હોય છે.
કચ્છમાં તો હિન્દુ ધર્મના તહેવારો દરમ્યાન મુસ્લીમ બિરાદરોની હાજરી અને મુસ્લીમ તહેવારો વચ્ચે શ્રદ્ધાપૂૃવક હિન્દુ લોકોની ઉપસ્થિતીના કઈક વખત દર્શન થતા રહ્યા છે અને તેથી જ તો કચ્છની કોમી એકતાની મિશાલ હમેશા વિવિધ મોરચે આપવામાં આવતી રહેતી હોય છે. તાજેતરમાં પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમાં પણ બે સમુદાય વચ્ચે તનાવ વધે તેવા કૃત્યને અંજામ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. જો કે, પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ખુદ અંજાર ઘટનાસ્થળે દોડ આવી અને અંજાર પોલીસના શ્રિ ગોહીલ સહિતની ટીમોએ પણ સ્થિતીને અને ઘટનાની ગંભીરતાને સમજીને મોરચો સંભાળી લેતા ટોળાઓ એકત્રિત થઈ ગયા હતા તે સ્થિતીની નિયંત્રીત કરી લેવામાં સફળતા મળવા પામી હતી.
અંજારમાં શોશ્યલ મીડીયાના અુમક ગણ્યાગાણ્યા બની બેઠેલા ટીખ્ખળખોરોના મન્સવી વ્યકિતગત વલણથી શાંતી-અમલ-સુખદ ભાઈચારાની લાગણીને પલીતો ચાંપવાના થયેલ પ્રયાસ ટાંકણે પ્રબુદ્ધવર્ગનો સીધો ઈશારો કરતા કહી રહ્યો છે કે, કચ્છનો ભાઈચારો જગમશહુર છે, કચ્છની કોમી એકતાના દાખલાઓ દેશ-દુનીયામાં દેવાતા રહ્યા છે, કચ્છમાં હિન્દુ-મુસ્લીમ બિરદરો દુખમાં સાકર ભળી જાય તેમ એકમેકથી હળીમળીને વરસોથી રહેતા આવ્યા છે, અહી કોઈ એકલ-દોકલ વ્યકિતની વિકૃત માનસીકતાઓ કયારે પણ ફળી નથી, બન્ને કોમના ભાઈચારામાં ભાગલા પડાવવાના પ્રયાસો કચ્છમાં કદાપિ ફાવ્યા નથી, અલબત્ત કચ્છના કોમી ભાઈચારાને પલીતો ચાંપવાના પ્રયાસો જયારે જયારે થયા છે ત્યારે ત્યારે આ બન્ને સમાજના લોકોએ અગાઉ કરતા વધુ કોમી એકતાને મજુબત બનાવી અને આવા ટીખ્ખળખોરોના ગાલે સણસણતો તમાચો જ ફટકારી દીધો છે..!
અહી યાદ અપાવી શકાય કે, જયારે ગોધરા રમખાણાની ઘટના બની અને તેના તણખલાં રૂપેેે ગુજરાતના પણ કઈક જિલ્લાઓમાં કોમી તનાવની ઘટનાઓ તે વખત બની હતી પરંતુ તે સમયે કચ્છનો કોમી શાંતી-અમન ભર્યો ભાઈચારો અકબંધ રહી અને દેશ-દુનીયાને એક અલગ જ પ્રેરણા આપી ગયો હતો, આવા કોમી એખલાશભર્યા કચ્છ જિલ્લામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના કારસા કયાપિ નથી ચાલ્યા..અને ચાલવાના પણ નથી. હાલમાં પણ જયારે અંજારમાં ઘટના બનવા પામી, સોશ્યલ મીડીયાના એકલ દોકલ તત્વો થકી કોઈ ટીખ્ખળ ફેલાવી અને માહોલને બગાડાયો અને તે બાદ પોસ્ટરમાં પેડા કરી અને જે ઘટના બની છે તેને એકચોટ નિયંત્રત કરી જ લેવાઈ છે પરંતુ હવે કચ્છની કોમી એકતા અને શાંતી અમનને કોઈ એકલ દોકલ વ્યકિતઓ ઉશ્કેરાટ ન સર્જી જાય તે માટે હકીકતમાં બન્ને સમુદાય અને સમાજના આગેવાનોએ આગળ આવી અનધ્સમજુતી પૂર્વકની મધ્યસ્થિભર્યુ વલણ દર્શાવવુ જોઈએ. કારણ કે, આવા કૃત્યો આચરનારાઓના કોઈ ધર્મ નથી હોતા, બે સમાજની સુખ શાંતી અને ભાઈચારો ડહોળાય તેવા કૃત્યો કરનાર કોઈ સમુદાય કે સમાજ કારણભુત કદાપી નથી હોતો, એકાદ બે વિકૃત માનસીકતા વાળા લોકો જ આવા કૃત્યો આચરી જતા હોય છે, અને તેવા તત્વોને પરસ્પર શેાધી અને પોલીસ કાયદાકીય રીતે ચોકકસથી નશ્યત કરવાની દીશામાં આગળ વધી જ રહી છે એટલે બન્ને સમુદાય કે સમાજે આવા કીસ્સાઓમાં વ્યાપક રૂપે વાતને માની અને આગળ વધારવાનો કોઈ અર્થ રહેતો નથી. કચ્છનો જગમશહુર કોમી એખલાશભર્યો માહોલ સદાય અજરામર રહ્યો છે અને રહેશે તે વધુ એક વખત આવી ઘટનાઓ બાદ બન્ને સમાજે વધારે સાંમજસ્ય સાંધી અને એકમેખથી ખભ્ભેથી ખભ્ભા મિલાવી અને કોમી એકતાને વધુ મજબુત કરી દેખાડવાનો સમય છે.
.............
કોમી તનાવ સર્જતા સોશ્યલ મીડીયા કે અન્ય મેસેજ
ન ફેલાવવા : પૂર્વ કચ્છ પોલીસનો કડક સંદેશ
અંજાર શહેરમાં પોલીસે ખડકયો ચુસ્ત બંદોબસ્ત : ગત રોજની ઘટના બાદ શહેર
બેનર સાથે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થતાં તંગદિલી : દેવળિયા નાકા પર બંને સમુદાયના ટોળા ઉમટતા ગરમાગરમી : શહેરમાં ગોઠવાયો ચાપતો પોલીસ બંદોબસ્ત : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા રૂબરૂ ઘટનાસ્થળે અંજાર પહોચી સ્થિતીને કાબુમાં કરાવી : લોકોને શાંતિ જાળવવા પોલીસ પ્રશાસને કરી અપીલ
અંજાર : શહેરમાં ધાર્મિક બેનર મુદ્દે શાંત કરાયેલો વિવાદ ગઈકાલે ફરી ચરમસીમાએ પહોંચતાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. જો કે, પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી બંને પક્ષને સમજાવી દેતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતાં અટકાવવામાં આવી હતી. હાલ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે અને પૂર્વ કચ્છના અન્ય વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
ગુરુવારે અંજારના દેવળિયા નાકાં પાસે ધાર્મિક બેનર લગાવવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો હતો. ટોળાં ભેગાં થતાં સ્થિતિ અશાંત બની હતી, પરંતુ પોલીસએ બંને પક્ષને શાંતિ માટે સમજાવટ કરી બેનર પાસે બંદોબસ્ત મુક્યો હતો. તેમ છતાં, ગઈકાલે સાંજે બેનર સાથે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હોવાનું બહાર આવતા લોકોમાં ફરી રોષ ફાટી નીકળ્યો હતો. ટોળાં ભેગાં થતાં પોલીસે તાત્કાલિક કાફલો ધસી જઇ પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. બનાવને કારણે વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોડી સાંજે તો પોલીસ મથકનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અંજાર પહોંચ્યા હતા અને મોડી રાત્રિ સુધી સ્થિતિની સમીક્ષા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલ શહેરમાં શાંતિ છે અને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કોણે કર્યો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. સાથે જ પોલીસે ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારના કોમી એકતા ભંગ કરાવતા મેસેજ કે પોસ્ટ વાયરલ કરાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.હાલે અંજારમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે, છતાં લોકોમાં સતર્કતા સાથે ચાંપતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે.
.........
જયારે ગોધરા રમખાણાની ઘટના બની અને તેના તણખલાં રૂપે દેશભરના અલગ અલગ વિસ્તારો અને ગુજરાતના પણ કઈક જિલ્લાઓમાં કોમી તનાવની ઘટનાઓ તે વખત બની હતી પરંતુ તે સમયે કચ્છનો કોમી શાંતી-અમન ભર્યો ભાઈચારો અકબંધ રહી અને દેશ-દુનીયાને એક અલગ જ પ્રેરણા આપી ગયો હતો, આવા કોમી એખલાશભર્યા કચ્છ જિલ્લામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના કારસા કયાપિ નથી ચાલ્યા..અને ચાલવાના પણ નથી
યાદ રાખજો, કોમી એકતા હોય ત્યાં જ વિકાસ વેગવાન થાય છે
ગુજરાતમાં હાલમાં ૩૩ જિલ્લાઓ છે, સૌથી વધુ વિકાસ જો થયો હોય તો એ કચ્છ જિલ્લાનો થઈ રહ્યો છે, અને તેની પાછળ આ જિલ્લાની કોમી એકતા જ છે સૌથી વધુ ચાલકબળ, હાલમાં પ્રવાસનની દ્રષ્ટીએ કચ્છ વિશ્વ પ્રવાસનનુ તોરણ બનેલુ છે, નાના -નાના વેપારીઓ પણ પ્રવાસન વિકાસથી બે પાંદડે થઈ રહ્યા છે, જો કોમી એકતાને નુકસાન પહોચાડતા તત્વો કયાંક ફાવી ગયા તો પ્રવાસીઓ પણ આ જિલ્લાથી મોઢું ફેરવી લેતા વાર નહી કરે, અને તેની મોટી નુકસાની નાના નાના કચ્છના વેપારીઓને પણ વેઠવાનો વારો આવી જશે
ગાંધીધામ : કચ્છ સીમાવર્તી વિસ્તાર છે. આંતરરાષ્ટ્રીય જળ- દરીયાઈ અને હવાઈ સીમા ધરાવતો આ જિલ્લો છે. અહી કોમી ભેદભાવો વાળી ઘટનાઓ જરા પણ ન ચાલી શકે. બીજીતરફ પ્રબુદ્ધવર્ગ કહે છે કે, જયા કોમી તનાવ ઉભા થતા હોય અથવા તો જયો કોમી તંગદીલીની પ્રોત્સાહન અપાઈ જતુ હોય તે વિસ્તારનો વિકાસ પણ કદાપી થતો નથી. જયો કોમી એકતા હોય, જયા બે કોમ વચ્ચે ખભ્ભેથી ખભ્ભા મિલાવીને રહેવાની ભાવના હોય તે જ વિસ્તારનો વિકાસ પણ ભરપુર થવા પામતો હોય છે.
...........
એસપી સાગર બાગમારની ટીમની સુમયસુકતા સરાહનીય :
પોલીસને સૌ આપે સહયોગ : અફવાઓથી સૌએ દુર રહેવુ
ગાંધીધામ : અંજારમાં પોસ્ટરમાં ચેડા કરીને તનાવ ભરી સ્થિતીનો એકચોટ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જો કે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ખુદ સ્થળ પર પહોચી ગયા અને અંજાર પોલીસના શ્રી ગોહીલની ટીમે પણ સ્થીતીને સારી રીતે નિયંત્રિત કરી લીધી છે. કાયદાકીય રીતે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા કાર્યવાહી કરવામા આી રહી છે. એટલે તનાવ ઉભા કરનારાઓને નશ્યત કરવા પોલીસ સક્રીય જ રહેલી છે. સૌએ પોલીસને આ બાબતે સહયોગ આપવો જોઈએ. અને સોશ્યલ મીડીયામાં વધારે ઉગ્રતા સર્જાય કે પછી ઉશ્કેરાયટ થાય તેવી કોઈ પણ અફવાથી કોઈએ દોરાવુ નહી અને આવી કોઈ પણ અફવા કોઈએ ફેલાવી પણ નહી. સોશ્યલ મીડીયાના બહાદુરો સંયમ અને મર્યાદા રાખે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે. પાલીસ પોલીસનુ કામ કરી જ રહી છે, તપાસમાં મદદરૂપ અને સહયોગ થઈશકાય તો સૌએ આપવો.
...........
કચ્છમાં તો હિન્દુ-મુસ્લિમ બીરદરો કુદરતી હોય કે કૃત્રિમ આફત, હમેશા ખભ્ભોથી ખભ્ભા મીલાવી, એકબીજાને મદદરૂપ
બની અને હામભીડીને બેઠા થતા રહ્યા છે, બન્ને સમુદાય એક બીજાના સુખ-દુખના સાથી બનતા રહ્યા છે, આ જિલ્લાની
અજરાઅમર રહેલી કોમી એકતાને કોઈ એકાદ બે વિકૃત માનસ ધરાવતા તત્વો કદાપી ડગમગાવી શકે નહી.. :
આવડી મોટી ૨૦૦૧માં ભૂકંપની આફત આવી તેમાં પણ ભાઇચારાથી ઉભા થઇ ગયા..!
સરહદી કચ્છમાં કોમી વૈમન્યસ્યની ઘટના સાંખી ન શકાય
ગાંધીધામ : કચ્છ એ પાકીસ્તાન જેવા નાપાક મુલકને અડીને આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધવરાતો જિલ્લો છે. કચ્છમાં કોમી કાંકરીચાળા કે ભાઈચારાની ભાવનાને નુકસાન પહોચાડી તેવી ઘટનાઓ કદાપિ સાંખી ન શકાય. હાલમાં સ્થીતીને નિયંત્રીત કરી અને આવી ઘટનાઓને પડદા પાછળથી કે સીધી અથવા પરોક્ષ રીતે જે કોઈ પણ તત્વો ચાલકબળનું કામ કરી રહ્યા હોય તેમની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરતી ઝુંબેશ પણ હાથ ધરવી જોઈએ.
.........

Comments