હવે ઝરપરામાં કટીંગ થતો ૩૪.પપ લાખનો દારૂ પકડાયો
યુવરાજ બાદ હવે હરી અને દેવરાજ પર સકંજો કસાયો
માંડવીના લીસ્ટેડ બુટલેગરોએ મંગાવ્યો હતો માલ : એલસીબીએ દરોડો પાડી ૬ વાહનો સાથે પોણા કરોડનો મુદ્દામાલ કર્યો કબજે : એક પણ આરોપી હાજર ન મળ્યો
ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં શરાબની બદી અટકાવવા માટે મળેલી સુચના અન્વયે વધુ એક વખત લાખોનો શરાબ ઝડપાયો છે. મુંદરા તાલુકાના ઝરપરા ગામે એલસીબીએ દરોડો પાડીને ૩૪.પપ લાખનો દારૂ ઝડપી પાડયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ મુળ કોટાયાના હાલે માંડવીમાં રહેતા હરી હરજી ગઢવી અને દેવરાજ ગોપાલ ગઢવીએ સાગરીતો સાથે ગુજરાત બહારથી દારૂ મંગાવ્યો હોવાની બાતમી મળી હતી. ટ્રક નંબર જી.જે. ૧ર. વાય. ૮૯૩૧ ના કન્ટેનરમાં દારૂ લાવી ઝરપરાની દક્ષિણે સીમમાં અંબાજી વેરહાઉસની પાછળ બાવળોની ઝાડીમાં સરકારી પડતર જમીનમાં આ દારૂ કટીંગ કરવામાં આવતો હતો. ત્યારે પહોંચેલી પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂ અને બીયરના ૧૪૮૦૮ ટીન કિંમત રૂા. ૩૪,પપ,ર૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે છ વાહનો કબજે કરવામાં આવ્યા હતા. જેમાં જી.જે.૧ર.. બી.આર. ૮૬૧૩ નંબરની ઈનોવા, જી.જે.૧ર એફએફ ૮ર૭૧ નંબરની સ્કોર્પીયો, જી.જે.૦૭ વાયવાય ૭૭પ૪ નંબરની બોલેરો, જી.જે. ૧૬ ડીજી ર૭૯૯ નંબરની કીઆ સેલ્ટોસ, જી.જે. ૧ર વાય ૮૯૩૧ નંબરની ટ્રક કબજે કરવામાં આવી હતી. કુલ્લ ૭પ.૦પ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બુટલેગર હરી અને દેવરાજ સાથે છ વાહનોના ચાલકો વિરૂદ્ધ મુંદરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જો કે સ્થળ પર એક પણ આરોપી મળી આવ્યો હતો.
..........
ત્રગડીના બુટલેગરનો
૭ ખેપમાં ૬.૪૮ કરોડનો પકડાયો હતો શરાબ
માંડવીના ત્રગડીમાં રહેતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા રાજય બહારથી મોટા પ્રમાાણમાં દારૂ મંગાવતો હતો. છેલ્લા ચાર મહિનામાં પોલીસે તેની સાત ખેપમાં ૬.૪૮ કરોડનો શરાબ પકડયો હતો. જે બાદ તાજેતરમાં સપ્તાહ અગાઉ એલસીબીએ ત્રગડી અને ખાનાયના બુટલેગરોને માંડવીમાંથી ઝડપી લીધા હતા. જે બાદ હવે માંડવીના અન્ય બુટલેગર હરી અને દેવરાજનો દારૂ પકડાયો છે.

Comments