શંખેશ્વર તીર્થે શાસન રક્ષક માણિભદ્ર વીર દાદાના અવતરણ દીને 1008 આહુતિ યુક્ત મહાપૂજન-હવન યોજાયું.
માણિભદ્ર વીરની આરાધના કરનારાને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે.જૈનમુનિ નયશેખર મહારાજા
શંખેશ્વર ; ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે જહાજ મંદિર એન્કારવાલા ધામે કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂજય મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ,પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના પાવન નિશ્રામાં શાસન રક્ષક,હાજરા હજુર તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદાના અવતરણ દીને 1008 આહુતિ યુક્ત મહાપૂજન-હવન યોજાયું. આ માણિભદ્ર વીર દાદાનું પૂજન હવન નો લાભ સ્વ.રંજનબેન ધનજીભાઈ ભાણજી દેઢિયા,સ્વ.વિનોદ ધનજી ભાણજી દેઢિયા,હસ્તે.શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિયા,પુત્ર-પુત્રવધુ-જીત- શ્રીયા,પુત્ર-કેવિન,ગામ-કચ્છ-કોડાય,હાલે-મલાડ-મુંબઇવાળા પરિવારે લાભ લીધેલ. આ પ્રસંગે પૂજય મુનિરાજ ચારિત્રરત્ન વિજય મ.સા પધારેલ.આ પૂજન-હવનમાં 1008 મંત્રો સાથે આહુતિ આપવામાં આવેલ.જેમાં ચંદન-સુખડના લાકડા,વિશિષ્ટ ઔષધ યુક્ત ગોળી,સમીધા,ઘીની વિગેરેની આહુતિ આપવામાં આવેલ.આહુતિ બાદ મોટી શાંતિનો પાઠ સાથે નારિયેળનો ગોળો હોમવામાં આવેલ.ત્યારબાદ આરતી વિગેરે થયેલ.આ પ્રસંગે જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ એ મહિમા સમજાવતા જણાવેલ કે માણિભદ્ર વીરની આરાધના કરનારાને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે માણિભદ્ર વીર દાદા નું મહિમા આજે દરેક વ્યક્તિ પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓ માં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે.માણિભદ્ર વીર દાદા નું મગરવાડા માં પિંડ પૂજાય,આગલોડ માં ધડ અને ઉજ્જૈન માં મસ્તક પૂજાય છે. શ્રી માણિભદ્ર વીર દાદાનો વાર ગુરૂવાર અને રવિવાર મુખ્ય વારો છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે. શ્રી માણિભદ્ર વીર દાદાના 1008 આહુતિ યુક્ત મહાપૂજન-હવન પ્રસંગે પ્રમુખશ્રી જીલ્લા પંચાયત પાટણ શ્રીમતિ હેતલબેન ઠાકોર,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતિ હેતલબેન ડાભી, શંખેશ્વરના પી.આઈ શ્રીમતિ અરુણાબેન પટેલ,ગુરુભક્ત પરેશભાઈ શાહ,જૈનેન્દ્ર જૈન વિગેરે ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનસેવા ચેરીટેબલ ટ્રસ્ટએ દાતા પરિવાર ની અનુમોદના કરી તેઓને બિરડાવેલ.આ પ્રસંગે મુંબઇ,અમદાવાદ,કચ્છ,પાટણ, બનાસકાંઠા વિગેરેથી ભાવિકો ઉપસ્થિત રહી પૂજન-હવન નો લાભ લીધેલ.

Comments