અંજારમાં પોલીસ સતર્ક છે, અફવાઓ પર કોઈ ધ્યાન ન આપે : શ્રી સાગર બાગમાર
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેર અંજારમા ંગત રોજ પોસ્ટર વિવાદ વકરવા પામી ગયો હતો પરંતુ પોલીસતંત્રએ સતર્કતા ભરી કામગીરી આદરી અને શાંતી-કાયદો વ્યવસ્થાની સ્થિતીને કાયમ રાખ્યો હતો. દરમ્યાન જ ગત રોજ પોસ્ટર પણ સ્વૈચ્છાએ જ ઉતારી લેવામા અવ્યુ હતુ અને આજે પણ અંજારમાં પોલીસ એલર્ટ છે. ઠેર ઠેર કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે ઉશ્કેરાટ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત રખાયેલો જ હોવાનુ કચ્છઉદયની સાથે વાતચીતમાં પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા જણાવવામા આવ્યુ હતુ. તેઓએ વધુમાં અપીલ કરી હતી કે અંજારમાં પોલીસ કાયદો-વ્વયસ્થાને માટે સતર્ક છે, કોઈ પણ પ્રકારની કોઈ જ અફવામાં કોઈએ દોરાવુ નહી અને કોઈએ અફવા ખોટી ફેલાવી નહી. બીજીતરફ ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ પણ કહ્યુ હતુ કે, ઉચ્ચ અધીકારીઓના માર્ગદૃશન હેઠળ પોલીસ અંજારમાં ખડેપગે રહેલી છે. લોકોની અને આમપ્રજાજનોનું રૂટીન આજે જળવાયેલ છે. કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સ્થળોએ શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલ છે. અફવાઓ ફેલાવાયા અને અને કોઈ તેનાથી દોરાય નહી તે માટે શ્રી ચૌધરીએ પણ આ તબક્કે અપીલ કરી હતી.

Comments